Mumbai Sero Survey : મુંબઈના સીરો સર્વેના આંકડા જાહેર, આટલા બાળકોમાં મળ્યાં કોરોના સામે લડનારા એન્ટિબોડીઝ

|

Jun 28, 2021 | 9:28 PM

Mumbai Sero Survey : મુંબઈનો આ ત્રીજો સીરો સર્વે 1 એપ્રિલથી 15 જૂન દરમિયાન કરવામાં આવ્યો હતો, જેમાં પેથોલોજી લેબોરેટરીમાંથી 2,176 લોહીના નમૂના લેવામાં આવ્યા હતા.

Mumbai Sero Survey : મુંબઈના સીરો સર્વેના આંકડા જાહેર, આટલા બાળકોમાં મળ્યાં કોરોના સામે લડનારા  એન્ટિબોડીઝ
સાંકેતિક તસ્વીર

Follow us on

Mumbai Sero Survey : કોરોનાની સંભાવિત ત્રીજી લહેર પહેલા મુંબઈમાં સીરો સરવે કરવામાં આવ્યો. દેશમાં કોરોના(Covid-19) ના સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં સામે આવ્યાં હતા. મહારાષ્ટ્ર (Maharashtra) માં મુંબઈ, પુણે, નાગપુર જેવા મોટા શહેરોમાં સૌથી વધારે પ્રમાણમાં કોરોનાના કેસો નોંધાયા હતા. હાલ કોરોનાની બીજી લહેર ધીમી પડી છે, પણ કોરોનાની સંભાવિત ત્રીજી લહેરમાં બાળકો પર સંક્રમણનું જોખમ વધારે આંકવામાં આવી રહ્યું છે. આ આશંકાને ધ્યાનમાં રાખીને મુંબઈમાં સીરો સર્વે કરવામાં આવ્યો હતો.

50 ટકાથી વધુ બાળકોમાં મળ્યાં એન્ટિબોડીઝ
બૃહાન્મુંબઈ મહાનગર પાલિકા (BMC) એ મુંબઈમાં કરવામાં આવેલા સીરો સર્વે (Mumbai Sero Survey) ના આંકડાઓ જાહેર કર્યા છે. આ સીરો સર્વેના તારણો મૂજબ મુંબઈના 50 ટકાથી વધુ બાળકોમાં કોરોના સામે લડનારા એન્ટિબોડીઝ (antibodies) મળ્યાં છે. મુંબઇમાં 1 થી 18 વર્ષની વય જૂથના 51.18 ટકા બાળકોમાં એન્ટિબોડીઝ મળ્યાં છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

મુંબઈનો આ ત્રીજો સીરો સર્વે
BMC એ જણાવ્યું હતું કે કરોના મહામારી શરૂ થયા પછી મુંબઈમાં આ ત્રીજો સીરો સર્વે કરાયો હતો. આ સર્વે 1 એપ્રિલથી 15 જૂન દરમિયાન કરવામાં આવ્યો હતો, જેમાં પેથોલોજી લેબોરેટરીમાંથી 2,176 લોહીના નમૂના લેવામાં આવ્યા હતા.

2,176 લોહીના નમૂનામાંથી ‘આપલી ચિકિત્સા નેટવર્ક’ અને BMCની નાયર હોસ્પિટલમાંથી લેવામાં આવેલા 1,283 નમૂનાઓ અને 24 મ્યુનિસિપલ વોર્ડની બે ખાનગી લેબોરેટરીના નેટવર્કમાંથી 893 નમૂનાઓનો સમાવેશ થાય છે.

આ સીરો સર્વેના અધ્યયનમાં મુખ્ય તારણોમાં સામે આવ્યું છે કે મુંબઈમાં 50 ટકાથી વધુ બાળકો પહેલાથી જ SARS-CoV-2 દ્વારા અસરગ્રસ્ત થયા છે.

એન્ટિબોડીઝ વાળા બાળકોની સંખ્યા વધી
બૃહાન્મુંબઈ મહાનગર પાલિકા (BMC) એ જણાવ્યું હતું કે એપ્રિલથી જૂન દરમિયાન કરવામાં આવેલા સીરો સર્વે (Mumbai Sero Survey)માં કુલ 2,176 લોહીના નમૂના લેવામાં આવ્યા હતા.

BMCની એક પ્રેસનોટમાં કહેવામાં આવ્યું છે કે, બીવાયએલ નાયર હોસ્પિટલ અને કસ્તુરબા મોલેક્યુલર ડાયગ્નોસ્ટિક લેબોરેટરી (KMDL) દ્વારા હાથ ધરવામાં આવેલા આ સીરો સર્વેમાં એ પણ સામે આવ્યું છે કે અગાઉના સીરો સર્વેની તુલનામાં એન્ટિબોડીઝ સાથેના બાળકોની વસ્તીનું પ્રમાણ વધ્યું છે.

Published On - 9:25 pm, Mon, 28 June 21

Next Article