Mumbai rain : આગામી 24 કલાકમાં મુંબઈ, પાલઘર, દહાણુમાં અતિ ભારે વરસાદની આગાહી

|

Jul 18, 2021 | 11:16 AM

Monsoon 2021: આગામી 24 કલાકમાં ભારેથી ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. વાવાઝોડા અને વીજળી પડવાની સંભાવના પણ છે. જોરદાર પવનની પણ અપેક્ષા છે. ભારે વરસાદની અસર નીચાણવાળા રસ્તાઓ અને રેલ્વેને અસર થઈ શકે છે.

Mumbai rain : આગામી 24 કલાકમાં મુંબઈ, પાલઘર, દહાણુમાં અતિ ભારે વરસાદની આગાહી
આગામી 24 કલાકમાં મુંબઈ, પાલઘર, દહાણુ, અતિ ભારે વરસાદની આગાહી

Follow us on

Mumbai: મુંબઇમાં પડી રહેલા વરસાદથી હજુ પણ લોકોને રાહત મળે તેમ નથી, હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી 24 કલાક સુધીમાં મુંબઈ, દહાણુ અને પાલઘરમાં અતિભારે વરસાદ પડશે.

મુંબઈમાં ગત રાત્રીથી વરસાદ વરસવાની શરૂઆત થઈ છે. મુંબઈના કેટલાક વિસ્તારમાં 200 મીમીથી વધુ વરસાદ નોંધાયો છે. નાલાસોપારા, સાયનમાં રેલ્વે પાટા ઉપરથી મોટા પ્રમાણમાં વરસાદી પાણી વહી રહ્યું છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

આગામી 24 કલાકમાં મુંબઇ, પાલઘર અને દહાણુમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. તો સાથોસાથ ભારે તોફાની પવન સાથે વીજળી પડવાની સંભાવના પણ વ્યક્ત કરાઈ છે.

આગામી 4 કલાકમાં વરસાદની સ્થિતિ શું છે?
હવામાન વિભાગે મુંબઈ શહેર અને ઉપનગરના વિસ્તારમાં ભારે વરસાદની ચેતવણી આપી છે. હવામાન વિભાગે આગામી ત્રણથી ચાર કલાકમાં તોફાની પવન, વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદ વરસવાની આગાહી કરી છે. કેટલાક સ્થળોએ ઝડપી પવન સાથે વરસાદની આગાહી કરી છે.

મુંબઇ વરસાદના અપડેટ:

આગામી 24 કલાકમાં ભારેથી ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. વાવાઝોડા અને વીજળી પડવાની સંભાવના પણ છે. જોરદાર પવનની પણ અપેક્ષા છે. ભારે વરસાદની અસર નીચાણવાળા રસ્તાઓ અને રેલ્વેને અસર થઈ શકે છે. સ્થાનિક સેવાઓને પણ અસર થઈ શકે તેમ હવામાન વિભાગે જણાવ્યું છે. એવું પણ કહેવામાં આવે છે કે ભરતીના કારણે પૂરનું જોખમ રહેલું છે.

હવામાન વિભાગે ચેતવણી આપી છે કે, ભારે વરસાદને કારણે જૂની ઇમારતો ધરાશાયી થઈ શકે છે. 45-55 થી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. વાવાઝોડા અને વીજળી પડવાની શક્યતાઓ પણ હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

ઝડપી પવનની સાથે ભારે વરસાદ વરસવાને કારણે, અનેક નીચાણવાળા વિસ્તારોમાં રસ્તાઓ વરસાદી પાણીમાં ગકરાવ થઈ જશે તો રેલ્વેની અવરજવર ઉપર પણ અસર થઈ શકે છે. બીએમસીની સ્થાનિક સેવાઓને પણ અસર થઈ શકે છે, તેમ હવામાન વિભાગે જણાવ્યું છે.

મુંબઇમાં ક્યાં અને કેટલો વરસાદ પડ્યો ?
સાન્તાક્રુઝમાં 217.5 મીમી, કોલાબામાં 178.0 મીમી, મહાલક્ષ્મીમાં 154.5 મીમી, બાંદરામાં 202.0 મીમી, બાંદરામાં 197.5 મીમી, જુહુ એરપોર્ટમાં 175.5 મીમી, રામ મંદિરમાં 171.5 મીમી, મીરા રોડમાં 204.0 મીમી, દહિસરમાં 249.5.5 મીમી અને ભાયંદરમાં 174.5 મી.મી. વરસાદ નોંધાયો છે.

Published On - 11:16 am, Sun, 18 July 21

Next Article