AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: સપનાની નગરી પાણી-પાણી… 17 ફ્લાઇટ્સ રદ અને 365 વિમાન ‘કલાકો મોડા’, ભારે વરસાદથી હવાઈ સેવા ખોરવાઈ

સપનાની નગરીમાં છેલ્લા કેટલાક દિવસોથી થઈ રહેલા મુશળધાર વરસાદની સીધી અસર હવે હવાઈ સેવાઓ પર પણ સ્પષ્ટપણે દેખાવા લાગી છે. ખરાબ હવામાનના કારણે સ્થાનિક આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ફ્લાઇટ ઓપરેશન ખરાબ રીતે ખોરવાયું છે, જેના લીધે 17 જેટલી સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ રદ કરવી પડી છે તેમજ સેંકડો ફ્લાઇટ્સ મોડી દોડી રહી છે.

Breaking News: સપનાની નગરી પાણી-પાણી... 17 ફ્લાઇટ્સ રદ અને 365 વિમાન 'કલાકો મોડા', ભારે વરસાદથી હવાઈ સેવા ખોરવાઈ
| Updated on: Jul 06, 2026 | 7:59 PM
Share

મુંબઈમાં છેલ્લા કેટલાક દિવસોથી થઈ રહેલા સતત મુશળધાર વરસાદની અસર હવે હવાઈ સેવાઓ પર પણ સ્પષ્ટપણે દેખાવા લાગી છે. ભારે વરસાદ અને ખરાબ હવામાનના કારણે છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ફ્લાઇટ ઓપરેશન ખરાબ રીતે પ્રભાવિત થયું હતું.

રવિવારે રાત્રે 12 વાગ્યાથી સોમવારે મોડી સાંજે 5 વાગ્યા સુધી 17 સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ રદ કરવી પડી હતી, જ્યારે 365 ફ્લાઇટ્સ મોડી દોડી હતી. આના કારણે હજારો મુસાફરોને લાંબી રાહ જોવી પડી હતી અને ઘણા લોકોના પ્રવાસના આયોજન પર પણ અસર પડી હતી.

ફ્લાઇટ ટ્રેકિંગ પ્લેટફોર્મના જણાવ્યા અનુસાર, ખરાબ હવામાનને કારણે કુલ 17 ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી અને 5 ફ્લાઇટ્સના રૂટ બદલીને અન્ય શહેરોના એરપોર્ટ પર લેન્ડ કરવામાં આવી હતી. આમાં કેટલીક સ્થાનિક અને કેટલીક આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પણ હતી. હવામાન ખરાબ હોવાને કારણે વિમાનોના સુરક્ષિત લેન્ડિંગ અને ટેકઓફમાં મુશ્કેલીઓ નડી હતી.

ઇન્ડિગો અને આકાસા એરે એડવાઇઝરી જાહેર કરી

ભારે વરસાદને જોતાં ઇન્ડિગો અને આકાસા એરે મુસાફરો માટે ટ્રાવેલ એડવાઇઝરી જાહેર કરી છે. બંને એરલાઇન્સે જણાવ્યું છે કે, મુંબઈની સાથે સાથે પુણે અને ગોવાની ફ્લાઇટ્સ પણ પ્રભાવિત થઈ શકે છે. મુસાફરોને એરપોર્ટ પહોંચતા પહેલા પોતાની ફ્લાઇટનું સ્ટેટસ ચોક્કસથી ચેક કરી લેવા અપીલ કરવામાં આવી છે.

ઘણી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પણ થઈ ‘પ્રભાવિત’

ખરાબ હવામાનની અસર માત્ર સ્થાનિક ફ્લાઇટ્સ સુધી મર્યાદિત નહોતી રહી. આકાસા એરે કુવૈત અને દોહાથી આવતી કેટલીક ફ્લાઇટ્સ તેમજ કુવૈત જનારી ફ્લાઇટ પણ રદ કરી દીધી હતી. બીજી તરફ, ઇન્ડિગોની રાયપુર જનારી ફ્લાઇટને હૈદરાબાદ ડાયવર્ટ કરવામાં આવી હતી. દિલ્હી-મુંબઈ અને સિંગાપોર-મુંબઈની ફ્લાઇટ્સને અમદાવાદ મોકલવામાં આવી હતી, જ્યારે એર ઇન્ડિયાની કોલકાતાથી મુંબઈ આવતી ફ્લાઇટને વડોદરામાં ઉતારવી પડી હતી.

સેંકડો ફ્લાઇટ્સ કલાકો મોડી પડી

વરસાદના કારણે એરપોર્ટ પર ફ્લાઇટ્સનું શેડ્યૂલ સંપૂર્ણપણે ખોરવાઈ ગયું હતું. સરેરાશ રવાના થનારી (ટેકઓફ કરનારી) ફ્લાઇટ્સ આશરે 72 મિનિટ મોડી ચાલી રહી હતી અને લગભગ 89 ટકા ફ્લાઇટ્સ નિયત સમય કરતાં મોડી હતી. બીજું કે, આવનારી (લેન્ડ કરનારી) ફ્લાઇટ્સમાં પણ સરેરાશ 46 મિનિટનો વિલંબ નોંધાયો હતો અને 84 ટકા ફ્લાઇટ્સ નિયત સમય પર પહોંચી શકી નહોતી.

મુસાફરો માટે ‘સલાહ’

હવામાન વિભાગે આગામી કેટલાક સમય સુધી મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. આવી સ્થિતિમાં જો તમારી ફ્લાઇટ મુંબઈથી હોય અથવા મુંબઈ થઈને જતી હોય, તો એરપોર્ટ માટે નીકળતા પહેલા સંબંધિત એરલાઇનની વેબસાઇટ અથવા મોબાઇલ એપ્લિકેશન પર ફ્લાઇટ સ્ટેટસ ચોક્કસ તપાસી લો. આનાથી બિનજરૂરી મુશ્કેલી અને રાહ જોવામાંથી બચી શકાય છે.

Breaking News: મુંબઈમાં આભ ફાટતાં ગુજરાત-મુંબઈ રેલવે વ્યવહાર ખોરવાયો, વંદે ભારત અને તેજસ સહિત અનેક ટ્રેનો અધવચ્ચે અટવાઈ

Follow Us
ખાનગી કામો અચાનક પૂરા થશે, નાણાકીય લાભ થવાના યોગ બની રહ્યા છે
ખાનગી કામો અચાનક પૂરા થશે, નાણાકીય લાભ થવાના યોગ બની રહ્યા છે
ટેલેન્ટને નથી હોતી ઉંમરની સીમા! 11 વર્ષના બાળકની ગાયકીનો વીડિયો Viral
ટેલેન્ટને નથી હોતી ઉંમરની સીમા! 11 વર્ષના બાળકની ગાયકીનો વીડિયો Viral
આગામી 48 કલાકમાં ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી
આગામી 48 કલાકમાં ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી
માંડલ તાલુકામાં મેઘતાંડવ, અનેક ગામોમાં જળબંબાકારથી લોકોને ભારે હાલાકી
માંડલ તાલુકામાં મેઘતાંડવ, અનેક ગામોમાં જળબંબાકારથી લોકોને ભારે હાલાકી
ગુજરાતમાં બસ સ્ટેન્ડ સળગાવવા અને પથ્થરમારો કરવાની ઓડિયો ક્લિપ વાયરલ
ગુજરાતમાં બસ સ્ટેન્ડ સળગાવવા અને પથ્થરમારો કરવાની ઓડિયો ક્લિપ વાયરલ
NEET થી લઈને JNU સુધી કેમ ભટકી રહ્યા છે વિદ્યાર્થીઓના મુદ્દા?
NEET થી લઈને JNU સુધી કેમ ભટકી રહ્યા છે વિદ્યાર્થીઓના મુદ્દા?
5 ઈંચ વરસાદે વિનાશ વેર્યો, બ્રિજના 2 કટકા થયા, જુઓ Video
5 ઈંચ વરસાદે વિનાશ વેર્યો, બ્રિજના 2 કટકા થયા, જુઓ Video
નવસારીમાં પૂર પછી વિનાશના ભયાવહ દ્રશ્યો - જુઓ Video
નવસારીમાં પૂર પછી વિનાશના ભયાવહ દ્રશ્યો - જુઓ Video
સાણંદ-વિરમગામ હાઈવે કરાયો બંધ, રસ્તો બંધ થતા 20 કિમી લાંબો ટ્રાફિકજામ
સાણંદ-વિરમગામ હાઈવે કરાયો બંધ, રસ્તો બંધ થતા 20 કિમી લાંબો ટ્રાફિકજામ
સાયણમાં જળબંબાકારની સ્થિતિ, જુઓ Video
સાયણમાં જળબંબાકારની સ્થિતિ, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">