Navneet Rana : સાસંદ નવનીત રાણા અને રવિ રાણાને મુંબઈ પોલીસનું તેડું, 8 જૂને કોર્ટમાં હાજર થવા આદેશ

|

Jun 06, 2022 | 5:12 PM

રાણા દંપતીએ આરોપ લગાવ્યો છે કે મુંબઈ પોલીસ (Mumbai Police)ની આ નોટિસ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની રાજકીય રમત છે. આ દબાણ 10 જૂને યોજાનારી રાજ્યસભાની ચૂંટણીમાં શિવસેનાના ઉમેદવારની તરફેણમાં મતદાન કરવા માટે બનાવવામાં આવી રહ્યું છે.

Navneet Rana :  સાસંદ નવનીત રાણા અને રવિ રાણાને મુંબઈ પોલીસનું તેડું, 8 જૂને કોર્ટમાં હાજર થવા આદેશ
મુંબઈ પોલીસે નવનીત રાણા અને રવિ રાણાને નોટિસ મોકલી
Image Credit source: PTI

Follow us on

Navneet Rana: મુંબઈ પોલીસે મહારાષ્ટ્રના અમરાવતીના સાંસદ નવનીત રાણા (Navneet Rana) અને તેમના ધારાસભ્ય પતિ રવિ રાણાને નોટિસ મોકલી છે. રાણા દંપતીને 8મી જૂને કોર્ટમાં હાજર રહેવા માટે કહેવામાં આવ્યું છે. મુંબઈ પોલીસ તેની સામે 8 જૂને ચાર્જશીટ દાખલ કરવા જઈ રહી છે. આ સંદર્ભમાં મુંબઈની ખાર પોલીસે રાણા દંપતીના મુંબઈમાં બાંદ્રા સ્થિત ઘરના સરનામા પર નોટિસ મોકલી છે. મોકલવામાં આવેલી નોટિસમાં ખાર પોલીસે રાણા દંપતીને ચાર્જશીટ ફાઈલ થાય ત્યાં સુધી હાજર રહેવા જણાવ્યું છે. આ પહેલા રાણા દંપતીએ મહા વિકાસ આઘાડી સરકાર તેમજ મુંબઈ પોલીસ (Mumbai Police)પર ઘણા ગંભીર આરોપો લગાવ્યા હતા. તેણે કહ્યું હતું કે, પોલીસ કસ્ટડી અને લોકઅપમાં તેની સાથે ખૂબ જ ખરાબ વર્તન કરવામાં આવ્યું હતું.

મુંબઈની ખાર પોલીસ બુધવારે રાણા દંપતી વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરશે. રાણા દંપતીએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના અંગત નિવાસસ્થાન ‘માતોશ્રી’ની સામે હનુમાન ચાલીસાનો પાઠ કરવા હઠ પકડી હતી. આ પછી શિવસેનાના કાર્યકરો આક્રમક બની ગયા હતા. શિવસેનાના કાર્યકરોએ માતોશ્રીની સામે ચોકી કરવાનું શરૂ કરી દીધું હતું અને મુંબઈ અને અમરાવતીમાં રાણા દંપતીના ઘરનો ઘેરાવ કર્યો હતો. પોલીસ બેરિકેડ તોડીને શિવસૈનિકો રાણા દંપતીના બિલ્ડિંગ સુધી પહોંચ્યા હતા.

રાજદ્રોહનો કેસ હતો

રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાને ખલેલ પહોંચાડવા, સરકારી કામમાં દખલ કરવા સહિતના રાજદ્રોહ (IPC 124-A)ના આરોપમાં રાણા દંપતીની ધરપકડ કર્યા પછી કેસ નોંધવામાં આવ્યો હતો. આ પછી તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો હતો. 12 દિવસ પછી તેને શરતી જામીન મળી ગયા. પરંતુ આ 12 દિવસમાં નવનીત રાણાને મુંબઈની ભાયખલા જેલમાં અને રવિ રાણાને નવી મુંબઈની તલોજા જેલમાં રહેવું પડ્યું.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

રાણા દંપતીએ આરોપ લગાવ્યો છે કે, મુંબઈ પોલીસની આ નોટિસ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની રાજકીય રમત છે. આ દબાણ 10 જૂને યોજાનારી રાજ્યસભાની ચૂંટણી માટે શિવસેનાના ઉમેદવારની તરફેણમાં મતદાન કરવા માટે બનાવવામાં આવી રહ્યું છે. મુખ્યમંત્રીના આદેશ પર પોલીસ કમિશનરે ખાર પોલીસને નોટિસ મોકલવા જણાવ્યું છે. રવિ રાણાએ કહ્યું કે, તેઓ આ દબાણો સામે ઝૂકવાના નથી.

Next Article