મુંબઈ પોલીસે ઉંદરની મદદથી શોધ્યુ 5 લાખ રૂપિયાનું સોનુ, કચરાના ઢગલામાંથી જપ્ત કર્યું સોનું, અહીં વાચો રસપ્રદ કહાની

|

Jun 16, 2022 | 8:26 PM

મુંબઈની દિંડોશી પોલીસે (Mumbai Police) કચરાના ઢગલામાંથી 10 તોલા સોનું જપ્ત કર્યું છે. સોનાથી (Gold) ભરેલી થેલીને સૂકા વડાપાવ સમજીને ભિખારીએ તેને કચરામાં ફેંકી દીધી. સીસીટીવીની મદદથી મામલો ઉકેલાયો હતો.

મુંબઈ પોલીસે ઉંદરની મદદથી શોધ્યુ 5 લાખ રૂપિયાનું સોનુ, કચરાના ઢગલામાંથી જપ્ત કર્યું સોનું, અહીં વાચો રસપ્રદ કહાની
Gold (Symbolic Image)

Follow us on

મુંબઈ પોલીસે (Mumbai Police) દિંડોશી વિસ્તારમાં કચરાના ઢગલામાંથી 10 તોલા સોનું જપ્ત કર્યું છે. દાગીનાની આ થેલીને સૂકા વડાપાવ ગણીને ભિખારીએ તેને કચરામાં ફેંકી દીધી હતી. સોનાની આ થેલી સાથે ઉંદર આમ- તેમ ફરતો હતો, જે સીસીટીવીમાં કેદ થતો હતો. સીસીટીવીની મદદથી પોલીસે ઉંદર પાસેથી કચરાના ઢગલામાંથી સોના ભરેલી દાગીનાની થેલી કબજે કરી હતી અને પીડિતાને મહિલાને સોંપવામાં આવી. જેની કિંમત લગભગ 5 લાખ રૂપિયા છે. આ મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે દિંડોશી પોલીસ સ્ટેશનની હદમાં રહેતી સુંદરી પ્લાનીબેલ (45) પુત્રીના લગ્નનું દેવું ચૂકવવા માટે ઘરમાં રાખેલા 10 તોલા સોનાના દાગીના બેંકમાં ગીરવી રાખવા જઈ રહી હતી.

રસ્તામાં સુંદરીએ એક ભિખારી સ્ત્રી અને તેના બાળકને જોયા. સુંદરીએ પોતાની સાથે બેગમાંથી વડાપાવ આપ્યુ અને જતી રહી. જ્યારે સુંદરી બેંકમાં પહોંચી ત્યારે તેને ખબર પડી કે વડાપાવની થેલી તેણે બાળકને આપી હતી. તેમાં સોનાના ઘરેણા પણ રાખવામાં આવ્યા હતા. સુંદરી તરત જ બેંકમાંથી નીકળી ગઈ અને તે જગ્યાએ ગઈ જ્યાં તેણે ભિખારીને વડાપાવ આપ્યુ હતું. પરંતુ જ્યારે તે પાછી આવી ત્યારે તે ત્યાં ન મળી આવતા સુંદરીએ તરત જ દિંડોશી પોલીસમાં ફરિયાદ કરી હતી. પોલીસે તાત્કાલિક આ ભિખારી મહિલાની તપાસ શરૂ કરી હતી.

સીસીટીવીની મદદથી ઉકેલાયો કેસ

દિંડોશી પોલીસ સ્ટેશનના ડિટેક્શન ઓફિસર એપીઆઈ ચંદ્રકાંત ઘારગે અને એપીઆઈ સૂરજ રાઉતની ટીમે તે સ્થળે લગાવેલા સીસીટીવી ફૂટેજ જોયા, ત્યારે ભિખારી ત્યાંથી ગોર ગામ મોતીલાલ નગર પહોંચી હતી. જ્યારે પોલીસે ભિખારીનો સંપર્ક કર્યો તો ભિખારીએ જણાવ્યું કે વડાપાવ સૂકુ હતું તેથી તેણે તેને કચરામાં ફેંકી દીધું હતું.

3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર
રેલવેની ટિકિટ પર લખેલા આ કોડ્સ જણાવશે કે વેઇટિંગ લિસ્ટ કન્ફર્મ થશે કે નહીં, જાણો
બાળકોને You Tube ચલાવવા માટે આપી રહ્યા છો ફોન? પહેલા સેટિંગ કરી દો
આજનું રાશિફળ તારીખ : 27-04-2024

તુરંત જ દીંડોશી પોલીસ સ્ટેશનના સિનિયર પીઆઈ જીવન ખરાતના માર્ગદર્શન હેઠળ એપીઆઈ સુરજ રાઉતની ટીમમાં પોલીસ હેડ કોન્સ્ટેબલ શંકર માઈંગડે, હેમંત રોડે, પોલીસ નાઈક સચિન કાંબલે, પોલીસ શિપાઈ વિલાસ જાદવ, સચિન પોટેએ કચરાના ઢગલામાં થેલી શોધવાનું શરૂ કર્યું પરંતુ ત્યાંથી થેલી મળી ન હતી.

મુંબઈ પોલીસ દેશની શ્રેષ્ઠ પોલીસ છે

ત્યારબાદ પોલીસે તે કચરાના ઢગલા પાસે લગાવેલા સીસીટીવી ફૂટેજની તપાસ કરતા જાણવા મળ્યું કે પોલીસ જે કચરાની થેલી શોધી રહી છે તે ઉંદરના કબજામાં હતી અને તે આમ-તેમ ફરતો હતો. પોલીસે ઉંદરનો પીછો કર્યો, પરંતુ ત્યાં સુધીમાં ઉંદર તે થેલી લઈને નજીકના ગટરમાં ઘુસી ગયો. પોલીસે ગટરની અંદરથી બેગને બહાર કાઢી તેમાંથી સોનાના દાગીના મળી આવ્યા હતા.

Next Article