મુંબઈ ભારતનું સૌથી મોંઘું શહેર; દિલ્લી, ચેન્નાઈ, બેંગ્લોર, હૈદરાબાદને છોડ્યા પાછળ: સર્વે

|

Jun 30, 2022 | 5:59 PM

મુંબઈ (Mumbai) ભારતનું સૌથી મોંઘું શહેર છે. આ વસવાટ ખર્ચ અને જીવન ખર્ચ એમ બંનેના સંદર્ભમાં છે. મુંબઈએ નવી દિલ્હી અને બેંગ્લોર જેવા અન્ય શહેરોને પાછળ છોડી દીધા છે.

મુંબઈ ભારતનું સૌથી મોંઘું શહેર; દિલ્લી, ચેન્નાઈ, બેંગ્લોર, હૈદરાબાદને છોડ્યા પાછળ: સર્વે
Mumbai City (Symbolic Image)

Follow us on

મુંબઈ (Mumbai) ભારતનું સૌથી મોંઘું શહેર છે. આ વસવાટ ખર્ચ અને જીવન ખર્ચ એમ બંનેના સંદર્ભમાં છે. મુંબઈએ નવી દિલ્હી (New Delhi) અને બેંગ્લોર (Bengaluru) જેવા અન્ય શહેરોને પાછળ છોડી દીધા છે.  આ માહિતી Mercer ના 2022 કોસ્ટ ઓફ લિવિંગ સર્વે અનુસાર છે. 227 દેશોની યાદીમાં મુંબઈ 127માં સ્થાને છે. તે પછી નવી દિલ્હી 155માં, ચેન્નાઈ 177માં, બેંગલુરુ 178માં અને હૈદરાબાદ 192માં ક્રમે છે. રેન્કિંગમાં પુણે અને કોલકાતા સૌથી ઓછા ખર્ચાળ ભારતીય શહેરો છે. આ શહેરો અનુક્રમે 201મા અને 203મા ક્રમે છે.

મુંબઈ કંપનીઓમાં લોકપ્રિય શહેર છે

સર્વેમાં એ પણ બહાર આવ્યું છે કે મુંબઈ બહુરાષ્ટ્રીય કોર્પોરેશનો માટે તેમનું કામ કરવા માટે લોકપ્રિય સ્થળ છે. જો કે, સંસ્થાઓ અન્ય પોસાય તેવા સ્થળો જેમ કે હૈદરાબાદ, ચેન્નાઈ અને પૂણે પણ જોઈ રહી છે. કારણ કે મુંબઈમાં રહેવાની કિંમત ઘણી વધારે છે.

આ સર્વે માર્ચ 2022માં કરવામાં આવ્યો હતો. અને આ વર્ષના રેન્કિંગમાં 200 થી વધુ કોમોડિટીના ભાવની સરખામણી કરવામાં આવી છે, જેમાં આવાસ, પરિવહન, ખોરાક, કપડાં, ઘરગથ્થુ સામાન અને મનોરંજનનો સમાવેશ થાય છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

આ સિવાય તમને જણાવી દઈએ કે હવે સસ્તું ઘર ખરીદવું મોંઘું થઈ જશે. અહેવાલો કહે છે કે આ વર્ષે પ્રોપર્ટીની કિંમતો ઝડપથી વધી રહી છે, જેના કારણે પોસાય તેવા ઘરોનો યુગ સમાપ્ત થશે. જે ઘર પહેલા સસ્તામાં મળતું હતું, તેના માટે વધુ કિંમત ચૂકવવી પડશે. આ તમારા ઘરનું સપનું પૂરું કરવું મુશ્કેલ બનાવી શકે છે.

રોઇટર્સ પોલ પ્રોપર્ટી એનાલિસ્ટના મતે આ વખતે પ્રોપર્ટીના ભાવમાં વધારો 5 વર્ષમાં સૌથી વધુ હશે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ વર્ષે ઘરની સરેરાશ કિંમતમાં 7.5 ટકાનો વધારો થવાની ધારણા છે. ધારો કે જે ઘર પહેલા 30 લાખમાં મળતું હતું, આ વર્ષે તેની કિંમત 2.25 લાખ રૂપિયા સુધી વધી શકે છે. આના પરથી ખ્યાલ આવે છે કે આ વખતે ઘરની કિંમતો કેટલી આગળ વધી શકે છે. પ્રોપર્ટી એનાલિસ્ટનો રિપોર્ટ કહે છે કે દિલ્હી-NCR અને મુંબઈમાં પોસાય તેવા ઘરોની કિંમતમાં 4-5 ટકાનો વધારો થઈ શકે છે.

Next Article