Mumbai: મુંબઈમાં 40થી વધુ લોકોએ બે ડઝન વાહનોમાં કરી તોડફોડ, નોંધાયો કેસ

|

Apr 11, 2022 | 6:50 PM

રવિવારે મુંબઈના (Mumbai) માનખુર્દ વિસ્તારમાં ભારે તોડફોડ થઈ હતી. મુંબઈ પોલીસે અહીંના માનખુર્દ વિસ્તારમાં કાર અને ઓટો સહિત 20-25 વાહનોમાં તોડફોડ કરવા બદલ 40 થી વધુ અજાણ્યા લોકો વિરુદ્ધ FIR નોંધી છે.

Mumbai: મુંબઈમાં 40થી વધુ લોકોએ બે ડઝન વાહનોમાં કરી તોડફોડ, નોંધાયો કેસ
Image Credit Source: ANI

Follow us on

રવિવારે મુંબઈના (Mumbai) માનખુર્દ વિસ્તારમાં ભારે તોડફોડ થઈ હતી. મુંબઈ પોલીસે અહીંના માનખુર્દ (Mankhurd) વિસ્તારમાં કાર અને ઓટો સહિત 20-25 વાહનોમાં તોડફોડ કરવા બદલ 40 થી વધુ અજાણ્યા લોકો વિરુદ્ધ FIR નોંધી છે. એક અધિકારીએ જણાવ્યું કે, રવિવારે મોડી રાત્રે બનેલી આ ઘટનામાં એક વ્યક્તિ ઘાયલ પણ થયો છે. મુંબઈ પોલીસ કમિશનર સંજય પાંડે (CP Sanjay Pandey) સંયુક્ત પોલીસ કમિશનર (કાયદો અને વ્યવસ્થા) વિશ્વાસ નાંગરે પાટીલ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓએ સોમવારે સવારે ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી.

માનખુર્દ પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું હતું કે, 40 થી વધુ લોકો રવિવારે રાત્રે માનખુર્દમાં મ્હાડા કોલોની પહોંચ્યા હતા અને કથિત રીતે પાર્ક કરેલા વાહનો – ખાનગી કાર, ઓટો-રિક્ષા અને ટુ-વ્હીલર – પર તલવારો અને વાંસની લાકડીઓથી હુમલો કર્યો હતો. તેઓ નજીકના વિસ્તારના રહેવાસી હોવાની આશંકા છે.

જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું

સ્થિતિ નિયંત્રણમાં, પોલીસે અફવાઓથી દૂર રહેવા કરી અપીલ

માનખુર્દ પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું કે, આ ઘટનામાં અબ્દુલ્લા યાકુબ શેખ (32) નામનો વ્યક્તિ પણ ઘાયલ થયો છે. અધિકારીએ જણાવ્યું કે, માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને કેટલાક લોકોને કસ્ટડીમાં લીધા. તેમણે કહ્યું કે, આ ઘટના બાદ વિસ્તારમાં સ્થિતિ તંગ બની ગઈ હતી, પરંતુ પોલીસે તેને કાબૂમાં લાવી હતી. પોલીસે લોકોને સોશિયલ મીડિયા પર ફેલાતી અફવાઓ અને નકલી વીડિયો પર વિશ્વાસ ન કરવા વિનંતી કરી છે.

તલવારો સાથે આવ્યા હતા હુમલાખોરો

તે જ સમયે, માનખુર્દમાં તોડફોડના કારણે ઘણું નુકસાન થયું છે. એક પ્રત્યક્ષદર્શી અનીસ પાશાએ જણાવ્યું કે, હુમલાખોરો તલવારો લઈને આવ્યા હતા અને તેમાંથી મોટાભાગના નશામાં હતા. તેઓએ સ્થાનિક રહેવાસીને ખરાબ રીતે માર માર્યો હતો. આ ઘટનામાં મારા ત્રણ વાહનોને પણ નુકસાન થયું હતું. અધિકારીએ જણાવ્યું કે, પ્રાથમિક માહિતીના આધારે માનખુર્દ પોલીસે તોફાનો અને આર્મ્સ એક્ટની કલમો હેઠળ અજાણ્યા લોકો વિરુદ્ધ FIR નોંધી છે.

આ પણ વાંચો: NATA 2022 Registration: આર્કિટેક્ચરમાં નેશનલ એપ્ટિટ્યુડ ટેસ્ટ માટેની અરજી પ્રક્રિયા શરૂ, જાણો કેવી રીતે કરવી અરજી

આ પણ વાંચો: લોકરક્ષક દળની ભરતી પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, કોઈપણ પ્રકારની ગેરરીતિ સામે આવી નથી: હસમુખ પટેલ

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો- 

Next Article