Mob lynching : રાયગઢમાં ઢોરની ચોરીના આરોપમાં ઢોર મારથી એકનુ મોત, બેની ધરપકડ

|

May 16, 2022 | 12:59 PM

રાયગઢમાં 7 મેના રોજ ટોળાએ પશુ ચોરીના આરોપમાં એક વ્યક્તિને માર માર્યો હતો. તે જ સમયે તેના બે સાથીઓ પોતાનો જીવ બચાવીને ભીડમાંથી નાસી છૂટ્યા હતા. આ પછી પોલીસે બંનેની ધરપકડ કરીને જેલ મોકલી દીધા હતા.

Mob lynching : રાયગઢમાં ઢોરની ચોરીના આરોપમાં ઢોર મારથી એકનુ મોત, બેની ધરપકડ
Symbolic Image

Follow us on

એક અઠવાડિયા પહેલા, મહારાષ્ટ્રના રાયગઢના (Raigarh) રાવલેમાં એક 35 વર્ષીય મુંબ્રા રહેવાસીને ટોળાએ માર મારીને હત્યા કરી નાખી. આ સાથે આ વ્યક્તિના બે સાથીદારોને પણ ઢોરની ચોરી (Cattle Theft) કરવાનો પ્રયાસ કરવાના આરોપમાં માર મારવામાં આવ્યો હતો. આ સમગ્ર મામલો રવિવારે સામે આવ્યો હતો. ત્રણેય મારુતિ રિટ્ઝ કારમાં સ્થળ પર પહોંચ્યા હતા. લગભગ 60 સ્થાનિકોના ટોળાએ તેને લાકડીઓ વડે માર માર્યો અને તેની કારને આગ ચાંપી દીધી હતી. ઘટના બાદ ઘણા સ્થાનિક લોકો પોલીસથી  (Maharashtra Police) બચવા માટે તેમના ગામ છોડીને ભાગી ગયા હતા.

સૂત્રોએ જણાવ્યું હતું કે સ્થાનિક લોકોને નિર્જન ડેમની આસપાસ ઢોર જોવા મળ્યા હતા. જ્યાં ત્રણેય 7 મેના રોજ સવારે 9 વાગ્યાની આસપાસ પહોંચ્યા હતા. શું થઈ રહ્યું છે તે જોવા માટે થોડી જ વારમાં ગ્રામજનો મોટી સંખ્યામાં પહોંચી ગયા. તેઓએ ત્રણેયને લાતો અને મુક્કાથી મારવાનું શરૂ કર્યું. આ મામલે ત્રણ FIR નોંધવામાં આવી છે. માનગાંવ પોલીસ ઈન્સ્પેક્ટર રાજેન્દ્ર પાટીલે જણાવ્યું કે હત્યા અને અન્ય આરોપો માટે એફઆઈઆરમાં અત્યાર સુધીમાં 13 લોકોના નામ આપવામાં આવ્યા છે. છ લોકોની ધરપકડ કરીને સોમવાર સુધી પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે.

પોલીસ ભીડ પર કાબૂ મેળવી શકી ન હતી

7 મેના રોજ રાયગઢના રાવલે ખાતે મુંબ્રાના ત્રણ શંકાસ્પદ પશુ ચોરો પર 60 લોકોના ટોળાએ હુમલો કર્યો હતો. તેમાંથી એકનું મોત થયું હતું. બાકીના બે લોકોની ગાય ચોરીના ગુનામાં ધરપકડ કરવામાં આવી છે. જ્યારે પોલીસ માનગાંવ પોલીસ સ્ટેશનથી સ્થળ પર પહોંચી ત્યારે મુંબ્રાના રહેવાસીઓની કાર બળીને ખાખ થઈ ગઈ હતી. દરમિયાન, બે ઇજાગ્રસ્ત પીડિતો ભીડમાંથી ભાગીને કોઈક રીતે પાલી નજીક પહોંચી ગયા હતા. પોલીસની ટીમ ભીડને કાબૂમાં રાખવામાં અસમર્થ રહી હતી. તે જ સમયે, પોલીસે ગંભીર રીતે ઘાયલ ઇન્તેઝાર અલી શેખને પાલી હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. બાદમાં તેને અલીબાગની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેનું મોત નીપજ્યું હતું.

મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો

મૃતક સામે 17થી વધુ કેસ નોંધાયા હતા

શેખ સામે પશુઓની ચોરી અને હત્યા કરવાના 17 થી વધુ કેસ નોંધાયેલા છે. તેના સહયોગીઓ સામે પણ આવા જ કેસ હતા. ઘટનાસ્થળે ચોરી કરેલી કેટલીક ગાયો અને બળદ જપ્ત કરવામાં આવ્યા હતા. ત્રણેય સામે સ્થાનિક લોકોની ફરિયાદના આધારે શેખના સાથીદારોને પશુ ચોરીના કેસમાં આરોપી બનાવી ધરપકડ કરવામાં આવી હતી. મેજિસ્ટ્રેટે બંનેને કસ્ટડીમાં મોકલી દીધા છે.

 

Published On - 12:29 pm, Mon, 16 May 22

Next Article