Mumbai Lockdown Updates: મુંબઈમાં 2 દિવસ ખુલ્યા બાદ ફરી બંધ થયા મોલ, તેની પાછળ આ કારણ છે ચોંકાવનારું!

16 ઓગસ્ટના રોજ આવેલા રાજ્ય સરકારના નોટિફિકેશનની શરતો ખૂબ જ કડક રાખવામાં આવી હતી. નોટિફિકેશનમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે તમામ સ્ટાફ માટે સંપૂર્ણ રસીકરણ કરવું જરૂરી છે એટલું જ નહીં, બીજા ડોઝ પછી 14 દિવસ થયા છે તેની ખાતરી કરવી પણ જરૂરી છે. આવી સ્થિતિમાં મોલના માલિકો અને સંચાલકોએ હાલ માટે મોલ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.

Mumbai Lockdown Updates: મુંબઈમાં 2 દિવસ ખુલ્યા બાદ ફરી બંધ થયા મોલ, તેની પાછળ આ કારણ છે ચોંકાવનારું!
પ્રતીકાત્મક તસ્વીર

રાજ્યમાં તમામ મોલને 15 ઓગસ્ટથી રાત્રે 10 વાગ્યા સુધી ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. પરંતુ અનલોક શરૂ થયાના માત્ર બે દિવસ પછી મુંબઈમાં મોલ બંધ થવા લાગ્યા છે. મોટાભાગના મોટા મોલ કોઈક રીતે બે દિવસ માટે ખુલ્યા પરંતુ પછી મંગળવારે બંધ કરી દેવામાં આવ્યા છે. કારણ એ છે કે રાજ્ય સરકારની શરત છે કે તમામ સ્ટાફને સંપૂર્ણ રસી આપવામાં આવે. એટલે કે, તમામ કર્મચારીઓ માટે જરૂરી છે કે તેઓએ રસીના બંને ડોઝ લીધા હોય.

 

એક મીડિયા રિપોર્ટ અનુસાર ઘણા મોલ્સના માલિકો અને સંચાલકોનું કહેવું છે કે મુંબઈ મ્યુનિસિપલ કમિશનર ઈકબાલ સિંહ ચહલે તેમને મૌખિક ખાતરી આપી હતી જે પૂરી થઈ નથી. કમિશનરે કહ્યું હતું કે આવા સ્ટાફને પણ કામ કરવાની મંજૂરી આપવામાં આવશે, જેમણે રસીનો ઓછામાં ઓછો એક ડોઝ લીધો હોય.

 

પરંતુ રાજ્ય સરકારની જે સૂચના 16 ઓગસ્ટે આવી હતી, તેની શરતો ખૂબ જ કડક રાખવામાં આવી હતી. નોટિફિકેશનમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે તમામ સ્ટાફ માટે સંપૂર્ણ રસીકરણ કરવું જરૂરી છે એટલું જ નહીં બીજા ડોઝ પછી 14 દિવસ પસાર થયા છે તેની ખાતરી કરવી પણ જરૂરી છે. આવી સ્થિતિમાં મોલના માલિકો અને સંચાલકોએ હાલ માટે મોલ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.

 

Inorbit, Infinity, R City, Phoenix જેવા મોલ્સ બંધ

ગ્રાહકોને હેરાની ત્યારે થઈ જ્યારે તેઓ મલાડનાInorbit અને Infinity મોલમાં પહોંચ્યા અને જોયું કે તેઓ બંધ પડેલા છે. એ જ રીતે, કાંદિવલીમાં ગ્રોવર 101 અને ઘાટકોપરમાં આર સિટી જેવા મોલ પણ બંધ છે. એ જ રીતે, લોઅર પરેલમાં ફોનિક્સ મોલ પણ મંગળવારે બંધ જોવા મળ્યો હતો. જો કે, જ્યારે થાણેની વાત આવે છે, ત્યારે વિવિયાના મોલ અને કોરમ મોલ અહીં ખુલ્લા છે.

 

મોલના માલિકો અને સંચાલકો શું કહે છે?

શોપિંગ સેન્ટર્સ એસોસિયેશન ઓફ ઈન્ડિયા દ્વારા એક નિવેદન જાહેર કરીને કહેવામાં આવ્યું છે કે નિયમો દ્વારા લાદવામાં આવેલી શરતોને પગલે મોલ ખોલવાનું શક્ય નથી. તેમનું કહેવું છે કે તમામ કર્મચારીઓને સંપૂર્ણ રસીકરણ કરવામાં ઓછામાં ઓછા એક મહિનાનો સમય લાગશે. તે પણ ત્યારે જ્યારે રસી સરળતાથી ઉપલબ્ધ હોય. નહિંતર, જ્યાં સુધી તમામ સ્ટાફ બીજો ડોઝ ન લે અને 14 દિવસ વીતી જાય ત્યાં સુધી મોલ બંધ કરવાની ફરજ પડશે.

 

મોલના માલિકો અને સંચાલકોનું કહેવું છે કે તેમનો મોટાભાગનો સ્ટાફ 45 વર્ષથી નીચેનો છે. 18થી 44 વર્ષની વયના લોકો માટે રસીકરણ મે મહિનાથી શરૂ થયું છે. આ પછી રસીના અભાવે આ અભિયાન પણ બંધ થઈ ગયું. કેન્દ્ર સરકારે પણ બે ડોઝ વચ્ચેનું અંતર વધારીને 30થી 45 દિવસ કરી દીધું. આ કારણે મોટાભાગનો સ્ટાફ માત્ર એક જ ડોઝ લઈ શક્યો છે.

 

આ રીતે તમામ સ્ટાફની ડબલ ડોઝ પૂર્ણતા સપ્ટેમ્બરના અંત સુધીમાં જ શક્ય બનશે. તેઓ એવી પણ દલીલ કરે છે કે જો બહાર જતા વિદ્યાર્થીઓ માટે બે ડોઝ વચ્ચેનો તફાવત ઘટાડી શકાય છે તો પછી ધંધાદારી કે નોકરી કરતા લોકો માટે બે ડોઝ વચ્ચેનું અંતર કેમ ઘટાડી શકાતું નથી. હાલમાં મોલના માલિકો અને સંચાલકોની માંગ છે કે વહીવટીતંત્રે સિંગલ ડોઝ સ્ટાફ સાથે પણ મોલ ખોલવાની મંજૂરી આપવી જોઈએ.

 

આ પણ વાંચો: અફઘાનિસ્તાનમાં તાલિબાનને કમજોર કરવાની કોશિશ, કેન્દ્ર બેંકમાં રાખેલા પૈસા કર્યા જપ્ત

 

આ પણ વાંચો: Rain Alert: મહારાષ્ટ્રમાં ફરી શરૂ થયો વરસાદ, મુંબઈથી લઈ મરાઠવાડા સુધી ભાર વરસાદની હવામાન વિભાગની આગાહી

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati