MUMBAI : જલ્દી જ શરૂ થશે લોકલ ટ્રેન, માત્ર આ લોકોને જ મળશે યાત્રા કરવાની છૂટ

|

Jul 10, 2021 | 6:14 PM

Mumbai Local : મુંબઇગરો દ્વારા સતત સવાલો ઉભા કરવામાં આવે છે કે કોરોના નિયંત્રણમાં છે તો મુંબઈ લોકલ સામાન્ય મુસાફરો માટે કેમ શરૂ કરવામાં નથી આવતી? પ્રતિબંધો અને નિયમોમાં શા માટે છૂટછાટ આપવામાં આવી નથી?

MUMBAI : જલ્દી જ શરૂ થશે લોકલ ટ્રેન, માત્ર આ લોકોને જ મળશે યાત્રા કરવાની છૂટ
Mumbai local will start soon for common passengers

Follow us on

MUMBAI : મુંબઈની જીવાદોરી (LIFE LINE) કહેવાતી લોકલ ટ્રેન સેવા કોરોનાને ધ્યાનમાં રાખીને સામાન્ય લોકો માટે બંધ કરી દેવામાં આવી છે. મુંબઈ લોકલ (Mumbai Local) ટ્રેન બંધ હોવાને કારણે નાગરિકોને ગમે તે સ્થળે આવવા-જવામાં મુસાફરી કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, તેમ જ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થઈ રહ્યો છે, જેને કારણે જાહેર પરિવહનનું ભાડુ પણ વધી રહ્યું છે. આથી ભાડાબ કારણે તેમના દિવસના ખર્ચ પર પણ મોટી અસર થઇ રહી છે. પરંતુ હવે જલ્દી જ મુંબઈ લોકલ સેવા શરૂ તવા જઈ રહી છે.

ક્યારે શરૂ થશે મુંબઈ લોકલ ?
મુંબઈમાં કોરોનાની બીજી લહેર પછી લાગુ કરવામાં આવેલા પ્રતિબંધો અને નિયમો હજી પણ યથાવત છે. કોરોનાની બીજી લહેર નિયંત્રણમાં આવી હોવા છતાં, નિયમો હળવા કરવામાં આવ્યા નથી.મુંબઇગરો દ્વારા સતત સવાલો ઉભા કરવામાં આવે છે કે કોરોના નિયંત્રણમાં છે તો મુંબઈ લોકલ (Mumbai Local) સામાન્ય મુસાફરો માટે કેમ શરૂ કરવામાં નથી આવતી? પ્રતિબંધો અને નિયમોમાં શા માટે છૂટછાટ આપવામાં આવી નથી? પ્રતિબંધો અને નિયમોમાં શા માટે છૂટછાટ આપવામાં આવી નથી?

15 જુલાઈએ BMCની મહત્વપૂર્ણ બેઠક
મુંબઈ લોકલ (Mumbai Local) શરૂ કરવા સહીતની મુંબઈગરોની આ વધતી માંગને ધ્યાનમાં રાખીને બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) એક મહત્વપૂર્ણ નિર્ણય લેવા જઈ રહી છે. આ સંદર્ભે આગામી 15 મી જુલાઈએ એક મહત્વપૂર્ણ બેઠક યોજાનાર છે.આ મીટીંગમાં મુંબઇ લોકલ શરૂ કરવા સહિતના મુંબઇગરો માટે અન્ય નિયંત્રણો અને નિયમોમાં છૂટછાટની પણ જાહેરાત કરવામાં આવી શકે છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

માત્ર આ લોકોને જ મળી શકે છે યાત્રાની મંજુરી
મુંબઈમાં હાલ કોરોના સંક્રમણ નિયંત્રણમાં છે. આમ છતાં રાજ્ય સરકાર કોરોના વાયરસની ત્રીજી લહેર (Third Wave of Corona) ના ડરને કારણે પ્રતિબંધ હટાવવામાં અચકાઈ રહી છે. આ કારણોસર મુંબઈ લોકલ (Mumbai Local) અને અન્ય સેવાઓ સામાન્ય લોકો માટે બંધ છે. હવે જયારે મુંબઈ લોકલ શરૂ તહી રહી છે, તો આમાં જે વ્યક્તિના બંને ડોઝનું રસીકરણ પૂર્ણ થઇ ચુક્યું છે, તેમણે જ યાત્રા કરવાની મંજુરી મળી શકે છે.

આ પણ વાંચો : CORONA : કોવીડ નિયમોનો ભંગ કરનારા આ દૃશ્યો બની શકે છે ત્રીજી લહેરના આગમનનું મોટું કારણ 

 

Next Article