Mumbai: મુંબઈ વરસાદમાં પલળતું જોવા મળ્યું દીપડાનુ બચ્ચું, રેસ્ક્યુ બાદ ધાબળામાં ફરમાવી રહ્યું છે આરામ, જુઓ Video

|

Sep 29, 2021 | 1:08 PM

આરે એ મુંબઈનો એક વિસ્તાર છે જ્યાં વિશાળ લીલોતરી છવાયેલી છે અને વિવિધ પ્રકારના પ્રાણીઓ અને પક્ષીઓનું ઘર છે.

Mumbai: મુંબઈ વરસાદમાં પલળતું જોવા મળ્યું દીપડાનુ બચ્ચું, રેસ્ક્યુ બાદ ધાબળામાં ફરમાવી રહ્યું છે આરામ, જુઓ Video

Follow us on

એક દીપડાનું બચ્ચું મંગળવારની સાંજે મુંબઈના એક રસ્તા પર વરસાદમાં ચાલતું જોવા મળ્યું હતું. પોતાની માતાની વિખૂટું પડી ગયેલું બચ્ચું આશ્રય લેવામાં અહી-તહી ભટકી રહ્યું હતું અને કાર શેડમાં પ્રવેશવા કોશિશ કરી રહ્યું હતું. તેના શરીર પર ભીની માટી જોઈ શકાતી હતી. દીપડાના બચ્ચાને જોઈને કેટલાક લોકોએ એનિમલ રેસ્ક્યુ કરતાં લોકોનો સંપર્ક કર્યો. તેઓએ બચ્ચાનું રેસ્ક્યુ કરીને સલામત જગ્યાએ ખસેડી ગયા.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

જે રીતે ફોટોમાં જોઈ શકાય છે તે રીતે પ્રાણી બચાવ કર્મચારીઓ બચ્ચાને ગરમ ધાબળામાં લપેટયું છે. સ્થાનિકોએ જણાવ્યું હતું કે કેટલાક પોલીસ અધિકારીઓ પણ મદદે આવ્યા હતા અને શક્ય તેટલી મદદ પણ કરી હતી. અને રેસ્ક્યુ ટીમે શેર કરેલા એક ફોટોમાં એક ધાબળામાં વીંટાળેલું બચ્ચું એકદમ શાંત નજરે ચડતું હતું.

 

આરે એ મુંબઈનો એક વિસ્તાર છે જ્યાં વિશાળ લીલોતરી છવાયેલી છે અને વિવિધ પ્રકારના પ્રાણીઓ અને પક્ષીઓનું ઘર છે. આર્થિક રાજધાની મુંબઈની બચેલી છેલ્લી લીલી જગ્યાઓમાંની આ એક છે

ગયા વર્ષે સપ્ટેમ્બરમાં, મહારાષ્ટ્ર સરકારે ઉપનગરીય મુંબઈમાં સંજય ગાંધી નેશનલ પાર્કની નજીક, આરેમાં 600 એકર જમીનને જંગલ તરીકે આરક્ષિત અને વિસ્તારનું સંરક્ષણ કરવાનો નિર્ણય કર્યો હતો.

આરેમાં પ્રસ્તાવિત કાર શેડને કારણે પર્યાવરણીય કાર્યકરો અને તત્કાલીન ભાજપ શાસિત મહારાષ્ટ્ર સરકાર વચ્ચે કડવાશ સર્જાઈ હતી, જે શેડ બનાવવા માટે 2,700 વૃક્ષો કાપવા માંગતી હતી.

દીપડાઓ એપાર્ટમેન્ટમાં ભટકી ગયા હોવાની ઘટનાઓ મુંબઈની હદમાં ઘણી વખત નોંધાઈ છે. પર્યાવરણવાદીઓ દીપડાઓ અને અન્ય પ્રાણીઓના નિવાસસ્થાનમાં કારણ વગરના વિકાસને દોષ આપે છે.

આ પણ વાંચો: સિદ્ધુએ રાજીનામા બાદ તોડ્યુ મૌન, કહ્યું હંમેશા હક્ક માટે લડયો, માત્ર પંજાબની ચિંતા કરી

આ પણ વાંચો: RR vs RCB Head to Head Records: કોના મા કેટલો છે દમ, જાણો રાજસ્થાન અને બેંગ્લોર વચ્ચે હેડ ટુ હેડ

Next Article