MUMBAI : મહારાષ્ટ્ર સરકારે Ganesh Utsav ની ગાઈડલાઈન જાહેર કરી, જાણો શું શું નિર્દેશો આપ્યાં

|

Jun 29, 2021 | 10:39 PM

Ganesh Utsav 2021 Guideline : મહારાષ્ટ્ર સરકારે ગણેશ ઉત્સવ (Ganesh Utsav 2021)ને લગતા નિયમો જાહેર કર્યા છે. અત્યાર સુધી સુધી ગાઈડલાઈન જાહેર ણ થવાના કારણે મૂર્તિ બનાવનારોના મનમાં મૂર્તિની ઉંચાઈ અંગે અસ્પષ્ટતા રહેતી હતી.

MUMBAI : મહારાષ્ટ્ર સરકારે Ganesh Utsav ની  ગાઈડલાઈન જાહેર કરી, જાણો શું શું નિર્દેશો આપ્યાં
FILE PHOTO

Follow us on

MUMBAI : દેશમાં હાલ કરોનાની બીજી લહેરમાં નવા કેસો અને મૃત્યુ ઓછા થયા છે, પણ આ બીજી લહેર હજી પુરી થઇ નથી. હજી પણ રાજ્યોએ સાવધાની રાખવાની જરૂર છે. ખાસ કરીને મહારાષ્ટ્ર જેવા રાજ્યો કે જ્યાં સૌથી વધુ કેસો નોંધાયા હતા. કોરોનાકાળમાં સોશિયલ ડિસ્ટન્સ જાળવવું મહત્વનું બની રહે છે. આથી દરેક ઉત્સવો પર સરકાર ગાઈડલાઈન બહાર પડે છે અને જે-તે ઉત્સવોને કોરોનાકાળમાં સાવધાની સાથે કેવી રીતે ઉજવવા તેના નિર્દેશો આપે છે. મહારાષ્ટ્ર સરકારે પણ ગણેશ ઉત્સવ (Ganesh Utsav 2021)ને અનુલક્ષીને ગાઈડલાઈન બહાર પાડી છે.

મૂર્તિની ઉંચાઈ 2 થી 4 ફૂટ જ રાખી શકાશે
ગણેશ ઉત્સવ અંગે મહારષ્ટ્ર સરકારે બહાર પાડેલી ગાઈડલાઈન (Ganesh Utsav 2021 Guideline) માં સરકારે મૂર્તિની ઉંચાઈ અંગે મર્યાદા બાંધી દીધી છે. આ ગાઈડલાઈન મુજબ સાર્વજનિક પંડાલોમાં 4 ફૂટ ઉંચી મૂર્તિ અને ઘરમાં 4 ફૂટ ઉંચી મૂર્તિની સ્થાપના કરવાની રહેશે.

અત્યાર સુધી સુધી ગાઈડલાઈન જાહેર ન થવાના કારણે મૂર્તિ બનાવનારોના મનમાં મૂર્તિની ઉંચાઈ અંગે અસ્પષ્ટતા રહેતી હતી.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

મૂર્તિની ઉંચાઈની મર્યાદા દુર કરવાની માંગ
ગણેશ ઉત્સવ (Ganesh Utsav 2021)ની ગાઈડલાઈન અંગે વિરોધ પર શરૂ થઇ ગયો છે. મૂર્તિકરો અને જાહેર ગણેશોત્સવ મંડળોએ રાજ્ય સરકારને આ વખતે મૂર્તિઓની ઉંચાઈ પર કોઈ મર્યાદા નક્કી ન કરવાની માંગ કરી છે.

ગયા વર્ષે પણ રાજ્ય સરકારે ગણેશોત્સવને સાદગીથી ઉજવવાનું કહ્યું હતું અને 4 ફૂટથી વધુ ઉંચાઈની મૂર્તિઓની સ્થાપના કરવા પર રોક લગાવી હતી.

આ વખતે તેઓએ રાજ્ય સરકાર પાસેથી અપેક્ષા રાખી હતી કે આ મર્યાદા દૂર કરવામાં આવશે.પરંતુ આવું બન્યું નહીં. નવા નિયમોમાં પણ 4 ફૂટથી વધુ ઉંચી મૂર્તિઓના સ્થાપન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

મહારષ્ટ્ર સરકારના ગૃહ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી ગણેશ ઉત્સવ (Ganesh Utsav 2021)ની ગાઈડલાઈનના મુખ્ય મુદ્દા

1) ગણેશોત્સવને લગતી પરવાનગી લેવી જરૂરી છે.

2) કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને, ગણેશોત્સવ સાદગી સાથે ઉજવવો જોઈએ.

3) સાર્વજનિક ગણેશ મૂર્તિઓ 4 ફૂટથી વધુ ન હોવી જોઈએ અને ઘરમાં 2 ફૂટથી વધુ ઉંચાઈની મૂર્તિ ન હોવી જોઈએ.

4) કૃત્રિમ તળાવમાં મૂર્તિની વિસર્જન કરવું જોઈએ, શક્ય હોય તો માટીની મૂર્તિઓ બનાવવી જોઈએ.

5) શક્ય હોય ત્યાં સુધી પંડાલમાં ભીડ ભેગી કરવી નહીં. આરતી, ભજન, કીર્તન દરમિયાન ભીડ ટાળવી.

6) આ પ્રસંગે સાંસ્કૃતિક કાર્યક્રમોને બદલે આરોગ્ય સંબંધિત કાર્યક્રમો યોજવા જોઈએ.

7) ભક્તોની ભીડ વધે નહીં તે ધ્યાનમાં રાખીને ઓનલાઇન દર્શનની વ્યવસ્થા કરો.

8) ગણેશ પંડાલોમાં સેનિટાઈઝિંગ અને થર્મલ સ્ક્રિનિંગ માટેની પૂરતી વ્યવસ્થા કરવી.

 

Next Article