Mumbai: સેન્ટ્રલ રેલ્વેની પહેલ, આ 6 રેલવે સ્ટેશનો પર શરૂ થશે નવા EV ચાર્જીંગ સ્ટેશન

|

Jun 07, 2022 | 11:24 PM

કુર્લા, LTT, ભાંડુપ અને કલ્યાણની બહારના ચાર્જિંગ સ્ટેશનો જુલાઈથી કાર્યરત થશે. આ દરમિયાન પનવેલ અને દાદર રેલ્વે સ્ટેશનો પર ચાર્જિંગ સ્ટેશન અને પોઈન્ટ સ્થાપિત કરવાનું કામ ચાલી રહ્યું છે.

Mumbai: સેન્ટ્રલ રેલ્વેની પહેલ, આ 6 રેલવે સ્ટેશનો પર શરૂ થશે નવા EV ચાર્જીંગ સ્ટેશન
EV Charging Station (Symbolic Image)

Follow us on

મધ્ય રેલવે (Central Railway)મુંબઈના છ ઉપનગરીય રેલવે સ્ટેશનો પર નવા EV ચાર્જિંગ સેલ શરૂ કરવાનો નિર્ણય લીધો છે. સમગ્ર શહેરમાં ઈલેક્ટ્રિક વાહનો (EVs)ની સંખ્યામાં વધારો થવાને કારણે આ પગલું લેવામાં આવ્યું છે. આ ઉપરાંત તે EVsને પ્રોત્સાહન આપશે. કુર્લા, લોકમાન્ય તિલક ટર્મિનસ (LTT), ભાંડુપ, કલ્યાણ, પનવેલ અને દાદર રેલ્વે સ્ટેશનો પર ચાર્જિંગ પોઈન્ટ સ્થાપિત કરવામાં આવશે. હાલમાં છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT), પરેલ અને ભાયખલા રેલ્વે સ્ટેશનો પર કાર્યરત વાહન ચાર્જિંગ પોઈન્ટ છે.

જુલાઈથી થશે કાર્યરત

કુર્લા, LTT, ભાંડુપ અને કલ્યાણની બહારના ચાર્જિંગ સ્ટેશનો જુલાઈથી કાર્યરત થશે. આ દરમિયાન પનવેલ અને દાદર રેલ્વે સ્ટેશનો પર ચાર્જિંગ સ્ટેશન અને પોઈન્ટ સ્થાપિત કરવાનું કામ ચાલી રહ્યું છે. CSMTમાં ઈલેક્ટ્રિક વાહન માટે ચાર્જિંગ દર ₹18 પ્રતિ KWh છે અને વાહનને ચાર્જ કરવામાં લગભગ 45 મિનિટ લાગે છે. આ દરમિયાન 9 મેના રોજ મુંબઈના હાજી અલી વિસ્તારમાં ભારતના પ્રથમ બાયોગેસ સંચાલિત ઈલેક્ટ્રિક વાહન ચાર્જિંગ સ્ટેશનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. દેશમાં આ પ્રકારનો આ પહેલો પ્રોજેક્ટ છે, જેમાં ખાદ્યપદાર્થોના કચરાનો ઉપયોગ કરીને તેને ઊર્જામાં રૂપાંતરિત કરવામાં આવે છે.

આ પ્રોજેક્ટ BMCના ડી વોર્ડ અને એરોકેર ક્લીન એનર્જી વચ્ચેનું સંયુક્ત સાહસ છે. હાજીઅલી વિસ્તારના કેશવરાવ ખાડે માર્ગ પર કોર્પોરેશને વેસ્ટ ફૂડમાંથી વીજ ઉત્પાદનનો પ્રોજેક્ટ સ્થાપ્યો છે. આ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન સપ્ટેમ્બર 2021માં આદિત્ય ઠાકરે દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યારથી, વીજળી ઉત્પન્ન કરવા માટે 1.5 લાખ કિલોગ્રામથી વધુ નકામા ખોરાકની પ્રક્રિયા કરવામાં આવી છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

પ્રોજેક્ટમાંથી ઉત્પન્ન થતી વીજળીનો ઉપયોગ હવે ઇલેક્ટ્રિક વાહનો માટે કરવામાં આવી રહ્યો છે. આ વીજ ઉત્પાદન પ્રોજેક્ટના સંબંધમાં ઈલેક્ટ્રિક વ્હીકલ ફાસ્ટ ચાર્જિંગ સ્ટેશનની સ્થાપના કરવામાં આવી છે. આ સ્થાન પર બે ચાર્જિંગ પોઈન્ટ છે, એટલે કે બે વાહનો એક જ સમયે અને વધુ ઝડપે ચાર્જ કરી શકાય છે.

બેસ્ટનો ઈલેક્ટ્રિક ચાર્જીંંગ સ્ટેશનને લઈને સર્વે

વધુમાં બૃહન્મુંબઈ ઈલેક્ટ્રિક સપ્લાય એન્ડ ટ્રાન્સપોર્ટ (BEST)એ તાજેતરમાં જ મુંબઈભરમાં તેના 55 સ્થળોની ઓળખ કરી છે, જેમાં બસ સ્ટોપ, બસ સ્ટેન્ડ અને બસ ડેપોનો સમાવેશ થાય છે, જ્યાં તેમની પાસે ચાર્જ કરવા માટે પૂરતી જગ્યા છે. બસ સ્ટોપ અને સ્ટેન્ડ પર ચાર્જિંગ સ્ટેશન સ્થાપવાની બેસ્ટની યોજના તેના કાફલામાં વધુ ઈલેક્ટ્રિક બસો દાખલ કરવાના નિર્ણય સાથે સુસંગત છે. વધુમાં બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) શહેરમાં બની રહેલી નવી ઈમારતોમાં ઈલેક્ટ્રિક વ્હીકલ (EV) ચાર્જિંગ પોઈન્ટ ફરજિયાત બનાવવા માંગે છે.

Next Article