Mumbai Building Collapse: મુંબઈના કાંદિવલીમાં ઈમારત ધરાશાયી થતાં માસુમનું મોત, એક જ પરિવારના ચાર સભ્યો ગંભીર રીતે ઘાયલ

|

Mar 26, 2022 | 11:51 PM

શનિવારે ચૉલમાં એક મકાન અચાનક ધરાશાયી થયું હતું. ઘરના મોટાભાગના લોકો અંદર હાજર હતા. તેઓ કાટમાળમાં દટાયા હતા. મકાન ધરાશાયી થવાના કારણે પરિવારના તમામ સભ્યો ગંભીર રીતે ઘાયલ થયા છે.

Mumbai Building Collapse: મુંબઈના કાંદિવલીમાં ઈમારત ધરાશાયી થતાં માસુમનું મોત, એક જ પરિવારના ચાર સભ્યો ગંભીર રીતે ઘાયલ
Mumbai Building Collapse

Follow us on

મહારાષ્ટ્રની (Maharashtra) રાજધાની મુંબઈના કાંદિવલી વિસ્તારમાં એક ઈમારત ધરાશાયી  (Mumbai building collapse) થવાને કારણે એક માસૂમનું દુઃખદ (Child death) મૃત્યુ થયું છે. બાળકના મોત સાથે એક જ ઘરના વધુ ચાર લોકો ઘાયલ થયા છે. આ ઈમારત એક ચૉલમાં આવેલી હતી. શનિવારે આ ચૉલમાં એક મકાન અચાનક ધરાશાયી થયું હતું. ઘરના મોટાભાગના લોકો અંદર હાજર હતા. તેઓ કાટમાળમાં દટાયા હતા. ઘરમાં બે નાના બાળકો, બે મહિલાઓ અને એક છોકરો હાજર હતા. મકાન ધરાશાયી થવાના કારણે પરિવારના તમામ સભ્યો ગંભીર રીતે ઘાયલ થયા છે.

આમાંથી એક બાળકને ગંભીર ઈજા થઈ હતી અને અકસ્માત બાદ તેની હાલત ગંભીર હોવાનું જણાવવામાં આવ્યું હતું. તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પરંતુ સારવાર દરમિયાન તે માસૂમ બાળકનું ટૂંક સમયમાં મોત નિપજ્યું હતું. મહાનગર પાલિકાની બેદરકારીને બાળકના મોતનું કારણ જણાવવામાં આવી રહી છે. બાળકના મોતથી પરિવારમાં શોકનો માહોલ છે. આ દરમિયાન બાકીના ચાર લોકો પણ ગંભાર રીતે ઘાયલ છે. તેમને પણ નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

ક્ષણભરમાં કશું જ બાકી ન રહ્યું, આખરે આ ઘર અચાનક કેવી રીતે તૂટી પડ્યું?

આ અકસ્માત મુંબઈના પશ્ચિમ ઉપનગર કાંદિવલી પશ્ચિમમાં થયો હતો. કાંદિવલી પશ્ચિમના ઈસ્લામ કમ્પાઉન્ડમાં ઉત્તર ભારતીય સેવા સંઘની ચૉલમાં વન પ્લસ વન (ગ્રાઉન્ડ ફ્લોર અને તેની ઉપર વધુ એક માળ) બનેલું મકાન અચાનક ધરાશાયી થઈ ગયું. જ્યાં આ મકાન છે ત્યાં જેસીબીની મદદથી ગટર ખોદવાનું કામ શરૂ કરાયું છે. તે દરમિયાન આ અકસ્માત થયો હતો. આથી આમાં મહાનગરપાલિકાની બેદરકારીને જવાબદાર ગણવામાં આવી રહી છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

અકસ્માત બાદ આસપાસના વિસ્તારમાં એકાએક અરેરાટી ફેલાઈ ગઈ હતી. પોલીસને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી. માહિતી મળતા જ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. રાહત કાર્ય શરૂ થયું હતું. કાંદિવલી પોલીસ આ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે.

કોન્ટ્રાક્ટરને પોલીસે કસ્ટડીમાં લીધો, કેવું કામ કર્યું કે મકાન ધરાશાયી થયું?

આ વિસ્તારના કોર્પોરેટર કમલેશ યાદવે આ દુર્ઘટના માટે BMCને જવાબદાર ઠેરવ્યું છે. આ દુર્ઘટના BMCની બેદરકારીના કારણે થઈ છે, આ આરોપ કમલેશ યાદવે લગાવ્યો છે. આ અકસ્માતના કારણે આ મકાનમાં રહેતો પરિવાર અચાનક રસ્તા પર આવી ગયો છે. પરિવારમાં બાળકનું મોત અને માથા ઉપરની છત ગાયબ થવાથી પરિવાર પર સંકટનો પહાડ સર્જાયો છે. આ અકસ્માત બાદ પોલીસે BMCના કોન્ટ્રાક્ટરની અટકાયત કરી છે. જે તે કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી થાય છે કે કેમ તે જોવું અગત્યનું રહેશે.

આ પણ વાંચો :  મહારાષ્ટ્રના કોંકણ પટ્ટામાં આગામી બે દિવસ સુધી કમોસમી વરસાદની આગાહી, બાકીના ભાગોમાં તાપમાન વધશે

Next Article