Mumbai : માયાનગરીમાં આસમાની આફત,ભારે વરસાદને કારણે ચેમ્બુર અને વિક્રોલીમાં થયેલી દુર્ઘટનામાં 15 લોકોનાં મોત

|

Jul 18, 2021 | 9:48 AM

માયાનગરી મુંબઈમાં છેલ્લા ત્રણ દિવસથી અવિરત ભારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે આજે આજે ભારે વરસાદને પગલે મુંબઈના ચેમ્બુરમાં દિવાલ ધરાશાયી થતા 12 લોકોનાં મોત થયા છે. જ્યારે શહેરના વિક્રોલીમાં મકાન ધરાશાયી થતા 3 લોકોનાં મોત થયાના સમાચાર મળી રહ્યા છે.

Mumbai : માયાનગરીમાં આસમાની આફત,ભારે વરસાદને કારણે ચેમ્બુર અને વિક્રોલીમાં થયેલી દુર્ઘટનામાં 15 લોકોનાં મોત
15 Die As Heavy Rain Hits Mumbai

Follow us on

મુંબઈમાં(Mumbai) છેલ્લા ત્રણ દિવસથી મેઘરાજાનું તાંડવ જોવા મળી રહ્યું છે. માયાનગરીમાં ભારે વરસાદને પગલે જનજીવન ખોરવાયું છે. ઉપરાંત શહેરના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી.

આજે મુંબઈમાં ધોધમાર વરસાદને કારણે ચેમ્બુરમાં(Chambur) દિવાલ ધરાશાયી થતા 12 લોકોનાં મોત થયા છે. જ્યારે હજુ પણ કાટમાળમાં 8 લોકો દટાયા હોવાની સંભાવના છે. હાલ, કાટમાળમાં ફસાયેલા લોકોનું રેસક્યું કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

મહત્વપૂર્ણ છે કે, મુંબઈમાં અવિરત વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે અને હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદને પગલે મુંબઈ સહિત થાણે(Thane) અને રાયગઢમાં (Raygadh)રેડ એલર્ટ જાહેર કર્યું છે.

આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક
ગૌતમ ગંભીરનો નિર્ણય શાહરૂખ ખાનને રડાવી દેશે, BCCI તરફથી મળી શકે છે ખાસ ઓફર
ખરતા વાળથી છુટકારો મેળવવા માટે રોજ એક વાર પીવો આ જ્યુસ
કથાકાર જયા કિશોરી પોતાની બેગમાં કઈ વસ્તુઓ રાખે છે? જાતે ખોલ્યું રહસ્ય
ઉનાળામાં ઘરે બનાવો કાચી કેરીની મીઠી ચટણી, જાણી લો સિક્રેટ રેસીપી

 

 

વિક્રોલીમાં મકાન ધરાશાયી થતા 3 લોકોનાં મોત

મુંબઈમાં ભારે વરસાદને પગલે શહેરના અનેક નિચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળ્યા છે. ત્યારે ચેમ્બુર બાદ શહેરમાં વધુ એક દુર્ઘટના બની છે. શહેરના વિક્રોલીમાં એક મકાન ધરાશીયી થતા ત્રણ લોકોનાં મોત થયા છે.મહત્વનું છે કે, BMC (Bombay Municipal Corporation) દ્વારા ભારે વરસાદને પગલે એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યા હતા.

 

આ પણ વાંચો: Tokyo Olympics 2020 : ભારતીય ખેલાડીઓનું પહેલુ દળ ટોક્યો જવા રવાના, રમત-ગમત મંત્રીએ આપી શુભેચ્છાઓ

Published On - 8:07 am, Sun, 18 July 21

Next Article