રનવે પર વિમાનમાં પાંચ કલાક 250થી વધુ મુસાફરોને ભૂખ્યા તરસ્યા બેસાડી રાખ્યા, અંતે ફ્લાઈટ કેન્સલ કરી એલાઈન્સે માંગી માફી

|

Sep 15, 2024 | 2:34 PM

ઈન્ડિગોની ફ્લાઈટ (6E 1303) ફ્લાઇટમાં 250-300 મુસાફરો સવાર હતા. મુસાફરોનો આરોપ છે કે એરલાઈન્સે તેમને લગભગ પાંચ કલાક સુધી ફ્લાઇટમાં ભૂખ્યા અને તરસ્યા બેસાડી રાખ્યા હતા. એટલું જ નહીં કોઈ નક્કર જાણકારી પણ આપવામાં આવી નહોતી. ઈમિગ્રેશનની કામગીરી પૂર્ણ થવાને કારણે તમામ મુસાફરોને ફ્લાઈટમાંથી ઉતરવાની પણ મંજૂરી આપવામાં આવી ના હતી.

રનવે પર વિમાનમાં પાંચ કલાક 250થી વધુ મુસાફરોને ભૂખ્યા તરસ્યા બેસાડી રાખ્યા, અંતે ફ્લાઈટ કેન્સલ કરી એલાઈન્સે માંગી માફી

Follow us on

મુંબઈથી દોહા જતી ઈન્ડિગોની ફ્લાઈટ 6E 1303 ટેકનિકલ કારણોસર મોડી પડી હતી. બાદમાં તેને રદ કરી દેવામાં આવી હતી. જેના કારણે મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. ફ્લાઇટમાં વિલંબને કારણે 250-300 મુસાફરો મુંબઈ એરપોર્ટ પરના રનવે પર જ ફસાઈ ગયા હતા. મુસાફરોનો આરોપ છે કે, તેમને પ્લેનની અંદર પાંચ કલાક સુધી બેસાડી રાખવામાં આવ્યા હતા.

આ સમયગાળા દરમિયાન તેમને ખાવાનું કે પાણી પણ આપવામાં આવ્યું નહોતું. એટલુ જ નહીં, ફ્લાઈટ કેમ ટેકઓફ નથી થઈ રહી તે અંગે એરલાઈન્સ દ્વારા કોઈ નક્કર માહિતી આપવામાં પણ આવી નહોતી.

આજનું રાશિફળ તારીખ : 19-09-2024
5,000 રૂપિયાની SIP, 1 કરોડ રૂપિયા બનાવતા કેટલો સમય લાગે ?
સીડી વગર સીલિંગ ફેન પરથી ધૂળ કેવી રીતે સાફ કરવી ?
કોહલી દ્રવિડની કરશે બરાબરી, જાડેજા પાસે કપિલ દેવને પાછળ છોડવાની તક
Vastu shastra : આ 2 ઘરોમાં તુલસીનો છોડ લગાવવો અશુભ, તમે જીવનભર રહેશો ગરીબ
મધમાં પાણી ઘોળીને પીવાના ફાયદા

મુસાફરોનું કહેવું છે કે તેઓ રાત્રે લગભગ 2:30 વાગ્યાથી ફ્લાઇટ ટેક ઓફ થવાની રાહ જોઈ રહ્યા હતા. ફ્લાઈટનો ટેક ઓફ ટાઈમ 3.55 હતો. પ્લેનમાં ચઢ્યા બાદ તેણે પાંચ કલાક સુધી રાહ જોવી પડી હતી. તે પછી પણ ફ્લાઈટ ટેક ઓફ થઈ ન હતી.

ઈમિગ્રેશનની કામગીરી પૂર્ણ થવાને કારણે મુસાફરોને ફ્લાઈટમાંથી નીચે ઉતરવાની મંજૂરી આપવામાં આવી ના હતી. મુસાફરોનો આક્ષેપ છે કે, એરલાઈન્સ દ્વારા અમને કોઈ સહાય આપવામાં આવી ન હતી. જ્યા સુધી ફ્લાઈટ રન વે પર ઊભી હતી તે સમય દરમિયાન અમને ખાવા માટે નાસ્તો કે ખોરાક કે પછી પીવા માટેનું પાણી પણ આપવામાં આવ્યું ન હતું.

પ્લેનમાં ટેક્નિકલ ખામી સર્જાઈ હતી

એરપોર્ટ પર ફસાયેલા મુસાફરોએ કહ્યું કે, અમે રાતથી અમારા બાળકો સાથે રાહ જોઈ રહ્યા હતા અને અહીં રનવે પર જ અટવાઈ ગયા છીએ. અમારી નોકરીઓ જોખમમાં છે. અમારું કોઈ સાંભળતું નથી. જો કે આ સમગ્ર મામલે પાછળથી ઈન્ડિગોનું એક સત્તાવાર નિવેદન સામે આવ્યું છે. કંપનીના પ્રવક્તાએ જણાવ્યું કે. મુંબઈથી દોહા જતી ઈન્ડિગોની ફ્લાઈટ 6E 1303 ટેકનિકલ કારણોસર મોડી પડી હતી.

ઈન્ડિગોએ મુસાફરોની માફી માંગી

ફ્લાઈટે એક કે બે વાર ટેક ઓફ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ટેકનિકલ ખામીને કારણે તેમાં ઘણું મોડું થયું હતું. આ પછી અમે ફ્લાઈટ કેન્સલ કરી દીધી. આગામી ફ્લાઇટ માટે ફરીથી બુકિંગ કરવામાં આવી રહ્યું છે. મુસાફરોને પડેલી અસુવિધા બદલ અમે દિલગીર છીએ. અમે અમારા ગ્રાહકોની માફી માંગીએ છીએ. પ્રવાસીઓ માટે હોટલ બુક કરવામાં આવી રહી છે.

Next Article