Maharashtra : ‘લાઉડસ્પીકર’ વિવાદને પગલે રાજ ઠાકરેની પાર્ટીમાં ભંગાણ, પ્રદેશ સચિવ ઈરફાન શેખે પાર્ટીને કહ્યું અલવિદા

|

Apr 15, 2022 | 8:25 AM

રાજ ઠાકરેને (MNS Chief Raj Thackeray) લખેલા પત્રમાં શેખે કહ્યું કે, તેઓ ભારે હૈયે પાર્ટીમાંથી રાજીનામું આપી રહ્યા છે. શેખે કહ્યું કે જે પક્ષ માટે તેણે કામ કર્યું છે, જો તે જ પક્ષ જે સમુદાય સાથે સંબંધ ધરાવે છે તેની વિરુદ્ધ નફરતનુ વલણ અપનાવ્યુ છે, તો હવે ગુડબાય કહેવાનો સમય આવી ગયો છે.

Maharashtra : લાઉડસ્પીકર વિવાદને પગલે રાજ ઠાકરેની પાર્ટીમાં ભંગાણ, પ્રદેશ સચિવ ઈરફાન શેખે પાર્ટીને કહ્યું અલવિદા
Raj Thackeray (File Photo)

Follow us on

મહારાષ્ટ્રમાં (Maharashtra)લાઉડસ્પીકરનો મુદ્દો  (Azaan Loudspeaker Issue) રોજ નવા નિવેદનો અને ફેરફારો સાથે સામે આવી રહ્યો છે. જેને લઈને હવે રાજ્યમાં રાજકારણ પણ ગરમાયું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગુરુવારે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના રાજ્ય સચિવ ઈરફાન શેખે પાર્ટીને અલવિદા કહી દીધું છે. રાજ ઠાકરેના લાઉડસ્પીકર નિવેદનથી ઈરફાન ખૂબ નારાજ હોવાનું સામે આવી રહ્યું છે. જે બાદ તેણે પાર્ટી છોડવાનો નિર્ણય લીધો છે. રાજ્ય સચિવ ઈરફાન શેખે જણાવ્યું હતું કે પાર્ટી પ્રમુખ રાજ ઠાકરે મસ્જિદોમાંથી લાઉડસ્પીકર હટાવવાની તેમની હિમાયત પર અડગ રહેતાં તેમણે પાર્ટી છોડી દીધી હતી.

રાજ ઠાકરેથી નારાજ થયા પાર્ટીના નેતા

રાજ ઠાકરે (MNS Chief Raj Thackeray)ને લખેલા પત્રમાં શેખે કહ્યું કે તેઓ ભારે હૈયે પાર્ટીમાંથી (MNS Party) રાજીનામું આપી રહ્યા છે. શેખે આ પત્ર ફેસબુક પોસ્ટ પર શેર કર્યો છે. શેખે પોતાની પોસ્ટમાં કહ્યું કે, જે પાર્ટી માટે તેણે કામ કર્યું છે અને દરેક વાત પર વિશ્વાસ કર્યો છે, જો તે જ પાર્ટી જે સમુદાય સાથે સંબંધ ધરાવે છે તેની સામે નફરતભર્યું વલણ અપનાવે તો હવે જય મહારાષ્ટ્ર …ગુડબાય કહેવાનો સમય આવી ગયો છે.

Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
મોંઘી દાટ કેરી ખરીદ્યા પછી તેની છાલને ફેંકવાની જરૂર નથી, આ રીતે કરી શકો છો ઉપયોગ
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

રાજ સાહેબ ઠાકરે આશાનું કિરણ હતા

વધુમાં તેમણે કહ્યું કે, જ્યારે તેની રચના થઈ ત્યારે MNSનો વિચાર જાતિવિહીન રાજકારણ કરવાનો હતો. શેઠે કહ્યું કે રાજસાહેબ ઠાકરે આશાનું કિરણ હતા. પરંતુ ગુડી પડવાની રેલી દરમિયાન કંઈક અલગ જ જોવા અને સાંભળવા મળ્યું. શેખે પૂછ્યું કે MNSને શા માટે નફરતની રાજનીતિ કરવાની ફરજ પડી…? પત્રમાં શેખે કહ્યું કે ઠાકરેને 16 વર્ષ પછી અઝાન અને મસ્જિદો અંગે શંકા છે. શેઠે સાથે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું કે જ્યારે ઠાકરે તેમની સાથે હતા ત્યારે તેઓ આ મુદ્દે કેમ બોલ્યા નહીં. તમને જણાવી દઈએ કે, ઠાકરેએ મસ્જિદોમાંથી લાઉડસ્પીકર હટાવવાની જોરદાર હિમાયત કરી હતી.

 

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

આ પણ વાંચો : Mumbai: છત્રપતિ શિવાજી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર NCBનો સપાટો, 24 કરોડ રૂપિયાનું હેરોઈન જપ્ત કર્યુ

Next Article