લાઉડસ્પીકર વિવાદ યથાવત : MNSએ શિવસેના ભવનની બહાર હનુમાન ચાલીસાના પાઠ કર્યા, મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ તૈનાત

એક સભાને સંબોધતા રાજ ઠાકરેએ કહ્યું હતુ કે હું નમાઝની વિરુદ્ધ નથી, પરંતુ સરકારે મસ્જિદના લાઉડસ્પીકર હટાવવા (Loudspeaker Controversy)  નિર્ણય લેવો જોઈએ.

લાઉડસ્પીકર વિવાદ યથાવત : MNSએ શિવસેના ભવનની બહાર હનુમાન ચાલીસાના પાઠ કર્યા, મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ તૈનાત
File Photo
| Edited By: | Updated on: Apr 10, 2022 | 1:45 PM

મહારાષ્ટ્રમાં (Maharashtra) લાઉડસ્પીકરનો વિવાદ વધી રહ્યો છે. રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) એ રામ નવમીના અવસર પર શિવસેના (Shivsena) ભવનની બહાર લાઉડસ્પીકર લગાવીને હનુમાન ચાલીસાના પાઠ કર્યા. જેની કેટલીક તસવીરો પણ સામે આવી છે. જે બાદ શિવસેના ભવન બહાર પોલીસકર્મીઓની સંખ્યા વધારી દેવામાં આવી છે. તમને જણાવી દઈએ કે, MNS ચીફ રાજ ઠાકરેએ (Raj Thackeray) થોડા દિવસો પહેલા ચેતવણી આપી હતી કે મસ્જિદોની બહારથી લાઉડસ્પીકર હટાવી દેવામાં આવે, નહીં તો તેઓ મસ્જિદની સામે હનુમાન ચાલીસા વગાડશે. જે બાદ શિવસેનાના વરિષ્ઠ નેતા સંજય રાઉતે (Sanjay Raut)  કહ્યું હતું કે મહારાષ્ટ્રમાં કાયદાનું શાસન ચાલશે.

હું નમાઝની વિરુદ્ધ નથી : રાજ ઠાકરે

એક સભાને સંબોધતા રાજ ઠાકરેએ કહ્યું હતુ કે હું નમાઝની વિરુદ્ધ નથી, પરંતુ સરકારે મસ્જિદના લાઉડસ્પીકર હટાવવા (Loudspeaker Controversy)  નિર્ણય લેવો જોઈએ. હું માત્ર એક ચેતવણી આપું છું. લાઉડ સ્પીકર હટાવો નહિતર મસ્જિદની સામે લાઉડ સ્પીકર મુકીને હનુમાન ચાલીસા વગાડો. તેમણે કહ્યું કે મને એ જોઈને આનંદ થાય છે કે ઉત્તર પ્રદેશ પ્રગતિ કરી રહ્યું છે. અમે મહારાષ્ટ્રમાં પણ એવો જ વિકાસ ઈચ્છીએ છીએ.

ગૃહમંત્રીએ ચેતવણી આપી

રાજ ઠાકરેએ લાઉડસ્પીકર પર હનુમાન ચાલીસા વગાડવાની જાહેરાત કર્યા પછી MNS કાર્યકર્તાઓએ મુંબઈના ઘાટકોપર વિસ્તારમાં તેમજ નાસિકમાં હનુમાન ચાલીસા વગાડવાનું શરૂ કર્યું. આ મુદ્દે મહારાષ્ટ્રના ગૃહપ્રધાન દિલીપ વાલસે પાટીલે ચેતવણી આપી હતી કે જો સમાજમાં તણાવ પેદા કરવાનો પ્રયાસ કરવામાં આવશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે.

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

આ પણ વાંચો : મુંબઈ લોકલમાં મુસાફરી કરનારાઓ માટે મહત્વના સમાચાર, રવિવારે મધ્ય રેલવે અને હાર્બર લાઇન પર રહેશે મેગા બ્લોક

Published On - 12:08 pm, Sun, 10 April 22