Mumbai News: મુંબઈમાં પિલર નિર્માણ દરમિયાન મોટી દુર્ઘટના, રેલવેના 12 કોર સિગ્નલ કેબલ ડેમેજ થતા ઘણી ટ્રેનો પ્રભાવિત થઈ

મુંબઈમાં પિલરના નિર્માણ દરમિયાન મોટી દુર્ઘટના ઘટી હતી. સિગ્નલિંગ કેબલને નુકસાન થતાં કલાકો સુધી મેઈન લાઈનની સેવા પ્રભાવિત થઈ હતી. જેના કારણે 30 થી વધુ ટ્રેનો પ્રભાવિત થઈ હતી.

Mumbai News: મુંબઈમાં પિલર નિર્માણ દરમિયાન મોટી દુર્ઘટના, રેલવેના 12 કોર સિગ્નલ કેબલ ડેમેજ થતા ઘણી ટ્રેનો પ્રભાવિત થઈ
Major accident during pillar construction in Mumbai
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 29, 2023 | 1:17 PM

મુંબઈમાં MRVC પિલરના નિર્માણ દરમિયાન મોટી દુર્ઘટના ઘટી હતી. જેને લઈને રેલવેના 12 કોર સિગ્નલિંગ કેબલને મોટું નુકસાન થયું છે. વિરાર નોર્થ સાઈડની સિગ્નલ અને પોઈન્ટ સિસ્ટમ પણ કરવામાં આવી છે. સિગ્નલિંગ કેબલને નુકસાન થતાં કલાકો સુધી મેઈન લાઈનની સેવા પ્રભાવિત થઈ હતી. જેના કારણે 30 થી વધુ ટ્રેનો પ્રભાવિત થઈ હતી.

રેલવે સિગ્નલ ફેલ થતા ટ્રેનો પ્રભાવિત

જોકે, આ ઘટના બાદ એડીઆરએમ અને 3 સિનિયર સિગ્નલિંગ ઓફિસર તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ સિવાય રેલ્વેના 30 જેટલા કર્મચારીઓ પણ સ્થળ પર હાજર છે. મળતી માહિતી મુજબ, રિસ્ટોરેશનનું કામ ચાલી રહ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે એક કલાકમાં મુખ્ય લાઇન ચાલુ કરી દેવામાં આવશે. તમને જણાવી દઈએ કે પિલર કન્સ્ટ્રક્શનને કારણે આવું થયું છે, પરંતુ છેલ્લા એક વર્ષમાં સિગ્નલ ફેલ થવાના હજારો મામલા સામે આવ્યા છે.

છેલ્લા એક વર્ષમાં 50 હજારથી વધુ વખત સિગ્નલ ફેલ !

થોડા મહિના પહેલા ઓડિશાના બાલાસોરમાં આ જ કારણસર એક મોટો ટ્રેન અકસ્માત થયો હતો. 180 થી વધુ લોકોના મોત થયા હતા. સેંકડો લોકો ઘાયલ થયા હતા. આંકડા મુજબ છેલ્લા એક વર્ષમાં 50 હજારથી વધુ વખત સિગ્નલ ફેલ થયા છે. વર્ષ 2022માં લગભગ દર મહિને સિગ્નલ ફેલ થવાની ઘટના બની હતી.

Immunity Increase : શિયાળામાં ઈમ્યુનિટી વધારવા માટે આ 4 વસ્તુઓ આરોગો
આજનું રાશિફળ તારીખ : 26-11-2024
Jyotish Shastra : કઈ કીડીનું ઘરમાં આવવું શુભ છે, લાલ કે કાળી?
નવસારીમાં ઇજાગ્રસ્ત શિયાળનું કરાયું રેસ્ક્યૂ, હાલત હતી ગંભીર, જુઓ Video
IPL Auction : ઋષભ પંત પર 27 કરોડ રૂપિયા ખર્ચનાર સંજીવ ગોયંકા કેટલા અમીર છે?
Beauty with Brain : IPL ઓક્શનમાં કરોડો ખર્ચનાર કાવ્યા મારને 24 કલાકમાં કરી 971 કરોડની કમાણી

સિગ્નલિંગ કેબલને નુકસાન થતાં કલાકો સુધી મેઈન લાઈનની સેવા પ્રભાવિત થઈ હતી. રિસ્ટોરેશનનું કામ ચાલી રહ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે એક કલાકમાં મુખ્ય લાઇન ચાલુ કરી દેવામાં આવશે.

5 જૂને પણ ઓડિશામાં ટ્રેન પાટા પરથી ઉતરી

આ પહેલા 5 જૂને ઓડિશાના બારગઢમાં એક ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ હતી. ઘટના અંગે, ઈસ્ટ કોસ્ટ રેલ્વેએ જણાવ્યું હતું કે ઓડિશાના બારગઢ જિલ્લામાં મેંધાપલી નજીક ફેક્ટરી પરિસરની અંદર ખાનગી સિમેન્ટ ફેક્ટરી દ્વારા સંચાલિત માલસામાન ટ્રેનના કેટલાક ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. આ સમગ્ર મામલામાં રેલવેની કોઈ ભૂમિકા ન હોવા છતાં તે કેવળ ખાનગી સિમેન્ટ કંપનીનું નેરોગેજ સાઈડિંગ હતું. અહીં કંપની દ્વારા રોલિંગ સ્ટોક, એન્જિન, વેગન, ટ્રેન ટ્રેક (નેરોગેજ) સહિત તમામ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની જાળવણી કરવામાં આવે છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">