બકરી ઈદના દિવસે મહારાષ્ટ્રમાં નહીં કપાય એક પણ ગાય, સ્પીકર રાહુલ નાર્વેકરની ડીજીપીને સૂચના

|

Jul 09, 2022 | 4:38 PM

મહારાષ્ટ્ર (Maharashtra) વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકરે ડીજીપીને પત્ર લખીને સૂચના આપી છે કે બકરી ઈદના દિવસે એટલે કે 10 જુલાઈએ ગાયોની વધ ન થાય.

બકરી ઈદના દિવસે મહારાષ્ટ્રમાં નહીં કપાય એક પણ ગાય, સ્પીકર રાહુલ નાર્વેકરની ડીજીપીને સૂચના
Rahul Narvekar (File Photo)

Follow us on

ઈદ-ઉલ-અઝહાનો તહેવાર 10મી જુલાઈના રોજ દેશભરમાં ઉજવવામાં આવશે. આવામાં વિધાનસભાના અધ્યક્ષે મહારાષ્ટ્રમાં (Maharashtra) પશુ બલિને લઈને મહારાષ્ટ્રના ડીજીપીને પત્ર લખ્યો છે. વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકરે (Rahul Narvekar) મહારાષ્ટ્રના ડીજીપી રજનીશ સેઠને પત્ર લખીને રાજ્યમાં બકરીદના દિવસે ગાયોની કતલ ન થાય તે માટે સૂચના આપી છે. ઈસ્લામિક કેલેન્ડરનો મહિનો ધુલ હિજ્જા વર્ષનો છેલ્લો મહિનો માનવામાં આવે છે. બકરી ઈદ દસમા દિવસે ઉજવવામાં આવે છે. મુસ્લિમ સમુદાયો પરંપરાગત રીતે આ દિવસે ઘેટાં અથવા પશુઓની બલિદાન આપે છે. આવી સ્થિતિમાં મહારાષ્ટ્રમાં ગાયોની કતલ ન થાય તે માટે વહીવટીતંત્રને કહેવામાં આવ્યું છે. આ માટે વિધાનસભા અધ્યક્ષ રાહુલ નાર્વેકરે રાજ્યના ડીજીપીને પત્ર લખ્યો છે.

મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકરે ડીજીપીને પત્ર લખીને સૂચના આપી છે કે બકરી ઈદના દિવસે એટલે કે 10 જુલાઈએ ગાયોનો વધ ન થાય. નાર્વેકર હાલમાં જ એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસ સરકારમાં વિધાનસભાના સ્પીકર બન્યા છે. મહારાષ્ટ્રમાં ગૌ હત્યા ગુનો છે. ભાજપ-શિવસેના સરકારે તેના પર પ્રતિબંધ મૂક્યો હતો. ગાયનું માંસ વેચનાર અને ધરાવનારને પાંચ વર્ષ સુધીની જેલ અને દસ હજાર સુધીનો દંડ થઈ શકે છે. પરંતુ સ્થાનિક વહીવટીતંત્ર પાસેથી ‘ફીટ ટુ સ્લોટર’નું એક સર્ટિફિકેટ મેળવીને વાછરડા અને ગાયોના કતલ કરી શકાય છે.

આ પહેલા લોકસભાના સાંસદ અને ઓલ ઈન્ડિયા યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ (AIUDF)ના પ્રમુખ મૌલાના બદરુદ્દીન અજમલે આસામના મુસ્લિમોને હિંદુઓની ભાવનાઓનું સન્માન કરવાની અપીલ કરી છે. તેમણે ઈદ-ઉલ-અઝહા દરમિયાન ગાયની બલિ ન આપવાની અપીલ કરી છે. અજમલ આસામ રાજ્ય જમિયત ઉલામા (ASJU) ના પ્રમુખ પણ છે, જે દેવબંદી સ્કૂલ ઓફ થિંકિંગ સાથે સંકળાયેલ ઇસ્લામિક વિદ્વાનોના પ્રમુખ સંગઠનોની ટોપ બોડી છે.

આ પણ વાંચો

આસામ સરકારે ગયા વર્ષે એવા વિસ્તારોમાં ગૌમાંસના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો હતો જ્યાં ગૌમાંસ ન ખાતા લોકોની વસ્તી વધુ છે. સાથે જ મંદિરના સ્થળોથી પાંચ કિલોમીટરની ત્રિજ્યામાં ગૌમાંસના વેચાણ પર પ્રતિબંધ છે. આ સિવાય બીજેપી શાસિત મધ્યપ્રદેશ અને અન્ય કેટલાક રાજ્યોમાં પણ સમાન નિયમો છે. કેન્દ્ર સરકારે વર્ષ 2017 માં દેશભરમાં ગૌહત્યા પર પ્રતિબંધ મૂક્યો હતો, ત્યારબાદ ઘણા રાજ્યોમાં કાર્યવાહી કરવામાં આવી છે.

Next Article