Maharashtra: ગટરની ટાંકીની સફાઈ દરમિયાન ગૂંગળામણથી ત્રણ કામદારોના થયા મોત, બે હોસ્પિટલમાં દાખલ

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં એક દુ:ખદ અકસ્માત પ્રકાશમાં આવ્યો છે. જેમાં વેસ્ટર્ન કોલફિલ્ડ લિમિટેડના ત્રણ કર્મચારીઓના મોત થયા હોવાની ઘટના સામે આવી છે.

Maharashtra: ગટરની ટાંકીની સફાઈ દરમિયાન ગૂંગળામણથી ત્રણ કામદારોના થયા મોત, બે હોસ્પિટલમાં દાખલ
પ્રતિકાત્મક તસવીર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 23, 2022 | 6:38 PM

મહારાષ્ટ્રના ચંદ્રપુર (Chandrapur) જિલ્લામાં એક દર્દનાક અકસ્માત પ્રકાશમાં આવ્યો છે. જેમાં વેસ્ટર્ન કોલફિલ્ડ લિમિટેડના (Western Coalfields Limited) ત્રણ કર્મચારીઓના મોત થયા હોવાની ઘટના સામે આવી છે. જણાવવામાં આવી રહ્યું છે કે, ત્રણેય કર્મચારીઓ એક અંડરગ્રાઉન્ડ ગટરની ટાંકી સાફ કરી રહ્યા હતા. સફાઈ કરતી વખતે ગૂંગળામણથી તેનું મૃત્યુ થયું હતું. મૃતક કર્મચારીઓ વેસ્ટર્ન કોલફિલ્ડ લિમિટેડના કોન્ટ્રાક્ટ આધારિત કામદારો છે. પોલીસે બુધવારે આ જાણકારી આપી હતી. આ ઘટના બલ્લારપુર વિસ્તારના શાસ્તી-ધોપતલા શહેરમાં બની હતી.

રાજુરા પોલીસ સ્ટેશનના નિરીક્ષક ચંદ્રશેખર બહાદુરે જણાવ્યું કે, બલ્લારપુર વિસ્તારના શાસ્તી-ધોપતલા શહેરમાં મંગળવારે બનેલી આ ઘટનામાં અન્ય બે લોકો બેહોશ થઈ ગયા હતા. તેમણે કહ્યું કે, સવારે 9 વાગે ચાર કામદારો 10 ફૂટ ઉંડી ટાંકીમાં સફાઈ કરવા ઘૂસ્યા હતા. પરંતુ લાંબા સમય સુધી તે બહાર ન આવતા અન્ય કેટલાક કર્મચારીઓએ સ્થાનિક લોકોને જાણ કરી હતી. કામદારોને ગટરની ટાંકીમાંથી બહાર કાઢ્યા બાદ કામદારોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જેમાં ત્રણ કર્મચારીઓના મોત થયા હતા. તે જ સમયે અન્ય મજૂરો હજુ પણ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

જેમાં બે મજૂરોના ઘટનાસ્થળે જ મોત થયા હતા

પોલીસે જણાવ્યું હતું કે, ટાંકીને આવરી લેતા સ્લેબને દૂર કરવા માટે JCB મશીનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. બાદમાં રામપુર ગ્રામ પંચાયતનો એક સફાઈ કામદાર પણ ટાંકીમાં નીચે ઉતર્યો હતો, પરંતુ તે પણ થોડા સમય બાદ બેહોશ થઈ ગયો હતો. પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, સ્થાનિક લોકોએ તેને અને અન્ય 4 કર્મચારીઓને બહાર કાઢ્યા અને હોસ્પિટલમાં મોકલ્યા. બે મજૂરો રાજુ જંજરલા અને સુભાષ ખંડાલકરને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.

Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી

એકનું સારવાર દરમિયાન મોત, બે સારવાર હેઠળ છે

આ ઘટના બાદ બેભાન મજૂરોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. એક મજૂરનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે, જ્યારે અન્ય બે હજુ પણ સારવાર હેઠળ છે. અન્ય એક મજૂર સુશીલ કોરડેને ગંભીર હાલતમાં નાગપુરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં તેનું પણ સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું, એમ એક અધિકારીએ જણાવ્યું હતું. તેમણે જણાવ્યું કે, સફાઈ કામદાર શંકર આંદગુલા અને અન્ય કર્મચારી પ્રમોદ વાવિતકરની સારવાર ચંદ્રપુરમાં ચાલી રહી છે.

આ પણ વાંચો: નીતુ કપૂર પહેલીવાર ડાન્સિંગ શોને કરશે જજ, પ્રોમોમાં પુત્રના ગીત પર ડાન્સ કરતી જોવા મળી

આ પણ વાંચો: Bappi Lahiri: બપ્પી લાહિરીના અવસાન પછી તેમના સોનાનું શું કરવામાં આવશે ખબર છે? તેમના પૂત્રએ આપી માહિતી

g clip-path="url(#clip0_868_265)">