Maharashtra : વિશ્વની શ્રેષ્ઠ શાળા પુરસ્કાર માટે પસંદ થઇ પુણેની આ શાળા, જાણો શું છે કારણ

|

Sep 23, 2022 | 8:06 AM

વિદ્યાર્થીઓમાં દરરોજ એક ફળ ખાવાની પહેલ શરૂ કરવામાં આવી છે, જે તેમને સ્વસ્થ ખાવા માટે ટ્રેક પર રાખે છે. વિદ્યાર્થીઓએ દર અઠવાડિયે ભોજન યોજના બનાવવી પડે છે. માતાપિતાએ હવે આ યોજનાને અનુસરવાનું શરૂ કર્યું છે.

Maharashtra : વિશ્વની શ્રેષ્ઠ શાળા પુરસ્કાર માટે પસંદ થઇ પુણેની આ શાળા, જાણો શું છે કારણ
Maharashtra School selected for the best school in world (File Image )

Follow us on

મહારાષ્ટ્રના (Maharashtra ) પુણે શહેરના એક ગામમાં આવેલી શાળાએ ગુરુવારે એક મોટી ઉપલબ્ધી (Achievement ) હાંસલ કરી છે. જેમાં આ શાળા (School ) વિશ્વની શ્રેષ્ઠ શાળા પુરસ્કાર માટે ત્રણ ફાઇનલિસ્ટમાંની એક તરીકે ઉભરી આવી. આ શાળાને પુરસ્કાર જીતવા પર, તેને $2,50,000 (લગભગ રૂ. 2 કરોડ) આપવામાં આવશે. વિશ્વ શ્રેષ્ઠ શાળા પુરસ્કાર બ્રિટનમાં શરૂ કરવામાં આવ્યો હતો. આ પુરસ્કારનો હેતુ સમાજની પ્રગતિમાં વિશ્વભરની શાળાઓની ભાગીદારીની ઉજવણી કરવાનો છે. મહારાષ્ટ્રની આ શાળાએ લોકો વચ્ચે ગાઢ સંબંધો સ્થાપિત કર્યા છે.

ભોપખેલ, પુણે ખાતે આવેલી PCMC ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ હવે ઇનામની ‘કમ્યુનિટી કોલાબોરેશન કેટેગરી’માં પબ્લિક એડવાઇઝરી વોટ રાઉન્ડમાં આગળ વધી છે. આ શ્રેણીના વિજેતાને આગામી વિશ્વ શિક્ષણ સપ્તાહ દરમિયાન પુરસ્કાર આપવામાં આવશે. આ શાળા પુણે જિલ્લાના એક દૂરના ગામમાં આવેલી છે. શાળા એનજીઓ આકાંક્ષા ફાઉન્ડેશન અને સ્થાનિક સરકાર વચ્ચે જાહેર ખાનગી ભાગીદારી તરીકે ચલાવવામાં આવે છે. આ શાળામાં અભ્યાસ કરતા મોટાભાગના વિદ્યાર્થીઓ ઓછી આવક ધરાવતા પરિવારોમાંથી આવે છે.

ઇવેન્ટના આયોજકે શું કહ્યું?

યુકે સ્થિત ડિજિટલ મીડિયા પ્લેટફોર્મ T4 એજ્યુકેશને આ વર્ષની શરૂઆતમાં સ્કૂલ એવોર્ડની સ્થાપના કરી હતી. T4 એજ્યુકેશનએ જણાવ્યું હતું કે PCMC ઇંગ્લીશ મીડિયમ સ્કૂલ, બોપખેલને સ્થાનિક ડોકટરો, દુકાનદારો અને ધાર્મિક આગેવાનો સાથે સહયોગ કરે છે જેથી માતાપિતાની આર્થિક જરૂરિયાતો પૂરી થાય તેવા કાર્યક્રમો બનાવવામાં મદદ મળે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, “શાળાએ લોકો માટે મફત મેડિકલ ચેકઅપ પ્રોગ્રામ શરૂ કર્યો અને ગામના પરિવારોને સ્વસ્થ અને સંતુલિત આહાર વિશે શિક્ષિત કરવા માસ્ટર શેફ શૈલીમાં વર્ગો શરૂ કર્યા. વિદ્યાર્થીઓમાં દરરોજ એક ફળ ખાવાની પહેલ શરૂ કરવામાં આવી છે, જે તેમને સ્વસ્થ ખાવા માટે ટ્રેક પર રાખે છે. વિદ્યાર્થીઓએ દર અઠવાડિયે ભોજન યોજના બનાવવી પડે છે. માતાપિતાએ હવે આ યોજનાને અનુસરવાનું શરૂ કર્યું છે અને તેની અસર તેમના જીવન પર દેખાઈ રહી છે. વિશ્વના શ્રેષ્ઠ શાળા પુરસ્કારોના વિજેતાઓની જાહેરાત આ વર્ષે ઓક્ટોબરમાં વર્લ્ડ એજ્યુકેશન વીકમાં કરવામાં આવશે.

જો PCMC ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ, બોપખેલ વિશ્વનું શ્રેષ્ઠ શાળા પુરસ્કાર જીતશે, તો તે શાળાના સંચાલનમાં તેમના યોગદાનને કારણે આકાંક્ષા ફાઉન્ડેશનને ઇનામની કેટલીક રકમ દાનમાં આપવાની યોજના રાખે છે. ફાઉન્ડેશન સાથે કામ કરતી અન્ય શાળાઓમાં પણ ભંડોળનું વિતરણ કરવામાં આવશે.

Next Article