Maharashtra : કોરોનાથી બગડતા હાલાત, શું ઉદ્ધવ ઠાકરે કેબીનેટ બેઠકમાં લેશે લોકડાઉનનો નિર્ણય

|

Apr 04, 2021 | 5:19 PM

મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના કેસો અન્ય રાજ્યોની સરખામણીએ ઘણા વધારે છે. રાજ્યમાં દરરોજ કોરોના આંકડા નવા રેકોર્ડ બનાવી રહ્યા છે. રાજ્યમાં દરરોજ આંકડા વધતા ફરી એક વાત લોકડાઉનની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ દરમ્યાન આજે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ રવિવારે બપોરે કેબિનેટની બેઠક બોલાવી છે.

Maharashtra : કોરોનાથી બગડતા હાલાત, શું ઉદ્ધવ ઠાકરે કેબીનેટ બેઠકમાં લેશે લોકડાઉનનો નિર્ણય
Maharashtra CM Uddhav Thackeray ( File Photo )

Follow us on

Maharashtra : મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના કેસો અન્ય રાજ્યોની સરખામણીએ ઘણા વધારે છે. રાજ્યમાં દરરોજ કોરોના આંકડા નવા રેકોર્ડ બનાવી રહ્યા છે. રાજ્યમાં દરરોજ આંકડા વધતા ફરી એક વાત લોકડાઉનની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ દરમ્યાન આજે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ રવિવારે બપોરે કેબિનેટની બેઠક બોલાવી છે. માનવામાં આવી રહ્યું છે કે ઉદ્ધવ આ બેઠકમાં લોકડાઉન અંગે મોટું પગલું ભરી શકે છે.

ઉદ્ધવ ઠાકરેએ 2 એપ્રિલે જનતાને સંબોધન કરતાં લોકડાઉન થવાની સંભાવનાને નકારી ન હતી. તેમણે કહ્યું હતું કે લોકો બેદરકાર બની ગયા છે, જાહેર સ્થળોએ ભીડને રોકવા માટે એક-બે દિવસમાં વધુ પ્રતિબંધો લાદવામાં આવશે. મુખ્યમંત્રીએ કહ્યું હતું કે જો લોકડાઉન લાદવાનો નિર્ણય લેવામાં આવે તો આર્થિક સ્થિતિ બગડશે. આપણે ધીરજથી કોરોના સામે લડવું જોઈએ. એકજૂથ થઈને આપણે કોરોના સામે યુદ્ધ લડવું પડશે. અમે આ માટે પણ પ્રયત્ન કર્યો છે. રાજ્યમાં 500 સ્થળોએ કોરોના પરીક્ષણની સુવિધા આપવામાં આવી છે.

Maharashtra માં એ બે રાજ્યોમાંથી  એક છે જ્યાં એક દિવસમાં સૌથી વધુ કોરોના કેસ નોંધાયા છે. દેશમાં મહારાષ્ટ્ર અને પંજાબ એવા બે રાજ્યો છે જ્યાં છેલ્લા એક પખવાડિયાથી કોરોના વાયરસના ચેપના સૌથી વધુ દૈનિક કેસ નોંધાયા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો સાથેની કેબિનેટ સચિવની બેઠકમાં આ વાત કહી હતી.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

જો આપણે નજર કરીએ તો 23 માર્ચ સુધીના છેલ્લા સાત દિવસોમાં, મહારાષ્ટ્રમાં દૈનિક નવા કેસોનો વિકાસ દર 6.6 ટકા હતો અને પંજાબમાં તે 2.2 ટકા હતો. 31 માર્ચ પહેલાના બે અઠવાડિયામાં મહારાષ્ટ્રમાં 4,26,108 કેસ નોંધાયા છે, જ્યારે પંજાબમાં સમાન સમયગાળામાં 35,754 કેસ નોંધાયા છે.

શનિવારે Maharashtraમાં કોવિડ -19 ના 49,447 નવા કેસ નોંધાયા છે, જે અત્યાર સુધીમાં એક જ દિવસમાં નોંધાયેલા સૌથી વધુ કેસ છે. આ સાથે રાજ્યમાં કોરોનાના દર્દીઓની કુલ સંખ્યા વધીને 29,53,523 થઈ ગઈ છે જ્યારે 277 વધુ દર્દીઓનાં મોત સાથે મૃત્યુની સંખ્યા વધીને 55,656 થઈ ગઈ છે.

રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા આ માહિતી આપવામાં આવી હતી. મુંબઈ શહેરમાં કોવિડ -19 ના 9,108 નવા કેસ નોંધાયા છે, જે એક દિવસમાં સૌથી વધુ છે. તેમણે કહ્યું કે, દિવસ દરમિયાન કુલ 37,821 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી, જેના કારણે મહારાષ્ટ્રમાં અત્યાર સુધી સ્વસ્થ થયેલા દર્દીઓની સંખ્યા વધીને 24,95,315 થઈ ગઈ છે.

Published On - 5:14 pm, Sun, 4 April 21

Next Article