શિવાજી મહારાજની પ્રતિમા તૂટી જવાને લઈને મહારાષ્ટ્રમાં રાજકારણ ગરમાયું, આજે વિપક્ષનું જૂતા મારો આંદોલન

|

Sep 01, 2024 | 1:39 PM

વિપક્ષ આજે મહારાષ્ટ્ર સરકાર વિરુદ્ધ દક્ષિણ મુંબઈમાં હુતાત્મા ચોકથી ગેટવે ઑફ ઈન્ડિયા સુધી 'જૂતા મારો આંદોલન' કરશે. નાયબ મુખ્યમંત્રી અજિત પવારે છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા પડવાની ઘટના પર માફી માંગી છે. આવી સ્થિતિમાં મહારાષ્ટ્રમાં હંગામો થવાની શક્યતાઓ છે.

શિવાજી મહારાજની પ્રતિમા તૂટી જવાને લઈને મહારાષ્ટ્રમાં રાજકારણ ગરમાયું, આજે વિપક્ષનું જૂતા મારો આંદોલન

Follow us on

ગત 26 ઓગસ્ટના રોજ મહારાષ્ટ્રના સિંધુદુર્ગના માલવણમાં સ્થિત છત્રપતિ શિવાજી મહારાજની વિશાળ પ્રતિમા અચાનક તૂટીને નીચે પડી ગઈ હતી. ત્યારથી લઈને અત્યાર સુધી આ મામલો સતત ગરમાયો છે. જોકે પ્રતિમા તૂટવાના મામલે બે લોકો સામે કેસ નોંધવામાં આવ્યો છે, પરંતુ વિપક્ષ આ મુદ્દે રાજ્ય સરકાર પર સતત પ્રહારો કરી રહ્યું છે. હવે મહા વિકાસ આઘાડીના ઘટક દળ આજે દક્ષિણ મુંબઈમાં હુતાત્મા ચોકથી ગેટવે ઑફ ઈન્ડિયા સુધી મહારાષ્ટ્ર સરકાર વિરુદ્ધ ‘જૂતા મારો આંદોલન’ કરશે.

વિપક્ષી ગઠબંધન મહા વિકાસ આઘાડીએ આ અંગે મહારાષ્ટ્ર સરકારની આકરી ટીકા કરી હતી. જ્યાં ઉદ્ધવ જૂથે અગાઉ મહારાષ્ટ્ર રાજ્યના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના રાજીનામાની માંગ કરી હતી. હવે ‘જૂતા મારો આંદોલન’નું એલાન આપવામાં આવ્યું છે. આવી સ્થિતિમાં આગામી દિવસોમાં મહારાષ્ટ્રમાં રાજકીય રીતે ભારે હોબાળો થઈ શકે છે. જોકે, મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારે છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા પડવાની ઘટના પર માફી માંગી લીધી છે.

ચેતન પાટીલની ધરપકડ

અજિત પવારે કહ્યું કે, દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. દરમિયાન મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ કહ્યું કે, આ ઘટના દુર્ભાગ્યપૂર્ણ છે. હું આ ઘટના અંગે 100 વખત માફી માંગવા તૈયાર છું. શિંદેએ કહ્યું કે તેઓ ટૂંક સમયમાં શિવાજી મહારાજની વિશાળ પ્રતિમા ફરી બનાવશે. શિવાજી મહારાજની 35 ફૂટ ઊંચી પ્રતિમા બનાવનાર કોન્ટ્રાક્ટર ચેતન પાટીલની ધરપકડ કરવામાં આવી છે. તેની મહારાષ્ટ્રના કોલ્હાપુરથી ધરપકડ કરવામાં આવી છે.

IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત
Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ

એક વર્ષ પણ ટકી શકી નહીં

8 મહિના પહેલા, એટલે કે ગયા વર્ષે જ 4 ડિસેમ્બરના રોજ પીએમ મોદીએ શિવાજી મહારાજની આ પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. પ્રતિમા બન્યાને એક વર્ષ પણ નહોતું થયું અને તે તૂટીને નીચે પડી ગઈ. મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી જ નહીં પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ મામલે જનતાની માફી માંગી છે. મહારાષ્ટ્રના પાલઘરમાં સંબોધન કરતી વખતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, છત્રપતિ મહારાજ આપણા માટે માત્ર એક રાજા નથી પરંતુ પુજનીય ભગવાન છે. હું તેમના ચરણે પડીને તેમની માફી માંગું છું.

Next Article