Maharashtra: 20 મેના રોજ શિવસેનાએ શિંદેને સીએમ પદની ઓફર કરી હતી, છતાં 20 જૂને બળવો કર્યો- આદિત્ય ઠાકરેનો મોટો ખુલાસો

|

Jun 26, 2022 | 3:18 PM

મહારાષ્ટ્રના રાજકીય સંકટના છઠ્ઠા દિવસે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે, એકનાથ શિંદે (Eknath Shinde) કેમ્પમાં ભાગલા પડી ગયા છે. આ દરમિયાન આદિત્ય ઠાકરેએ એક મોટો ખુલાસો કર્યો છે. તેમણે આજે મુંબઈમાં શિવસેનાની રેલીમાં કહ્યું કે, 20 મેના રોજ સીએમ ઉદ્ધવ ઠાકરેએ એકનાથ શિંદેને સીએમ પદની ઓફર કરી હતી.

Maharashtra: 20 મેના રોજ શિવસેનાએ શિંદેને સીએમ પદની ઓફર કરી હતી, છતાં 20 જૂને બળવો કર્યો- આદિત્ય ઠાકરેનો મોટો ખુલાસો
Aditya Thackeray

Follow us on

Maharashtra Political Crisis: મહારાષ્ટ્રના રાજકીય સંકટના છઠ્ઠા દિવસે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે, એકનાથ શિંદે (Eknath Shinde) કેમ્પમાં ભાગલા પડી ગયા છે. શિંદે જૂથનો એક વર્ગ સતત ઉદ્ધવ ઠાકરે કેમ્પના સંપર્કમાં છે. આજે (26 જૂન, રવિવાર) શરદ પવાર સાથે મહા વિકાસ અઘાડીની મહત્વપૂર્ણ બેઠકમાં શિવસેનાના સીએમ ઉદ્ધવ ઠાકરેના (CM Uddhav Thackeray) સમર્થકોએ દાવો કર્યો હતો કે, શિંદે જૂથના 20 ધારાસભ્યો તેમના સતત સંપર્કમાં છે. સંજય રાઉતે આજે (26 જૂન, રવિવાર) સવારે પત્રકારો સાથે વાત કરતા આ દાવો પણ કર્યો હતો કે, કેટલાક લોકોને પાર્ટીમાં પરત લેવા અંગે વિચારણા થઈ શકે છે. તેઓ અમારા સંપર્કમાં છે.

આ દરમિયાન આદિત્ય ઠાકરેએ એક મોટો ખુલાસો કર્યો છે. તેમણે આજે મુંબઈમાં શિવસેનાની રેલીમાં કહ્યું કે, 20 મેના રોજ સીએમ ઉદ્ધવ ઠાકરેએ એકનાથ શિંદેને સીએમ પદની ઓફર કરી હતી. આ હોવા છતાં, એકનાથ શિંદેએ 20 જૂને બળવો કર્યો. જ્યારે ઓફર કરવામાં આવી ત્યારે એકનાથ શિંદે નાસી છૂટ્યા. આદિત્ય ઠાકરેએ સ્પષ્ટ કહ્યું, ‘CM ઉદ્ધવ ઠાકરેએ શિંદેને કહ્યું, શું તમે સીએમ બનવા માંગો છો? લો હું તમને સીએમ બનાવીશ. પરંતુ આ પ્રશ્ન પછી, એકનાથ શિંદેએ વિલંબ કરવાનું શરૂ કર્યું અને પછી 20 જૂને બળવો કર્યો. આદિત્ય ઠાકરેએ એવો પણ દાવો કર્યો કે, શિંદે જૂથના 15-16 ધારાસભ્યો તેમના સંપર્કમાં છે. તેમણે એવો પણ સવાલ કર્યો હતો કે, અઢી વર્ષ સુધી શિંદે જૂથનું હિન્દુત્વ ક્યાં ગયું?

શિંદે જૂથનો એક વર્ગ ભાજપમાં વિલીનીકરણની તરફેણમાં, એક વર્ગ શિવસેના ન છોડવાના પક્ષમાં

એકનાથ શિંદેના સમર્થક જૂથનો એક વર્ગ માને છે કે, જો તેઓ શિવસેનામાં પાછા ફરે તો પણ તે હવે પહેલા જેવું નહીં રહે. પાર્ટીમાં તેમને હંમેશા શંકાની નજરે જોવામાં આવશે. જે હિંદુત્વ નીતિ માટે તેમણે બળવો કર્યો હતો, તે હિંદુત્વ સાથે ભાજપ ક્યારેય સમાધાન નહીં કરે. ભાજપ એક મોટી પાર્ટી છે, તે તેમના સુખ-દુઃખનું ધ્યાન રાખશે. જ્યારે અન્ય જૂથ માને છે કે, તેમનો હેતુ તેમની અસંતોષ તેમના ટોચના નેતૃત્વ સુધી પહોંચાડવાનો હતો. તેમનો ઈરાદો ક્યારેય પાર્ટી છોડવાનો નહોતો. આવી સ્થિતિમાં શિવસેનાને હિંદુત્વની લાઇન પર લાવીને, તમારો અસંતોષ વ્યક્ત કરીને અને તમારી માંગણીઓ પૂરી કરીને પાછા ફરવું વધુ સારું છે.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?

બળવાખોર ધારાસભ્યોના પરિવારને મળશે CRPFની સુરક્ષા

મહારાષ્ટ્રનો રાજકીય ખેલ ફરી પલટાઈ તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. શિંદે જૂથમાં વિભાજનના સમાચાર સામે આવ્યા છે. બીજી તરફ, કેન્દ્ર સરકારે તમામ બળવાખોર ધારાસભ્યોના પરિવારોને CRPF સુરક્ષા આપવાની જાહેરાત કરી છે. હવે પરિવારોની સુરક્ષા માટે CRPFના જવાનોને તૈનાત કરવામાં આવશે. અગાઉ, બળવાખોરોએ આરોપ લગાવ્યો હતો કે તેમના 38 ધારાસભ્યોના પરિવારોની સુરક્ષા પાછી ખેંચી લેવામાં આવી છે. આવી સ્થિતિમાં હવે બળવાખોર ધારાસભ્યોને કેન્દ્રની સુરક્ષા આપવામાં આવી છે.

Next Article