Maharashtra Rain: મુશળધાર વરસાદને કારણે નાગપુર-સુરત નેશનલ હાઈવે ઠપ્પ, કોંકણ અને મધ્ય મહારાષ્ટ્રમાં આજે રેડ એલર્ટ જાહેર

|

Jul 11, 2022 | 12:43 PM

ભારતીય હવામાન વિભાગ (IMD) એ સોમવારે સમગ્ર કોંકણ પ્રદેશ અને મધ્ય મહારાષ્ટ્રમાં પણ રેડ એલર્ટ જાહેર કર્યું છે. મુંબઈ, થાણે, પાલઘર, રાયગઢ, રત્નાગીરી, સિંધુદુર્ગ, પુણે અને નાસિકમાં પણ ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે. ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં પણ રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે.

Maharashtra Rain: મુશળધાર વરસાદને કારણે નાગપુર-સુરત નેશનલ હાઈવે ઠપ્પ, કોંકણ અને મધ્ય મહારાષ્ટ્રમાં આજે રેડ એલર્ટ જાહેર
Maharashtra Monsoon 2022

Follow us on

મહારાષ્ટ્રના અનેક વિસ્તારોમાં છેલ્લા ત્રણ દિવસથી પડી રહેલા મુશળધાર વરસાદને (Maharashtra Rain) કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. અનેક ગામોમાં પાણી ભરાઈ ગયા છે. ઘણી જગ્યાએ રસ્તા ધોવાઈ ગયા છે અથવા પુલ ઉપરથી નદીના પાણી વહેતા હોવાને કારણે રોડ અને નદી વચ્ચેનો તફાવત સમજવો મુશ્કેલ છે. નદીમાં પૂરના કારણે અન્ય એક મહત્વનો રસ્તો પાણીમાં ગરકાવ થઈ ગયો છે. મહારાષ્ટ્રના વિદર્ભ ક્ષેત્રના વિસારવાડી ગામ પાસે નદીમાં પૂરના કારણે તેના પરનો પુલ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. જેના કારણે નાગપુરથી સુરત જતા નેશનલ હાઈવે (Nagpur-Surat National Highway) પરનો વાહન વ્યવહાર ઠપ્પ થઈ ગયો છે.

ટ્રાફિક જામના કારણે ત્રણથી ચાર કિલોમીટર સુધી ગાડીઓની લાઈન લાગી છે. વિદર્ભમાં જ ગઢચિરોલી જિલ્લામાં બે દિવસ માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આગામી ત્રણ દિવસ માટે શાળા-કોલેજોમાં રજા આપવામાં આવી છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

વિદર્ભ પ્રદેશના નવાપુર તાલુકામાં ગત રાત્રિથી મુશળધાર વરસાદ શરૂ થયો છે. નદીઓ અને નાળાઓ છલકાઈ રહ્યા છે. વધુ વરસાદને કારણે નેસુ, સરપાણી, નાગણ નદીઓ છલકાઈ ગઈ છે. જેના કારણે પુલ પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને વાહનવ્યવહાર ઠપ્પ થઈ ગયો છે. હવે ગુજરાતમાંથી આવતી ગાડીઓને નંદુરબાર તરફ વાળવામાં આવી છે અને ગુજરાત તરફ જતી ગાડીઓને દહીવત થઈને ડાયવર્ટ કરવામાં આવી છે.

ભારતીય હવામાન વિભાગે આજે મુશળધાર વરસાદની કરી આગાહી

ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ગુજરાતથી કેરળના દરિયાકાંઠાના વિસ્તારોમાં, ખાસ કરીને ઓરિસ્સા અને આંધ્રપ્રદેશમાં નીચા દબાણનું ક્ષેત્ર રચાયું છે. જેના કારણે છેલ્લા 24 કલાકમાં મધ્ય મહારાષ્ટ્ર અને વિદર્ભના ઘણા વિસ્તારોમાં વરસાદના કારણે જોરદાર બેટિંગ થઈ છે. કોંકણ, ગોવા, મરાઠવાડાના ઘણા વિસ્તારોમાં વરસાદે તબાહી મચાવી છે.

કોંકણ-મધ્ય મહારાષ્ટ્રની સાથે મુંબઈ, થાણે, પાલઘર, રાયગઢ, પુણે, નાસિકમાં પણ પડશે ભારે વરસાદ

આ દરમિયાન ભારતીય હવામાન વિભાગ (IMD) એ સોમવારે સમગ્ર કોંકણ ક્ષેત્ર અને મધ્ય મહારાષ્ટ્રમાં પણ રેડ એલર્ટ જાહેર કર્યું છે. મુંબઈ, થાણે, પાલઘર, રાયગઢ, રત્નાગીરી, સિંધુદુર્ગ, પુણે અને નાસિક સહિત તેમના નજીકના વિસ્તારોમાં અતિશય વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે. મુંબઈમાં થોડા જ સમયમાં પુષ્કળ વરસાદ બાદ છેલ્લા બે દિવસથી વરસાદ બંધ થયો હતો. પરંતુ ફરી એકવાર હવામાન વિભાગે વધુ વરસાદની આગાહી કરીને મુંબઈગરાઓનું ટેન્શન વધાર્યું છે.

હાલ ગુજરાતમાં વરસાદથી સ્થિતિ ખરાબ

ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. અહીં પણ ઘણી જગ્યાએ પુલ તૂટવાના અહેવાલો છે. અનેક વિસ્તારોમાં શાળા-કોલેજની રજાઓ આપવામાં આવી છે. ગુજરાતના મુખ્યમંત્રીએ પૂરની સ્થિતિની સમીક્ષા કરવા માટે બેઠક યોજી છે અને પરિસ્થિતિને પહોંચી વળવા વહીવટીતંત્રને જરૂરી સૂચનાઓ આપી છે. વહીવટીતંત્ર સંપૂર્ણ એલર્ટ મોડ પર છે.

Published On - 12:36 pm, Mon, 11 July 22

Next Article