Maharashtra : પોલીસે 3 કલાકમાં ભિક્ષુકની ખોવાયેલી બેગ શોધી કાઢી, બેગમાં હતા આટલા રૂપિયા ?

|

May 28, 2021 | 12:47 PM

Maharashtra: ભિક્ષુક બાબુરામની ખોવાયેલી બેગ પોલીસને રામનગર ટાંડા પાસે બિનવારસી હાલતમાં મળી આવી હતી. સૌથી આશ્ચર્યની વાત એ છે કે ભિખારીના બેગમાં પડેલા બધા પૈસા સંપૂર્ણપણે સલામત હતા.

Maharashtra : પોલીસે 3 કલાકમાં ભિક્ષુકની ખોવાયેલી બેગ શોધી કાઢી, બેગમાં હતા આટલા રૂપિયા ?
ભિખારીની બેગ પોલીસે શોધી કાઢી

Follow us on

Maharashtra: ભિક્ષુક બાબુરામની ખોવાયેલી બેગ પોલીસને રામનગર ટાંડા પાસે બિનવારસી હાલતમાં મળી આવી હતી. સૌથી આશ્ચર્યની વાત એ છે કે ભિખારીના બેગમાં પડેલા બધા પૈસા સંપૂર્ણપણે સલામત હતા.

મહારાષ્ટ્રના પરલીમાં એક આશ્ચર્યજનક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. વૈજનાથ મંદિરની બહાર બાબુરામ નાયકાવડે નામના ભિખારીની બેગ અચાનક ખોવાઈ ગઇ હતી. જે બાદ ભિખારીએ ફરિયાદ લઇને પોલીસ પાસે પહોંચ્યો હતો.(ફાઇલ પોલીસ ફરિયાદ) પોલીસ પણ ભિખારીની બેગ ગુમ થવાની ફરિયાદને લઇને આશ્ચર્યમાં મુકાઇ હતી.

પરંતુ, ફરિયાદ કરતા સમયે ભિખારીને રડતો જોઈને પોલીસ થોડી ગંભીર થઈ ગઈ. અને તેને પૂછ્યું કે તેની બેગમાં શું છે જેના માટે તે આટલો દુ:ખી છે. આ ભિખારીએ પોલીસને કહ્યું કે તેની બેગમાં 1 લાખ 72 હજાર 290 રૂપિયા હતા, ત્યારબાદ, પોલીસે ભિખારીની બેગની શોધખોળ શરૂ કરી હતી. ઘણા પ્રયત્નો પછી આખરે પોલીસને તે બેગ મળી આવી હતી.

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

ભિખારીએ બેંક ખાતામાં પૈસા રાખવાની સલાહ આપી
રામનગર ટાંડા પાસે પોલીસને બાબુરામની બેગ મળી આવી હતી. સુખદ વાત એ છે કે ભિખારીના બધા પૈસા સંપૂર્ણપણે સલામત હતા. પોલીસે તે બેગ ભિક્ષુકને આપી અને સલાહ આપી કે બેગમાં આટલા પૈસા રાખવાને બદલે તે બેંક ખાતામાં સુરક્ષિત રાખી શકે છે.

ભીખ માંગીને 1 લાખ 72 હજાર રૂપિયા જમા કર્યા

તમને સાંભળીને નવાઇ લાગશે કે ભિખારી બાબુરામ વર્ષોથી વૈજનાથ મંદિરની બહાર ભીખ માંગતો હતો. મંદિરની બહાર આવતા-જતા લોકો તેને કંઈકને કંઇક આપતા હતા. તેણે વર્ષોથી ભીખ માંગીને આટલી મોટી રકમ એકઠી કરી હતી. જ્યારે સોમવારે તેની બેગ ખોવાઈ ત્યારે તે ખૂબ જ અસ્વસ્થ થઈ ગયો. તેની વર્ષોની મહેનતથી પાણી વહી જતા તે તુરંત જ ફરિયાદ કરવા પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. જોકે પોલીસની મદદથી તેને તેની ખોવાયેલી બેગ પાછી મળી ગઇ છે.

 

Next Article