Maharashtra : કેબિનેટ વિસ્તરણમાં પંકજા મુંડેની સૂચક ગેરહાજરી રાજ્યમાં બની ચર્ચાનો વિષય

|

Aug 09, 2022 | 4:32 PM

ફડણવીસ નાયબ મુખ્યમંત્રી (CM) બન્યા ત્યારે તેઓ તેમની સાથે ચાલતા જોવા મળ્યા હતા. પરંતુ આજે કેબિનેટ વિસ્તરણમાં તે આવ્યા ન હતા. એવું શા માટે? આ બાબત રાજ્યમાં ચર્ચાનો વિષય બની ગયો છે.

Maharashtra : કેબિનેટ વિસ્તરણમાં પંકજા મુંડેની સૂચક ગેરહાજરી રાજ્યમાં બની ચર્ચાનો વિષય
Pankaja Munde (File Image )

Follow us on

9 ઓગસ્ટ મંગળવારે મહારાષ્ટ્રમાં(Maharashtra ) કેબિનેટ વિસ્તરણનો પ્રથમ (First ) તબક્કો પૂર્ણ થયો છે. જેમાં શિંદે (Shinde ) જૂથના ભાજપના 9 અને શિવસેનાના 9 મંત્રીઓએ શપથ લીધા. પરંતુ આ મંત્રીમંડળમાં એક પણ મહિલાએ શપથ લેવડાવ્યા નથી. આ પર કટાક્ષ કરતા NCP સાંસદ સુપ્રિયા સુલેએ ટ્વીટ કરીને પીએમ નરેન્દ્ર મોદીને સીધો સવાલ કર્યો કે, ‘તમે કહો છો કે મહિલાઓ ગૃહિણી બને છે અને રાષ્ટ્ર નિર્માતા પણ બને છે. પરંતુ ભાજપ અને શિંદે જૂથની સરકારમાં એક પણ મહિલાને મંત્રી બનાવવામાં આવી ન હતી. બીજી મહત્વની વાત એ સામે આવી છે કે આ કાર્યક્રમમાં પંકજા મુંડે હાજર નહોતા.

મંત્રીમંડળમાં ભવિષ્યમાં મહિલાઓનો સમાવેશ કરાશે :

કેબિનેટ વિસ્તરણમાં કેમ કોઈ મહિલાને સ્થાન ન મળ્યું? જવાબમાં, શિંદે જૂથના મુખ્ય દંડક ભરત ગોગાવલેએ કહ્યું કે આ કેબિનેટ વિસ્તરણનો પ્રથમ તબક્કો છે. થોડી ધીરજ રાખો, ભવિષ્યમાં મહિલાઓને સામેલ કરવામાં આવશે. પરંતુ ભાજપ તરફથી કોઈએ જવાબ આપ્યો નથી કે કેબિનેટ વિસ્તરણમાં પંકજા મુંડેની ગેરહાજરીનું કારણ શું છે? શું ફડણવીસ અને મુંડે વચ્ચે ઝઘડો યથાવત  છે?  જોકે કાર્યક્રમમાં પંકજાના નજીકના વિનોદ તાવડે હાજર હતા. આ બંનેએ રાજ્યના રાજકારણમાં ફડણવીસ સામે બળવાનું બ્યુગલ ફૂંક્યું હતું. આ પછી કેન્દ્રીય નેતૃત્વએ બંનેને રાષ્ટ્રીય રાજકારણમાં ખેંચી લીધા હતા. બાદમાં એવા અહેવાલો આવ્યા હતા કે પંકજા અને ફડણવીસ વચ્ચે બધુ બરાબર છે. જ્યારે ફડણવીસ નાયબ મુખ્યમંત્રી બન્યા ત્યારે તેઓ તેમની સાથે ચાલતા જોવા મળ્યા હતા. પરંતુ આજે કેબિનેટ વિસ્તરણમાં તે આવ્યા ન હતા. એવું શા માટે? આ બાબત રાજ્યમાં ચર્ચાનો વિષય બની ગયો છે.

પંકજા મુંડે કાર્યક્રમમાં ગેરહાજર રહી ચર્ચામાં રહ્યા :

અઢી વર્ષ સત્તાથી દૂર રહ્યા બાદ મહારાષ્ટ્રમાં શિંદે જૂથ સાથે ભાજપની સરકાર બની હતી. મંત્રીમંડળના વિસ્તરણને લગતા આ કાર્યક્રમમાં કેન્દ્રીય રેલ્વે રાજ્ય મંત્રી રાવ સાહેબ દાનવે સહિત ઘણા કેન્દ્રીય નેતાઓ હાજર હતા, માત્ર પંકજા મુંડે ગાયબ હતા. તે નારાજગીના કારણે આવી ન શક્યા હતા કે પછી તે અન્ય કોઈ કામમાં વ્યસ્ત હતા તે ચર્ચાનો વિષય બની રહે છે. અથવા એક કારણ એ પણ હોઈ શકે છે કે મંત્રીમંડળના વિસ્તરણમાં તેમના સમર્થકોને તક મળી નથી. પરંતુ સવાલ એ પણ છે કે શું ફડણવીસના સમર્થકોને મંત્રી બનવાની તક મળશે ?

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

જો કે, કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેએ પણ આ કાર્યક્રમમાં ભાગ લીધો ન હતો. પરંતુ તેણે આનું કારણ પહેલેથી જ જણાવી દીધું હતું. તેની ભાભીના અવસાનને કારણે તે કણકવલીમાં છે અને તેના કારણે તે કાર્યક્રમમાં હાજર રહી શકશે નહીં, તે અંગે તેણે પહેલેથી જ જાણ કરી દીધી હતી. પરંતુ પંકજા મુંડે કેટલાક અનિશ્ચિત કારણોસર આવ્યા ન હતા.

ભાજપના 9 મંત્રીઓએ શપથ લીધા, તે તમામ ફડણવીસના વિશ્વાસુ છે

શપથ ગ્રહણ કરનારા ભાજપના 9 મંત્રીઓમાં ચંદ્રકાંત પાટીલ, અતુલ સેવ, ગિરીશ મહાજન, સુધીર મુનગંટીવાર, રવિન્દ્ર ચવ્હાણ – આ તમામને ફડણવીસના વિશ્વાસુ માનવામાં આવે છે. મંત્રી તરીકે શપથ લેનાર એક પણ ધારાસભ્ય પંકજા મુંડેનો સમર્થક નથી. કદાચ પંકજા મુંડેના કેબિનેટ વિસ્તરણ કાર્યક્રમમાં ન આવવા પાછળનું આ એક કારણ હોઈ શકે છે.

જોકે, તે રાજ્યસભા અને વિધાન પરિષદની ચૂંટણી દરમિયાન રાજ્યમાં ખૂબ જ સક્રિય જોવા મળ્યા હતા. શિંદે જૂથ દ્વારા શિવસેનામાં બળવો થયો ત્યારે પણ તે ભાજપની બેઠકોમાં હાજરી આપતા હતા. આ સાથે એવું લાગી રહ્યું હતું કે તેના મનની કડવાશ દૂર થઈ ગઈ છે અને તે ફરી એકવાર રાજ્યના રાજકારણમાં સક્રિય જોવા મળ્યા  છે. પરંતુ ફરી એકવાર પંકજા મુંડે કેબિનેટ વિસ્તરણ સંબંધિત કાર્યક્રમમાં ગેરહાજર રહી હતી. આનાથી ફરી એકવાર ચર્ચાનો દોર શરૂ થયો છે.

Next Article