Maharashtra: મુંબઈમાં માત્ર ધારાસભ્યોને જ ઘર આપવાના નિર્ણયનો વિરોધ, NCP પ્રમુખ શરદ પવારે કહ્યું ‘હું અમારા મંત્રી સાથે વાત કરીશ’

|

Mar 28, 2022 | 9:28 PM

શરદ પવારે કહ્યું કે ધારાસભ્યો માટે હાઉસિંગ બોર્ડ સ્કીમમાં ક્વોટા હોવો જોઈએ અને આખી સ્કીમ તેમના માટે બનાવવી જોઈએ નહીં. હું આ વિષય પર ટૂંક સમયમાં મારી પાર્ટી અને અમારા મંત્રી સાથે વાત કરીશ.”

Maharashtra: મુંબઈમાં માત્ર ધારાસભ્યોને જ ઘર આપવાના નિર્ણયનો વિરોધ, NCP પ્રમુખ શરદ પવારે કહ્યું હું અમારા મંત્રી સાથે વાત કરીશ
NCP Chief Sharad Pawar (File Image)

Follow us on

મહારાષ્ટ્ર સરકાર (Maharashtra Government)ના બજેટ સત્રમાં ગૃહ નિર્માણ મંત્રી જિતેન્દ્ર આવ્હાડે 300 ધારાસભ્યો માટે ઘરની (House for MLAs) જાહેરાત કરી હતી. અલબત્ત, ધારાસભ્યોએ આ મકાનો ખરીદવા પડશે, પરંતુ ફક્ત મુંબઈ અને MMR બહારથી આવેલા ધારાસભ્યો જ આ મકાનો લઈ શકશે, આ જાહેરાત મંત્રી અને NCP નેતા જિતેન્દ્ર આવ્હાડે કરી હતી. પરંતુ પાર્ટીના અધ્યક્ષ અને મહાવિકાસ અઘાડીના શિલ્પકાર શરદ પવાર (NCP Chief Sharad Pawar)નો આ નિર્ણય પર અલગ મત છે.

અમારી સહયોગી ચેનલ ટીવી9 ભારતવર્ષ સાથે વાત કરતા પવારે કહ્યું કે ધારાસભ્યો માટે હાઉસિંગ બોર્ડ સ્કીમમાં ક્વોટા હોવો જોઈએ અને આખી સ્કીમ તેમના માટે બનાવવી જોઈએ નહીં. હું આ વિષય પર ટૂંક સમયમાં મારી પાર્ટી અને અમારા મંત્રી સાથે વાત કરીશ.” ગત ગુરુવારે ઘરના બાંધકામના મુદ્દે ચર્ચા કરતી વખતે મંત્રી જિતેન્દ્ર આવ્હાડે જાહેરાત કરી હતી કે જે ધારાસભ્યો મુંબઈ અથવા MMR વિસ્તારમાંથી ચૂંટાઈને આવ્યા નથી, આવા ધારાસભ્યો માટે 300 ઘર MHADA બનાવશે. તેઓએ આ ઘર ખરીદવું પડશે. વાસ્તવમાં, મ્હાડા, જે મહારાષ્ટ્ર સરકારનો એક ભાગ છે, તે મુંબઈ અને MMR વિસ્તારમાં પોસાય તેવા મકાનો બનાવે છે. સરકાર મુંબઈના ગોરેગાંવ વિસ્તારમાં 300 ઘર બનાવવા જઈ રહી છે.

ભાજપના નેતા અને ધારાસભ્ય રામ કદમે આ નિર્ણયનો કર્યો વિરોધ

આ નિર્ણયનો ભાજપના નેતા અને ધારાસભ્ય રામ કદમે પણ વિરોધ કર્યો હતો. તેમણે માંગ કરી હતી કે મુંબઈમાં જે 300 ઘરો બની રહ્યા છે તે કોવિડ યોદ્ધાઓને આપવામાં આવે. કદમના જણાવ્યા અનુસાર “સરકારે પહેલા તેની પ્રાથમિકતા નક્કી કરવી જોઈએ અને કોવિડ યોદ્ધાઓના પરિવારોને મફત મકાનો આપવા જોઈએ, જેમણે લોકોની સેવા કરતી વખતે પોતાનો જીવ ગુમાવ્યો અને હવે તેમના પરિવારો પાસે છત નથી”. કદમે વધુમાં કહ્યું કે હું એ પણ કહેવા માંગુ છું કે અમે ધારાસભ્યોને ઘર આપવાના વિરોધમાં નથી, પરંતુ પહેલા કોવિડમાં જીવ ગુમાવનારા ડોકટરો, નર્સો, BMC સ્ટાફને ઘર આપવામાં આવે.

વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો

ઘણા ધારાસભ્યોએ માંગ કરી હતી કે મુંબઈ શહેરમાં તેમના હકનું નાનું ઘર હોવું જોઈએ. હાલમાં મનોરા છાત્રાલયનું નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે. જેના કારણે ઘણા ધારાસભ્યો હોટલોમાં રોકાયા છે. દૂર-દૂરના વિસ્તારોમાંથી આવેલા ધારાસભ્યો જેમની પાસે મુંબઈમાં કોઈ ઘર નથી તેમને સમસ્યા છે, તેથી જ સરકારે આ નિર્ણય લીધો છે.

આ પણ વાંચો: ગુજરાત : તાપી-પાર-નર્મદા રિવર લિંક અપ યોજના સ્થગિત કરાઇ, ટુંક સમયમાં સત્તાવાર જાહેરાત થશે

આ પણ વાંચો: કાઉન્ટડાઉન શરૂ, 31 માર્ચે અવિશ્વાસ પ્રસ્તાવ પર થશે ચર્ચા, ઈમરાન ખાનની ખુરશી જવાનો ખતરો વધ્યો

Next Article