Maharashtra Omicron Update: મહારાષ્ટ્રમાં ઓમિક્રોનની ઝડપ વધી, દેશમાં દર ચોથો ઓમિક્રોન સંક્રમિત દર્દી મહારાષ્ટ્રનો

|

Jan 16, 2022 | 1:06 PM

Maharashtra: મહારાષ્ટ્રમાં (Corona) કોરોનાની સાથે હવે ઓમિક્રોનનો (Omicron) કહેર પણ વધી ગયો છે. એક તરફ, મહારાષ્ટ્રમાં કોરોનાના આંકડા દરરોજ 40 હજારને પાર કરી રહ્યા છે.

Maharashtra Omicron Update: મહારાષ્ટ્રમાં ઓમિક્રોનની ઝડપ વધી, દેશમાં દર ચોથો ઓમિક્રોન સંક્રમિત દર્દી મહારાષ્ટ્રનો
Omicron symbolic picture

Follow us on

Maharashtra: મહારાષ્ટ્રમાં (Corona) કોરોનાની સાથે હવે ઓમિક્રોનનો (Omicron) કહેર પણ વધી ગયો છે. એક તરફ, મહારાષ્ટ્રમાં કોરોનાના આંકડા દરરોજ 40 હજારને પાર કરી રહ્યા છે. તો ઓમિક્રોનમાં પણ સતત બીજા દિવસે 100 થી વધુ કેસ નોંધાયા છે. શનિવારે રાજ્યમાં ઓમિક્રોનના 125 નવા કેસ નોંધાયા છે. દેશમાં અત્યાર સુધીમાં ઓમિક્રોનના 7 હજાર 743 કેસ નોંધાયા છે. તેમાંથી મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના દર્દીઓની સંખ્યા અત્યાર સુધીમાં 1 હજાર 730 થઈ ગઈ છે. એટલે કે દેશમાં ઓમિક્રોનનો દર ચોથો દર્દી મહારાષ્ટ્રનો છે. આ સાથે મહારાષ્ટ્રમાં ઓમિક્રોન (Maharashtra Omicron Update) સંબંધિત સ્થિતિને સમજી શકાય છે. જો કે, રાજ્યમાં એક દિવસમાં 879 લોકો ઓમિક્રોનથી સાજા પણ થયા છે. કોરોનાની વાત કરીએ તો, જ્યાં છેલ્લા ચોવીસ કલાકમાં દેશમાં 2 લાખ 71 હજાર 202 નવા કેસ નોંધાયા છે, જ્યારે એકલા મહારાષ્ટ્રમાં એક દિવસમાં 42 હજાર 462 કેસ નોંધાયા છે. તેમજ 23 દર્દીઓના મોત થયા છે.

આ રીતે દેશમાં દર છઠ્ઠો થી સાતમો દર્દી મહારાષ્ટ્રનો છે. દેશમાં જ્યાં અત્યાર સુધીમાં સક્રિય કોરોના કેસની સંખ્યા વધીને 15 લાખ 50 હજાર 377 થઈ ગઈ છે, ત્યાં એકલા મહારાષ્ટ્રમાં જ સક્રિય કોરોના કેસ વધીને 2 લાખ 64 હજાર 441 થઈ ગયા છે. આ દરમિયાન શનિવારે મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજિત પવારે કોરોનાની સ્થિતિ અંગે સમીક્ષા બેઠક યોજી હતી અને સ્પષ્ટ કર્યું હતું કે, મહારાષ્ટ્રમાં જે દિવસથી ઓક્સિજનની માંગ પ્રતિદિન 700 મેટ્રિક ટન આવવાનું શરૂ થશે તે દિવસથી લોકડાઉન લાગુ કરવામાં આવશે. હાલમાં રાજ્યના લોકોને અપીલ કરતાં તેમણે કહ્યું છે કે, જો લોકડાઉનથી બચવું હોય તો કોરોનાની માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરો.

મહારાષ્ટ્ર નાગપુર-મુંબઈ-પુણેમાં સૌથી વધુ ઓમિક્રોન કેસ છે

મહારાષ્ટ્રમાં નોંધાયેલા ઓમિક્રોનના 125 કેસોમાંથી 26 કેસ અન્ય રાજ્યોના છે, જેમનું જીનોમ સિક્વન્સિંગ મહારાષ્ટ્રમાં કરવામાં આવ્યું છે. જેમાંથી 9 વિદેશી નાગરિકો પણ છે. મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર કરવામાં આવેલી તપાસમાં આ લોકો સામે આવ્યા હતા. અત્યાર સુધીમાં 4 હજાર 792 સેમ્પલ જીનોમ સ્કેવેન્જિંગ માટે લેબમાં મોકલવામાં આવ્યા છે. જેમાંથી 72 સેમ્પલના રિપોર્ટ આવવાના બાકી છે. 125 નવા ઓમિક્રોન સંક્રમિત કેસમાંથી 39 કેસ નાગપુરમાંથી અને 24 મુંબઈમાંથી મળી આવ્યા છે. મુંબઈને અડીને આવેલા મીરા-ભાઈંદરમાંથી 20 ઓમિક્રોન કેસ સામે આવ્યા છે. પુણે મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાંથી 11 કેસ નોંધાયા છે.

વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો

બાકીના મહારાષ્ટ્રમાં ઓમિક્રોન સંબંધિત સ્થિતિ

બાકીના મહારાષ્ટ્રમાં ઓમિક્રોન સંબંધિત સ્થિતિ વિશે વાત કરીએ તો, અમરાવતીમાંથી 9 કેસ નોંધાયા છે. મુંબઈને અડીને આવેલા થાણે જિલ્લામાંથી 7 કેસ નોંધાયા છે. અકોલામાં 5 લોકો ઓમિક્રોનથી સંક્રમિત જોવા મળ્યા છે. કોલ્હાપુર જિલ્લાના 4 લોકો ઓમિક્રોનથી સંક્રમિત હોવાનું જાણવા મળ્યું છે. પુણેને અડીને આવેલા પિંપરી-ચિંચવડમાંથી 3 લોકો ઓમિક્રોનથી સંક્રમિત જોવા મળ્યા છે. ઔરંગાબાદ, જાલના, પુણે ગ્રામીણ અને અહેમદનગરમાંથી 2-2 અને નાસિક, કોલ્હાપુર સિટી, લાતુર, સતારા, થાણે મ્યુનિસિપલ કોર્પોરેશન અને વર્ધામાંથી 1-1 કેસ નોંધાયા છે.

આ પણ વાંચો: પરીક્ષાનો તનાવમુક્ત માહોલ સર્જવા PM MODI વિદ્યાર્થીઓ સાથે કરશે Pariksha Pe Charcha, ચર્ચામાં જોડાવા આ રીતે કરો રજીસ્ટ્રેશન

આ પણ વાંચો: GMRC Recruitment 2022: ગુજરાત મેટ્રોમાં બમ્પર ભરતી, જાણો લાયકાત અને સંપૂર્ણ વિગતો

Published On - 1:05 pm, Sun, 16 January 22

Next Article