Maharashtra: મનસે પ્રમુખ રાજ ઠાકરેએ આ કારણથી રદ કર્યો હતો અયોધ્યા પ્રવાસ, આપ્યુ આ નિવેદન

|

May 22, 2022 | 9:08 PM

રાજ ઠાકરેએ (Raj Thackeray) પૂણેમાં એક રેલી દરમિયાન કહ્યું કે લાઉડસ્પીકર બંધ કરવાની જાહેરાત બાદ તેમણે કહ્યું કે તેઓ અયોધ્યા જશે. ત્યારપછી મને સમજાયું કે આ બધું ટ્રેપ છે.

Maharashtra: મનસે પ્રમુખ રાજ ઠાકરેએ આ કારણથી રદ કર્યો હતો અયોધ્યા પ્રવાસ, આપ્યુ આ નિવેદન
Raj Thackeray (File Image)

Follow us on

મહારાષ્ટ્રની (Maharashtra) આર્થિક રાજધાની મુંબઈમાં, મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેએ 5 જૂને યોજાનારી તેમની અયોધ્યા મુલાકાત મુલતવી રાખી છે. પૂણેમાં તેમની સભાની શરૂઆત પહેલા તેમણે કહ્યું “છેલ્લા બે દિવસ પહેલા, મેં મારી અયોધ્યા યાત્રા સ્થગિત કરવા અંગે ટ્વીટ કર્યું હતું. આ દરમિયાન મેં એક ઈરાદાપૂર્વકનું નિવેદન આપ્યું હતું, જેથી દરેકને તેમના પ્રતિસાદ આપવાની તક મળે. જે લોકો મારા અયોધ્યા પ્રવાસની વિરુદ્ધ હતા, તેઓ મને ફસાવવાની કોશિશ કરી રહ્યા હતા, પરંતુ મેં આ વિવાદમાં ન પડવાનું નક્કી કર્યું.

મનસેના વડા રાજ ઠાકરેએ કહ્યું કે હું તાજેતરમાં પૂણે આવ્યા બાદ બીમાર હતો. તે દરમિયાન મારા પગ અને કમરમાં ઘણી સમસ્યા હતી. એટલા માટે તે સમયે મેં મુંબઈ જઈને સારવાર શરૂ કરી હતી. જો કે, હજુ પણ તબીબો દ્વારા સારવાર ચાલુ છે અને આગામી 1લી તારીખે ઓપરેશન કરવામાં આવશે. આવી સ્થિતિમાં હું આ બધું એટલા માટે કહી રહ્યો છું કારણકે ખબર નથી કે આવતીકાલે પત્રકાર મિત્રો ક્યા સમાચાર બનાવવાનું શરૂ કરશે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

ઠાકરેએ કહ્યું- જે મારી અયોધ્યા મુલાકાતની વિરુદ્ધ હતા તેઓ મને ફસાવવાની કોશિશ કરી રહ્યા હતા

અયોધ્યા પ્રવાસ રદ થવાથી લોકો નારાજ

રાજ ઠાકરેએ પૂણેની રેલીને સંબોધિત કરતા કહ્યું કે એક દિવસ પહેલા જ્યારે મેં અયોધ્યા પ્રવાસ થોડા સમય માટે સ્થગિત કર્યો હતો. આ દરમિયાન ઘણા લોકો તેમનાથી નારાજ થયા. આમાં ઘણા લોકો ભાષણો પણ કરી રહ્યા હતા. એટલા માટે છેલ્લા 2 દિવસથી હું કંઈ બોલ્યો નહીં, લોકોને જે બોલવું હોય તે બોલવા દો, પરંતુ આજે હું મારી ભૂમિકા મહારાષ્ટ્ર અને દેશને જણાવીશ, રાજ ઠાકરેએ પૂણેમાં જ લાઉડસ્પીકર બંધ કરવાની જાહેરાત કર્યા બાદ કહ્યું હતું કે હું અયોધ્યા જશે. ત્યારપછી મને અયોધ્યા આવવા દેવામાં નહીં આવે તેવો નિવેદનો શરૂ થઈ ગયા હતા. તે પછી મને સમજાયું કે આ બધી ટ્રેપ છે. જેમાં મારે ફસાઈ ન જવું જોઈએ. જો કે, આ બધી વસ્તુઓ મહારાષ્ટ્રથી શરૂ થઈ છે. આવી સ્થિતિમાં જે લોકોને એ પસંદ નથી કે મારે અયોધ્યા જવું જોઈએ. તેણે મારી વિરુદ્ધ ઘણું કર્યું પરંતુ હું ચોક્કસ જઈશ.

યુપી ભાજપ સાંસદે કર્યો હતો વિરોધ

આ દરમિયાન ઉત્તર પ્રદેશના ભાજપ સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહે માંગ કરી હતી કે મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના વડા અયોધ્યા આવતા પહેલા ઉત્તર ભારતીયોનું અપમાન કરવા બદલ માફી માંગે. તેમણે કહ્યું કે જ્યાં સુધી રાજ ઠાકરે જાહેરમાં માફી નહીં માંગે ત્યાં સુધી તેમને ઉત્તર પ્રદેશમાં પ્રવેશવા દેવામાં આવશે નહીં.

Next Article