Maharashtra: ‘હું સંજય રાઉત જેવા ‘પોપટ’ સામે FIR નોંધાવીશ’, જેલમાંથી મુક્ત થયેલા સાંસદ નવનીત રાણાના તીખા તેવર

|

May 09, 2022 | 5:13 PM

મહારાષ્ટ્રમાં (Maharashtra) હનુમાન ચાલીસા વિવાદમાં જામીન પર છૂટેલા અમરાવતીના અપક્ષ સાંસદ નવનીત રાણાએ (MP Navneet Rana) સોમવારે મહાવિકાસ અઘાડી પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે સાંસદે ખુલ્લેઆમ ગુંડા જેવી ધમકી આપી....હું સંજય રાઉત જેવા 'પોપટ' સામે FIR નોંધાવીશ

Maharashtra: હું સંજય રાઉત જેવા પોપટ સામે FIR નોંધાવીશ, જેલમાંથી મુક્ત થયેલા સાંસદ નવનીત રાણાના તીખા તેવર
Navneet Rana (file photo)

Follow us on

મહારાષ્ટ્રમાં (Maharashtra) હનુમાન ચાલીસા વિવાદમાં શરતી જામીન પર છૂટેલા અમરાવતીના અપક્ષ સાંસદ નવનીત રાણાએ (MP Navneet Rana) સોમવારે મહાવિકાસ અઘાડી પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે દિલ્લી પહોચતાં જ કડક સ્વરમાં કહ્યું કે  સાંસદે ખુલ્લેઆમ ગુંડા જેવી ધમકી આપી….હું સંજય રાઉત જેવા ‘પોપટ’ સામે FIR નોંધાવીશ. જેમણે કહ્યું કે તેઓ મને 20 ફૂટ ઊંડે દાટી દેશે. તમને જણાવી દઈએ કે, ગત દિવસોમાં સંજય રાઉતે નવનીત રાણા પર પોતાની પ્રતિક્રિયા આપતાં મીડિયાને કહ્યું હતું કે જે કોઈ શિવસેના (Shivsena) અને માતોશ્રી તરફ આંખ ઉઠાવશે તેને જમીનથી 20 ફૂટ નીચે દફનાવી દેવામાં આવશે. સ્મશાન ભૂમિ સુધી સ્મશાન સામગ્રી પહોંચાડી દેવામાં આવી છે. હવે નવનીત રાણાએ તેમની સામે કેસ નોંધવાની વાત કહી છે.

બીજી તરફ, મુંબઈ સેશન્સ કોર્ટે ધારાસભ્ય રવિ રાણા અને સાંસદ નવનીત રાણાને શો કોઝ નોટિસ પાઠવીને પૂછ્યું છે કે શા માટે તેમના જામીન રદ કરવામાં ન આવે. શા માટે તેમની સામે બિનજામીનપાત્ર વોરંટ જાહેર ન કરવું જોઈએ કારણ કે તેમણે કથિત રીતે તેમને આપવામાં આવેલી જામીનની શરતોનું ઉલ્લંઘન કર્યું છે. રાણા દંપતીને 18 મે સુધીમાં જવાબ આપવાનો સમય આપવામાં આવ્યો છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

BMC પણ રાણા દંપતીને નોટિસ મોકલશે, ઘરમાં મળ્યું ગેરકાયદે બાંધકામ

આ દરમિયાન, મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)ની ટીમે પણ રાણા દંપતીનું મુંબઈના ખાર વિસ્તારમાં તેમના નિવાસસ્થાને નિરીક્ષણ કર્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર, BMCને જાણવા મળ્યું છે કે રાણા દંપતીના ઘરમાં ગેરકાયદે બાંધકામ કરવામાં આવ્યું છે. એટલે કે મંજૂર નકશાને બદલે અલગ બાંધકામ કરવામાં આવ્યું છે. તેથી, BMC હવે રાણા દંપતીના ઘરની અંદર ગેરકાયદેસર બાંધકામને લઈને નોટિસ મોકલવા માટે તૈયાર છે.

જેલમાંથી છુટતાં જ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા

તમને જણાવી દઈએ કે, હનુમાન ચાલીસા વિવાદમાં 5 મેના રોજ સાંસદ નવનીત રાણાને 14માં દિવસે જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા. જેલમાંથી છૂટ્યા બાદ તેમને લીલાવતી હોસ્પિટલમાં મેડિકલ ચેકઅપ માટે લાવવામાં આવ્યા હતા. અહીં ચેકઅપ બાદ તેમને દાખલ કરવામાં આવ્યા હતા. રાણાના વકીલ રિઝવાન મર્ચન્ટે ફરિયાદ કરી હતી કે તેમના અસીલને જેલમાં યોગ્ય સારવાર મળી રહી નથી. મર્ચન્ટે ભાયખલા જેલના સુપરિન્ટેન્ડેન્ટને પત્ર લખીને જણાવ્યું હતું કે રાણા સ્પોન્ડિલોસિસથી પીડિત છે. તેમને સીટી સ્કેનની સુવિધા આપવામાં આવી રહી નથી. તે જ સમયે, 8 મેના રોજ લીલાવતી હોસ્પિટલમાંથી રજા મળ્યા પછી, નવનીત રાણાએ સીએમ ઉદ્ધવ ઠાકરેને પડકાર ફેંક્યો.

Next Article