Maharashtra Lockdown: લોકડાઉનની આશંકા વચ્ચે મુંબઇમાં દારૂની થશે હોમ ડિલિવરી, જાણો શું છે નિયમો

|

Apr 11, 2021 | 12:45 PM

કોરોનાના આ સમયમાં મુંબઈમાં દારુની હોમ ડીલીવરી કરવાની મંજૂરી આપી છે. જેમાં હોમ ડીલીવરી કરનાર કામદારે કેટલાક નિયમોનું પાલન કરવું પડશે.

Maharashtra Lockdown: લોકડાઉનની આશંકા વચ્ચે મુંબઇમાં દારૂની થશે હોમ ડિલિવરી, જાણો શું છે નિયમો
પ્રતિકાત્મક તસ્વીર

Follow us on

મહારાષ્ટ્ર સરકાર કોરોનાના ઝડપથી કથળી ગયેલી થતી પરિસ્થિતિઓને નિયંત્રણમાં રાખવા માટે બે થી ત્રણ અઠવાડિયા સુધી સંપૂર્ણ લોકડાઉન કરવાનું વિચારી રહી છે. સરકારે વીકએન્ડ લોકડાઉન અને નાઇટ કર્ફ્યુ જેવા પગલા પહેલા જ લઈ લીધા છે. આ દરમિયાન બૃહન્મુંબઇ પાલિકા કાઉન્સિલ (બીએમસી) દ્વારા મહાનગરમાં સવારે 7 વાગ્યાથી રાત્રીના 8 વાગ્યા સુધી ઘરે દારૂ પહોંચાડવાની મંજૂરી આપવામાં આવી છે. હોમ ડિલિવરી કામદારોએ બધા કોરોના નિવારણ નિયમોનું પાલન કરવું આવશ્યક છે.

જી હા કોરોનાના આ સમયમાં મુંબઈમાં દારુની હોમ ડીલીવરી કરવાની મંજૂરી આપી છે. જેમાં હોમ ડીલીવરી કરનાર કામદારે એના માટે કોરોનાના દરેક નિયમનું પાલન કરવું પડશે.

આ સાથે જ શનિવારે સાંજે મળેલી સર્વપક્ષીય બેઠકમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું છે કે રાજ્યમાં કોરોનાની કથળેલી હાલતને ધ્યાનમાં રાખીને લોકડાઉન સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. તેમણે કહ્યું હતું કે કોરોના સંક્રમણની સાંકળ તોડવા માટે કડક નિર્ણયો લેવાનો સમય આવી ગયો છે. હવે લોકડાઉન સિવાય બીજો કોઈ વિકલ્પ નથી.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

તે જ સમયે, ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને કોંગ્રેસના નેતા અશોક ચવ્હાણે સૂચન આપ્યું હતું કે, કડક પ્રતિબંધો લાદતી વખતે જરૂરીયાતમંદ વર્ગનું ધ્યાન રાખવું જોઈએ. તેમજ સરકારે લીધેલા નિર્ણયને લોકો સુધી યોગ્ય રીતે પહોંચાડવો જોઇએ, જેથી મૂંઝવણ ટાળી શકાય.

તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્ર સરકારે શુક્રવારની રાતથી સોમવાર સવારે 7 વાગ્યે વિકએન્ડ લોકડાઉન પણ લાગુ કર્યું છે. આ સમયગાળા દરમિયાન ખોરાક અને આવશ્યક પુરવઠો અને વિવિધ પરીક્ષાઓ આપતા વિદ્યાર્થીઓની આવન જાવનની મંજૂરી છે.

દેશભરમાં આત્યારે કોરોનાને લઈને ખુબ કપરી પરીસ્થિતિ છે. દિવસેને દિવસે કોરોનાના કેસ ઘણા વધી રહ્યા છે. એવામાં મહારાષ્ટ્રમાં કોરોનાનો જાણે રાફડો ફાટ્યો છે. વધતા જતા કેસોને ધ્યાનમાં લઈને મહારાષ્ટ્ર સરકાર કોરોનાને રોકવા માટે કડક પગલા લઇ રહી છે. અને તેનું પાલન કરાવી રહી છે. દેશના અનેક રાજ્યોના શહેરમાં કોરોનાને લઈને નિયમો કડક થતા જઈ રહ્યા છે.

આ પણ વાંચો: લોકડાઉન સામે વિરોધ: હાથમાં કટોરો લઈને ભીખ માંગવા રસ્તા પર બેઠા છત્રપતિ શિવાજી મહારાજના વંશજ

આ પણ વાંચો: Tika Utsav: PM મોદીની અપીલ પર આજથી દેશભરમાં ‘ટીકા ઉત્સવ’ શરુ, વધુ રસીકરણ પર મુકાશે ભાર

Next Article