Maharashtra: મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લામાં ભાજપને મોટો ફટકો, 11 કોર્પોરેટરો શિવસેનામાં જોડાયા

|

Sep 24, 2021 | 11:22 PM

મુક્તાઈનગર અને બોધવડ નગરપાલિકાના 11 કોર્પોરેટરો શિવસેનામાં જોડાઈ રહ્યા છે. આ તમામ કોર્પોરેટરો મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની હાજરીમાં શિવસેનામાં જોડાશે.

Maharashtra: મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લામાં ભાજપને મોટો ફટકો, 11 કોર્પોરેટરો શિવસેનામાં જોડાયા
જલગાંવ જિલ્લાના 11 કોર્પોરેટરોએ ભાજપનો સાથ છોડ્યો

Follow us on

મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી (BJP) ને મોટો ફટકો પડ્યો છે. જલગાંવમાં ભાજપમાં પક્ષનો અંદરનો અસંતોષ ખુલ્લીને સામે આવ્યો છે. જિલ્લાની મુક્તાઈનગર અને બોધવડ નગરપાલિકાના 11 કોર્પોરેટરો શિવસેનામાં (Shiv Sena) જોડાઈ રહ્યા છે. આ તમામ કોર્પોરેટરો મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની (CM Uddhav Thackeray) હાજરીમાં શિવસેનામાં જોડાશે.

પ્રાપ્ત માહિતી અનુસાર, જલગાંવ જિલ્લાના 11 કોર્પોરેટરોએ ભાજપ છોડવાનો નિર્ણય કર્યો છે. જલગાંવ જિલ્લાના આ તમામ કોર્પોરેટરો એકનાથ ખડસેના (Eknath Khadse) સમર્થક હોવાનું કહેવાય છે. યાદ અપાવી દઈએ કે એકનાથ ખડસે અગાઉ ભાજપમાં હતા. જ્યારે રાજ્યમાં દેવેન્દ્ર ફડણવીસની સરકાર રચાઈ ત્યારે તેઓ નારાજ થયા હતા. કારણકે તેઓ પોતાને મુખ્યમંત્રી પદ માટે સૌથી યોગ્ય ઉમેદવાર માનતા હતા.

ફડણવીસ સરકારની રચના પહેલા તેઓ વિપક્ષના નેતા પણ હતા. બાદમાં ભાજપ છોડીને તેઓ એનસીપીમાં (NCP) ગયા. જ્યારથી તેઓ એનસીપીમાં (NCP) જોડાયા છે, ત્યારથી તેઓ ભાજપને એક યા બીજી રીતે નુકસાન પહોંચાડી રહ્યા છે. હાલમાં જમીન કૌભાંડના કેસમાં તેમની સામે ઈડીની તપાસ ચાલી રહી છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

એકનાથ ખડસે ભાજપને નુકસાન પહોંચાડી રહ્યા છે, શું આ ઈડીની કાર્યવાહીનો બદલો છે ?

મહારાષ્ટ્રના પૂર્વ મહેસૂલ મંત્રી એકનાથ ખડસે મની લોન્ડરિંગ કેસનો સામનો કરી રહ્યા છે. પુણે જમીન કૌભાંડ કેસમાં તેમના પર કાર્યવાહી કરીને ઇડીએ તેમની 5.73 કરોડની સંપત્તિ જપ્ત કરી છે. તેમનું એક બેંક ખાતું પણ સીલ કરવામાં આવ્યું છે. તે ખાતામાં કુલ 86 લાખ રૂપિયા જમા થયા હતા. આ સિવાય લોનાવાલામાં એક બંગલો, જલગાંવમાં ત્રણ ફ્લેટ અને જમીન પણ મની લોન્ડરિંગના કેસમાં ઇડી દ્વારા જપ્ત કરવામાં આવી છે. આ તમામ મિલકતો એકનાથ ખડસે, તેમની પત્ની મંદાકિની ખડસે અને જમાઈ ગિરીશ ચૌધરીના નામે છે.

જ્યારે એકનાથ ખડસે ભાજપ છોડીને એનસીપીમાં જોડાયા હતા, ત્યારે તેમણે કહ્યું હતું કે જો મારી પાછળ ઇડી લગાવાશે તો હું સીડી બહાર કાઢીશ (ભાજપ સાથે જોડાયેલા લોકોના ભ્રષ્ટાચારનો પર્દાફાશ કરીશ). પરંતુ ઈડી (ED) ની તપાસ શરૂ પણ થઈ ગઈ છે, લોકો ખડસેની સીડીની રાહ જોઈ રહ્યા છે. ખડસે સીડી લાવી શક્યા નથી, પરંતુ ભાજપને નુકસાન પહોંચાડવાની કોઈ તક છોડતા નથી. 11 કોર્પોરેટરોનું ભાજપમાંથી છૂટા થવું અને શિવસેનામાં જોડાવું એ ખડસેના વેરનું ઉદાહરણ છે.

આ પણ વાંચો :  School Reopening in Maharashtra : વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે મોટા સમાચાર ! મહારાષ્ટ્રમાં 4 ઓક્ટોબરથી ખુલશે શાળાઓ

Next Article