Maharashtra : શિંદે સરકારની પહેલી જ કેબિનેટ બેઠકમાં ખેડૂતો અને મેટ્રોને લઈને લેવાયા બે મહત્વપૂર્ણ નિર્ણય

|

Aug 11, 2022 | 8:51 AM

રાજ્યમાં(State ) અત્યાર સુધીમાં 15 લાખ હેક્ટર ખેતીને નુકસાન થયું છે. આવી સ્થિતિમાં શિવસેના અને ભાજપની સરકારે ખેડૂતોને રાહત આપવાનો નિર્ણય લીધો છે. અગાઉ ક્યારેય આપવામાં આવ્યું ન હતું એટલું વળતર આપવાનો નિર્ણય લેવાયો છે.

Maharashtra : શિંદે સરકારની પહેલી જ કેબિનેટ બેઠકમાં ખેડૂતો અને મેટ્રોને લઈને લેવાયા બે મહત્વપૂર્ણ નિર્ણય
Maharashtra government (File Image )

Follow us on

મહારાષ્ટ્રમાં(Maharashtra ) શિંદે સરકારના કેબિનેટ વિસ્તરણ બાદ બુધવારના રોજ કેબિનેટની(Cabinet ) પ્રથમ બેઠક મળી હતી. આ બેઠકમાં(Meeting ) બે મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા. આમાંથી એક નિર્ણય ખેડૂતોના હિત માટે છે અને બીજો મુંબઈ મેટ્રો સાથે સંબંધિત છે. ખેડૂતોની વાત કરીએ તો અતિવૃષ્ટિથી થયેલા નુકસાનની ભરપાઈ કરવા અને પૂરગ્રસ્ત ખેડૂતોને મદદ કરવા માટે તેમની હેક્ટર મર્યાદા વધારવામાં આવી છે અને NDRFની બમણી રકમ ચૂકવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ખેડૂતોને પહેલા ક્યારેય ન આપવામાં આવ્યું હોય એવું વળતર આપવાનો નિર્ણય :

કેબિનેટની બેઠક બાદ સીએમ એકનાથ શિંદે અને ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે મીડિયા સાથે વાત કરી હતી. આ વાતચીતમાં તેમણે કેબિનેટ બેઠકમાં લેવાયેલા નિર્ણયો વિશે માહિતી આપી હતી. સીએમ શિંદેએ કહ્યું, ‘આજે મળેલી કેબિનેટની બેઠકમાં ખેડૂતો માટે મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા. અતિવૃષ્ટિને કારણે ખેડૂતોના પાકને ઘણું નુકસાન થયું છે. નુકસાનના પંચનામા કરવામાં આવ્યા છે. અમુક જગ્યાએ પંચનામાની કામગીરી કરવાની બાકી છે. પ્રાપ્ત માહિતી અનુસાર રાજ્યમાં અત્યાર સુધીમાં 15 લાખ હેક્ટર ખેતીને નુકસાન થયું છે. આવી સ્થિતિમાં શિવસેના અને ભાજપની સરકારે ખેડૂતોને રાહત આપવાનો નિર્ણય લીધો છે. અગાઉ ક્યારેય આપવામાં આવ્યું ન હતું એટલું વળતર આપવાનો નિર્ણય લેવાયો છે.

ખેડૂતોને થયેલા નુકસાન માટે વધુ વળતર, હેક્ટરની મર્યાદામાં પણ વધારો

સીએમ શિંદેએ કહ્યું, ‘એનડીઆરએફના નિયમો અનુસાર બમણા નુકસાનની ભરપાઈ કરવાનો નિર્ણય કેબિનેટ બેઠકમાં લેવામાં આવ્યો છે. આ સાથે બે હેક્ટરની મર્યાદા પણ વધારીને ત્રણ હેક્ટર કરવામાં આવી છે. એટલે કે અમે ખેડૂતોને મોટી માત્રામાં વળતર આપવાનું નક્કી કર્યું છે. NDRFના નિયમો હેઠળ ખેડૂતોને પ્રતિ હેક્ટર 6800 રૂપિયા વળતર મળે છે. શિંદે સરકારે પ્રતિ હેક્ટર બે વાર નુકસાન એટલે કે 13600 રૂપિયા વળતર આપવાનો નિર્ણય કર્યો છે.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

મુંબઈ મેટ્રો 2023 સુધીમાં સંપૂર્ણ રીતે કાર્યરત થઈ જશે

કોલાબા-બાંદ્રા-સીપ્ઝ રૂટના મુંબઈ મેટ્રો-3ના પ્રોજેક્ટ માટેના સુધારેલા ખર્ચને મંજૂરી આપવામાં આવી હતી. સીએમ શિંદેની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં તેને મંજૂરી આપવામાં આવી હતી. આ પ્રોજેક્ટમાં મૂળ ખર્ચ 23 હજાર 136 કરોડ રૂપિયા નક્કી કરવામાં આવ્યો હતો. પરંતુ હવે તેનું બજેટ વધીને 33 હજાર 405 કરોડ 82 લાખ રૂપિયા થઈ ગયું છે. વધતા ખર્ચને જોતા કેન્દ્ર તરફથી પણ મદદ મળવાની સંભાવના છે. સુધારેલા ખર્ચમાં રાજ્યના હિસ્સાની રકમ 2 હજાર 402 કરોડ 7 લાખથી 3 હજાર 699 કરોડ 81 લાખ સુધીની છે. આ વધેલી રકમના આધારે, મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટીને આ તફાવતને કારણે વધેલા ખર્ચ માટે મુંબઈ મેટ્રોને 1 હજાર 297 કરોડ 74 લાખની રકમ ઉપલબ્ધ કરાવવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.

સંશોધિત બજેટ અનુસાર, જાપાન ઇન્ટરનેશનલ એસોસિએશન ફોર કોઓપરેશન (JAIKA) એ 13 હજાર 235 કરોડ રૂપિયાથી વધીને 19 હજાર 924 કરોડ 34 લાખ રૂપિયાની લોનને મંજૂરી આપી છે. તમને જણાવી દઈએ કે મુંબઈ મેટ્રો-3ની લંબાઈ 33.5 કિમી છે. તેનો સમગ્ર માર્ગ ભૂગર્ભ બનાવવામાં આવી રહ્યો છે. આ રૂટમાં આવા કુલ 27 સ્ટેશન હશે, જેમાં 26 અંડરગ્રાઉન્ડ અને એક જમીનથી ઉપર હશે. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે 2031 સુધીમાં તેમાં 17 લાખ મુસાફરો મુસાફરી કરશે. આ મેટ્રો રૂટ નરીમાન પોઈન્ટ, વરલી, બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ, ઈન્ટરનેશનલ અને ડોમેસ્ટિક એરપોર્ટ, મરોલ ઈન્ડસ્ટ્રીયલ એરિયા, સીપજે જેવા મહત્વના વિસ્તારોને જોડશે. કોલાબાથી 50 મિનિટમાં ઇન્ટરનેશનલ એરપોર્ટ પહોંચવું શક્ય બનશે.

Next Article