‘મહારાષ્ટ્ર ઝુકયું નથી અને ઝુકશે પણ નહિ’,EDની કાર્યવાહીને લઈને સુપ્રિયા સુલેએ ઉઠાવ્યા સવાલો

|

Feb 23, 2022 | 4:36 PM

મહારાષ્ટ્રના લોકસભા સાંસદ સુપ્રિયા સુલેએ જણાવ્યુ કે, EDની કાર્યવાહીથી કોંગ્રેસને કોઇ જ ફરક પડયો નથી.આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે કે કેન્દ્ર ભારતીય જનતા પાર્ટી (BJP) ના રાજકીય હરીફો સામે 'દમનકારી' રીતે તેની 'મશીનરી'નો ઉપયોગ કરી રહ્યું છે.

મહારાષ્ટ્ર ઝુકયું નથી અને ઝુકશે પણ નહિ,EDની કાર્યવાહીને લઈને સુપ્રિયા સુલેએ ઉઠાવ્યા સવાલો
Supriya Sule (File Photo)

Follow us on

Maharashtra : મહારાષ્ટ્રના લોકસભા સાંસદ સુપ્રિયા સુલેએ (Supriya Sule) મની લોન્ડરીંગના(Money Laundering Case)  એક કેસમાં EDની કાર્યવાહીને લઈને પ્રતિક્રિયા આપતા કહ્યુ કે, મહારાષ્ટ્ર કયારેય કેન્દ્ર આગળ ઝુકયું નથી અને ઝુકશે પણ નહિ.વધુમાં.મહારાષ્ટ્રના લોકસભા સાંસદે કહ્યું કે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી EDની કાર્યવાહીથી આશ્ચર્ય પામી નથી. જો કે તે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે કે કેન્દ્ર ભારતીય જનતા પાર્ટી (BJP) ના રાજકીય હરીફો સામે ‘દમનકારી’ રીતે તેની ‘મશીનરી’નો ઉપયોગ કરી રહ્યું છે.

ED દ્વારા પૂછપરછ માટે નોટિસ ન આપવા પર સુલેએ ઉઠાવ્યા સવાલો

સુલેએ કહ્યુ કે,’એવું અપેક્ષિત જ હતુ..નવાબ ભાઈને પણ તેના વિશે અંદાજો તો હતો જ. તેણે અગાઉ પણ એક વાર ટ્વીટ કર્યું હતું કે, ‘જો ED તેના ઘરે આવશે તો તે તેના માટે ચા અને બિસ્કિટ તૈયાર રાખશે.આ સાથે સુલેએ ED પર પણ સવાલ ઉઠાવતા કહ્યુ કે’ શું તેણે કોઈ નોટિસ જાહેર કરી છે ? ત્યાંથી નીકળતા પહેલા તેણે મલિકના ઘરે નાસ્તો પણ કર્યો હશે,પરંતુ તેણે નોટિસ આપી નહોતી.’

સુપ્રિયા સુલેએ કર્યો આ મોટો દાવો

NCPના પ્રમુખ શરદ પવારની પુત્રી સુપ્રિયા સુલેએ દાવો કર્યો છે કે,’ED દ્વારા નોટિસ માત્ર વિરોધ પક્ષના નેતાઓને ડરાવવા માટે જ આપવામાં આવે છે.તેમણે ભાજપનુ નામ લીધા વગર જણાવ્યુ કે,એકવાર પોતાની પાર્ટી છોડયા બાદ તેમની પાર્ટીમાં ગયા બાદ બઘી નોટિસ ગાયબ થઇ જાય છે. એક સુનિશ્ચિત પાર્ટીના લોકોને પહેલેથી જ ખ્યાલ હોય છે કે કયા નેતા પર ક્યારે દરોડા પાડવામાં આવશે અથવા ક્યારે કોની ધરપકડ કરવામાં આવશે.’

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

મહારાષ્ટ્રના મંત્રી નવાબ મલિકની ધરપકડ થતા રાજકીય માહોલ ગરમાયો

વધુમાં સુલેએ જણાવ્યું કે,’ભાજપ EDની કાર્યવાહી માટે ટ્વિટરનો ઉપયોગ બહુ સારી રીતે કરવાનું જાણે છે. અમે શિવાજી મહારાજની સંસ્કૃતિમાં મોટા થયા છીએ. મહારાષ્ટ્ર ક્યારેય પણ કેન્દ્ર સરકાર આગળ ઝૂક્યું નથી અને ક્યારેય ઝૂકશે પણ નહી.તમને જણાવી દઈએ કે, ED દ્વારા મુંબઈના અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ અને તેના સહયોગીઓ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં આજે મહારાષ્ટ્રના મંત્રી નવાબ મલિકની આઠ કલાકની પૂછપરછ બાદ ધરપકડ કરવામાં આવતા રાજકીય માહોલ ગરમાયો છે.

 

આ પણ વાંચો : Nawab Malik arrested by ED : આઠ કલાકની પૂછપરછ બાદ ED એ મહારાષ્ટ્રના પ્રધાન નવાબ મલિકની કરી ધરપકડ

Published On - 4:36 pm, Wed, 23 February 22

Next Article