ઉદ્ધવ ઠાકરેએ મહારાષ્ટ્રના નવા સીએમ એકનાથ શિંદેને આપ્યા અભિનંદન, કહ્યું- આશા છે કે સારા કામ કરશે

|

Jul 01, 2022 | 12:02 AM

સૌ કોઈને એ તો ખબર હતી કે રાજ્યમાં ભાજપ (BJP) હવે શાસન કરશે, પરંતુ ભાગ્યે જ કોઈને ખબર હશે કે સત્તાની કમાન ફડણવીસને બદલે એકનાથ શિંદે (Eknath Shinde) પાસે જશે.

ઉદ્ધવ ઠાકરેએ મહારાષ્ટ્રના નવા સીએમ એકનાથ શિંદેને આપ્યા અભિનંદન, કહ્યું- આશા છે કે સારા કામ કરશે
Uddhav Thackeray & Eknath Shinde (File Image)

Follow us on

એકનાથ શિંદેએ મહારાષ્ટ્રની (Maharashtra) સત્તા સંભાળતાની સાથે જ તેમના માટે અભિનંદનની વર્ષા શરૂ થઈ ગઈ છે. પીએમ નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ સહિત તમામ મોટા નેતાઓએ તેમને મુખ્યમંત્રી પદ માટે અભિનંદન પાઠવ્યા હતા. હવે પૂર્વ મુખ્યમંત્રી અને શિવસેનાના નેતા ઉદ્ધવ ઠાકરેએ પણ મહારાષ્ટ્રની નવી સરકારને શુભેચ્છા પાઠવી છે. તેમણે ટ્વિટ કરીને મહારાષ્ટ્રના નવા સીએમ એકનાથ શિંદે અને ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે આશા વ્યક્ત કરી કે બંને રાજ્યમાં સારું કામ કરશે. જણાવી દઈએ કે દેવેન્દ્ર ફડણવીસે જાહેરાત કરી કે, રાજ્યના સીએમ તેઓ નહી પરંતુ એકનાથ શિંદે હશે, તેમને ચારે બાજુથી અભિનંદન મળવા લાગ્યા.

NCP નેતા શરદ પવારે ફોન કરીને એકનાથ શિંદેને મહારાષ્ટ્રના નવા સીએમ બનવા બદલ અભિનંદન પાઠવ્યા હતા અને રાજ્યના હિતમાં કામ કરવાની આશા વ્યક્ત કરી હતી. જણાવી દઈએ કે એકનાથ શિંદે શિવસેનામાંથી બળવો કરીને ધારાસભ્યો સાથે સુરત ગયા હતા. ત્યાંથી તેઓ ગુવાહાટી અને પછી ગોવા પહોંચ્યા. શિંદેએ 45થી વધુ ધારાસભ્યોના સમર્થનનો દાવો કર્યો હતો. જેના કારણે ઉદ્ધવ સરકાર લઘુમતીમાં આવી ગઈ હતી. જો કે મહા વિકાસ આઘાડીએ બળવાખોર શિંદે અને અન્ય ધારાસભ્યોને સમજાવવાનો ઘણો પ્રયાસ કર્યો, પરંતુ તેઓએ એક ન સાંભળ્યું.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

ઉદ્ધવે એકનાથ શિંદેને પાઠવ્યા અભિનંદન

તમામ રસ્તાઓ બંધ થયા ત્યારે ઉદ્ધવે આપ્યું રાજીનામું

આઘાડી સરકારને બચાવવાના તમામ રસ્તા બંધ થઈ ગયા હતા ત્યારે આખરે ઉદ્ધવ ઠાકરેએ બુધવારે સોશિયલ મીડિયા દ્વારા રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. આ સમગ્ર ઘટના બાદ મહારાષ્ટ્રથી દૂર રહેતા બળવાખોર એકનાથ આજે મુંબઈ પરત આવ્યા હતા અને સીધા દેવેન્દ્ર ફડણવીસના ઘરે પહોંચ્યા હતા. બંને નેતાઓ ત્યાંથી રાજભવન પહોંચ્યા અને સીધા રાજ્યપાલને મળ્યા અને સરકાર બનાવવાનો દાવો કર્યો. બધાને ખબર હતી કે હવે રાજ્યમાં ભાજપની સરકાર બનશે, પરંતુ ભાગ્યે જ કોઈને ખબર હશે કે સત્તાની કમાન ફડણવીસને બદલે એકનાથ શિંદેના હાથમાં જશે.

કદાચ ફડણવીસને પણ ખ્યાલ ન હતો…

એવું માનવામાં આવતું હતું કે ફડણવીસ ત્રીજી વખત મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બનશે. કદાચ ફડણવીસને પણ ખ્યાલ ન હતો કે સરકારમાં તેમનું સ્થાન બીજા નંબરનું હશે. જો કે, ફડણવીસે છેલ્લી ઘડીએ જાહેરાત કરીને સૌને ચોંકાવી દીધા હતા કે એકનાથ શિંદે સીએમ બનશે, તેઓ નહીં. તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે સરકારમાં તેમની કોઈ ભૂમિકા રહેશે નહીં. તે ફક્ત બહારથી જ ટેકો આપશે. પરંતુ બાદમાં જેપી નડ્ડા સામે આવ્યા અને સ્પષ્ટ કર્યું કે દેવેન્દ્ર ફડણવીસ રાજ્યના ડેપ્યુટી સીએમ હશે.

Published On - 11:49 pm, Thu, 30 June 22

Next Article