Maharashtra : કચરાના ઢગમાંથી મળી આવ્યા પાંચ ભ્રૃણ, આસપાસના વિસ્તારમાં ખળભળાટ મચી ગયો

આ ભ્રૂણ કચરાના ઢગમાંથી મળી આવ્યા છે. માહિતી અનુસાર,આમાંથી ત્રણ વિકસિત અને કેટલાક અવિકસિત ભ્રૂણ મળી આવ્યા છે. જ્યાં આ ભ્રૂણ મળી આવ્યા છે તેની નજીક એક હોસ્પિટલનો બાયો-મેડિકલ વેસ્ટ પણ મળી આવ્યો છે.

Maharashtra : કચરાના ઢગમાંથી મળી આવ્યા પાંચ ભ્રૃણ, આસપાસના વિસ્તારમાં ખળભળાટ મચી ગયો
File Photo
| Edited By: | Updated on: Mar 10, 2022 | 10:36 AM

Maharashtra :  મહારાષ્ટ્રના નાગપુરથી (Nagpur) એક સમાચાર સામે આવ્યા છે. જ્યાં બુધવારે નાગપુરની ક્વેટા કોલોની પાસે કચરાના ઢગમાંથી પાંચ ભ્રૂણ (Fetal) મળી આવ્યા હતા. તમને જણાવી દઈએ કે, આ ભ્રૂણ કચરાના ઢગમાંથી મળી આવ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આમાંથી ત્રણ વિકસિત અને કેટલાક અવિકસિત ભ્રૂણ છે. જ્યાં આ ભ્રૂણ મળી આવ્યા છે તેની નજીક એક હોસ્પિટલનો બાયો-મેડિકલ વેસ્ટ(Medical waste)  પણ મળી આવ્યો છે.  આ શિશુ ભ્રુણ ક્યાંથી આવ્યા ? કોણે ફેંક્યા ? શા માટે ફેંક્યા ? જેવા સવાલો હાલ ઉઠી રહ્યા છે.સ્થળ પરથી એક માનવ કિડની અને કેટલાક હાડકા પણ મળી આવ્યા છે.

શું આ ગેરકાયદેસર ગર્ભપાતનો મામલો છે ?

ઘટનાસ્થળની આસપાસ અનેક હોસ્પિટલો અને નર્સિંગ હોમ્સ છે.હાલ પોલીસ તપાસ કરી રહી છે કે શું આ ભ્રૂણ બાયો મેડિકલ વેસ્ટની સાથે અહીં ફેંકવામાં આવ્યા છે ? પોલીસ એ પણ તપાસ કરી રહી છે કે શું આ ગેરકાયદેસર ગર્ભપાતનો મામલો છે ?

સ્થાનિક નાગરિકોએ પોલીસને જાણ કરી હતી

બુધવારે બપોરે કેટલાક સ્થાનિક લોકોએ કચરાના ઢગમાં કેટલાક ભ્રૂણ જોયા હતા. આ ઘટના અંગે તાત્કાલિક પોલીસને (Nagpur Police) જાણ કરવામાં આવી હતી. માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે જોયું કે ત્રણ વિકસિત અને કેટલાક અવિકસિત ભ્રૂણ કચરાના ઢગલાની વચ્ચે પડેલા હતા.આ સાથે કેટલાક બાયોમેડિકલ વેસ્ટ પણ ત્યાં ફેંકવામાં આવ્યા હતા. છ જેટલાં ભ્રૂણ, કેટલાંક હાડકાં અને એક કિડની પણ મળી આવતાં તાત્કાલિક ફોરેન્સિક ટીમ અને ડૉક્ટરોને બોલાવવાની ફરજ પડી હતી.તબીબોએ ઘટનાસ્થળે ત્રણ વિકસિત ભ્રૂણ અને કેટલાક અવિકસિત ભ્રૂણ અને કેટલાક માનવ હાડકાં અને એક કિડની મળવાની પણ પુષ્ટિ કરી હતી.

તમને જણાવી દઈએ કે,થોડા મહિના પહેલા વર્ધા જિલ્લાના અરવીમાં કદમ હોસ્પિટલ પાસે કેટલાય ભ્રૂણ અને હાડકાં મળી આવતા ખળભળાટ મચી ગયો હતો. આ પછી નાગપુરમાં આવી જ એક ઘટના સામે આવતા ફરી એકવાર લોકોના મનમાં અનેક આશંકાઓ જન્મી છે. હાલ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો : મહાવિકાસ અઘાડી સરકાર પર પ્રકાશ આંબેડકરે લગાવ્યો આ ગંભીર આરોપ, રાજકારણ ગરમાયુ