Maharashtra : ભિવંડીના MIDCમાં કાપડના ગોડાઉનમાં આગ, કરોડોનું નુક્શાન

|

Jan 28, 2021 | 11:48 AM

Maharashtra ના ભિવંડીમાં MIDC વિસ્તારમાં આવેલા એક ગોડાઉનમાં ભીષણ આગ લાગી. આગની જાણ થતાં જ ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે

Maharashtra : ભિવંડીના MIDCમાં કાપડના ગોડાઉનમાં આગ, કરોડોનું નુક્શાન
મુંબઈ નજીકના ભિવંડીમાં કાપડના ગોડાઉનમાં લાગેલી આગ

Follow us on

Maharashtra ના ભિવંડીમાં MIDC વિસ્તારમાં આવેલા એક ગોડાઉનમાં ભીષણ આગ લાગી. આગની જાણ થતાં જ ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે, આગ પર કાબૂ મેળવવાનું કામ ચાલુ છે. પ્રાપ્ત માહિતી અનુસાર આ આગ ભિવંડી તાલુકાના સરવલી એમઆઈડીસી વિસ્તારમાં લાગી છે. આગ લાગવાનું કારણ અત્યાર સુધી જાણવા મળ્યું નથી. કહેવામાં આવી રહ્યું છે કે જે સમયે આગ લાગી તે સમયે 30 થી 40 કામદારો ગોડાઉનમાં અંદર હાજર હતા. જોકે આગની સૂચના મળતા જ કામદારોને બહાર કાઢવામાં આવ્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે ગોડાઉનમાં કાચા કપડા, તૈયાર કપડા અને યાર્નનો મોટો સ્ટોક વેરહાઉસમાં રાખ્યો હતો. આગ લાગવાથી કરોડો રૂપિયાના નુકસાનનો અંદાજો લગાવવામાં આવી રહ્યો છે. ફાયરના જવાનો આગને કાબૂમાં લેવાના પ્રયાસ કરી રહ્યા છે.

મળતી માહિતી મુજબ, ભિવંડીની આ કંપનીમાં ડાયનું કામ કરવામાં આવતુ હતુ. આ ફેક્ટરીમાં મોટી સંખ્યામાં કપડા હતા. જે બળીને ખાખ થઈ ગયા છે આગને કારણે કરોડોનું નુકસાન થયું છે. ફેબ્રિકને કારણે, આગ ખૂબ જ ઝડપે આખી બિલ્ડિંગમાં ફેલાઈ ગઈ હતી.

 

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

Next Article