Maharashtra: અનિલ દેશમુખ વિરુદ્ધ EDની મોટી કાર્યવાહી, EDએ 4.20 કરોડની સંપત્તિ કરી જપ્ત

|

Jul 16, 2021 | 4:01 PM

મહારાષ્ટ્રના પૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખ વિરુદ્ધ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ કાર્યવાહી કરીને 4.20 કરોડની સંપત્તિ જપ્ત કરી છે.

Maharashtra: અનિલ દેશમુખ વિરુદ્ધ EDની મોટી કાર્યવાહી, EDએ 4.20 કરોડની સંપત્તિ કરી જપ્ત
ફાઈલ ફોટો

Follow us on

Maharashtra: મહારાષ્ટ્રના પૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ મહારાષ્ટ્રમાં 100 કરોડની રિકવરી કેસમાં 4.20 કરોડની સંપત્તિ જપ્ત કરી છે. આ બાબતે અધિકારીઓએ જણાવ્યું હતું કે, પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ પ્રોવિઝનલ જોડાણનો આદેશ જારી કરવામાં આવ્યો છે. 72 વર્ષના દેશમુખ ઓછામાં ઓછા EDના ત્રણ સમન્સમાં પૂછપરછ માટે હાજર થયા નથી. અગાઉ તેમના પુત્ર ઋષિકેશ અને પત્નીને સંઘીય પણ તપાસ એજન્સીએ સમન્સ પાઠવ્યું હતું. પરંતુ તેઓએ પણ જુબાની આપવાનો ઇનકાર કરી દીધો હતો.

વર્ષની શરૂઆતમાં મુંબઈ પોલીસના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહની ફરિયાદ પર, સીબીઆઈ અને ઇડીએ ભ્રષ્ટાચારના આરોપમાં દેશમુખ વિરુદ્ધ કેસ નોંધ્યો હતો. સિંહે પોતાની ફરિયાદમાં દેશમુખ પર ઓછામાં ઓછી 100 કરોડની લાંચ લેવાનો આરોપ લગાવ્યો હતો. પ્રેસ કોન્ફરન્સને સંબોધન કરતાં દેશમુખના વકીલ કમલેશ ઘુમરેએ આરોપ લગાવ્યો કે ઈડી તપાસ વાસ્તવિક તપાસ કરતા “ઉત્પીડન” જેવું લાગે છે.

 

આ પણ વાંચો: Banaskantha : ડીપ્થેરીયાના 24 કેસ, 3 બાળકોના મૃત્યુ, ડીપ્થેરીયા નિયંત્રણ માટે શરૂ કરાશે રસીકરણ અભિયાન

આ પણ વાંચો: Sidhu vs Amarinder: સોનિયા ગાંધીને મળવા દિલ્હી પહોંચ્યા સિદ્ધુ, પંજાબ કોંગ્રેસમાં નવા-જુનીના એંધાણ

Published On - 3:51 pm, Fri, 16 July 21

Next Article