Maharashtra: નવી મુંબઈની ક્રાઈમ બ્રાન્ચ ટીમને મોટી સફળતા, કરોડોના આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટનો કર્યો પર્દાફાશ

|

Jul 15, 2022 | 10:03 PM

નવી મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે (Mumbai Crime Branch) કરોડોની કિંમતનું હેરોઈન જપ્ત કર્યું છે. આંતરરાષ્ટ્રીય બજારમાં આ હેરોઈનની કિંમત 362.5 કરોડ આંકવામાં આવી છે.

Maharashtra: નવી મુંબઈની ક્રાઈમ બ્રાન્ચ ટીમને મોટી સફળતા, કરોડોના આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટનો કર્યો પર્દાફાશ
Mumbai Crime Branch Team

Follow us on

મહારાષ્ટ્રમાં (Maharashtra) એક મોટા આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટનો (International Drugs Racket) પર્દાફાશ થયો છે.નવી મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની ટીમને આજે મોટી સફળતા મળી છે.ક્રાઈમ બ્રાન્ચે કરોડોની કિંમતનું હેરોઈન જપ્ત કરીને હાલ વધુ કાર્યવાહી હાથ ધરી છે. ન્યૂઝ એજન્સી ANI દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, આંતરરાષ્ટ્રીય બજારમાં આ હેરોઈનની કિંમત 362.5 કરોડ આંકવામાં આવી છે.તમને જણાવી દઈએ કે,ગઈકાલે જ નવી મુંબઈ પોલીસને (Mumbai Police) ડ્રગ્સના જંગી કન્સાઈન્મેન્ટને પકડવામાં સફળતા મળી હતી.આ માલ નવી મુંબઈના (Mumbai) પનવેલ વિસ્તારમાં અજીવલી ખાતે નવકાર લોજિસ્ટિક્સના કન્ટેનરમાંથી મળી આવ્યો હતો.

આ રેકેટના તાર વિશ્વના અન્ય દેશોમાં પણ ફેલાયેલા

ત્યારે સતત બીજા દિવસે નવી મુંબઈની ક્રાઈમ બ્રાન્ચની ટીમને (Crime Branch Team) ડ્રગ્સનું મોટું કન્સાઈનમેન્ટ પકડવામાં સફળતા મળી છે.ક્રાઈમ બ્રાંચની ટીમે ખુલાસો કર્યો છે કે ઝડપાયેલ હેરોઈનનું કન્સાઈનમેન્ટ આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટ નેટવર્કની સપ્લાય ચેઈનનો એક ભાગ છે.આ સમગ્ર રેકેટના (Drugs Racket) નેટવર્કથી દેશના ઘણા વિસ્તારોમાં લોકો જોડાયેલા છે એટલું જ નહીં પરંતુ આ રેકેટ વિશ્વના અન્ય દેશોમાં પણ ફેલાયેલું છે.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

દિયર-ભાભી મળીને ડ્રગ્સ વેચતા હતા, પૂછપરછમાં થયો ચોંકાવનારો ખુલાસો

અગાઉ અન્ય એક કેસમાં મુંબઈના ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા લોકો અને દિલ્હીના હાઈપ્રોફાઈલ લોકોને ડ્રગ્સ સપ્લાય કરવા માટે નેપાળથી ડ્રગ્સ સપ્લાય કરતા એકે રેકેટનો પર્દાફાશ થયો હતો.આ વાત ત્યારે સામે આવી જ્યારે 26 જૂનના રોજ ક્રાઈમ બ્રાંચની ટીમે મુંબઈના દિયર-ભાભીને પકડ્યા હતા.તેમની પાસેથી 5 કરોડનું ડ્રગ્સ મળી આવ્યુ હતુ. તેની પૂછપરછ કરતાં હવે નેપાળ અને ત્યારબાદ મધ્યપ્રદેશના ભોપાલથી દિલ્હી, મહારાષ્ટ્ર અને યુપીના મોટા શહેરોમાં ડ્રગ્સ સપ્લાય કરીને આ રેકેટ ચલાવનાર ડ્રગ સ્મગલરને પકડવામાં સફળતા મળી છે.

Next Article