AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maharashtra Corona: મહારાષ્ટ્રમાં કોરોનાથી હાહાકાર, બુધવારે 46 હજારને પાર કેસ નોંધાયા, ઓમિક્રોનનો આતંક પણ વધ્યો

Corona and Omicron in Maharashtra: બુધવારે દિલ્હીમાં 27,500થી વધુ કેસ નોંધાયા હતા. મુંબઈમાં કોરોનાને કારણે 7 લોકોના મોત થયા છે, જ્યારે દિલ્હીમાં 40 લોકોના મોત થયા છે.

Maharashtra Corona: મહારાષ્ટ્રમાં કોરોનાથી હાહાકાર, બુધવારે 46 હજારને પાર કેસ નોંધાયા, ઓમિક્રોનનો આતંક પણ વધ્યો
Corona Cases in Maharashtra (Symbolic Image)
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 12, 2022 | 11:35 PM
Share

બે દિવસની સ્થિરતા બાદ મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણે (Corona cases in maharashtra) ફરી વેગ પકડ્યો છે. બુધવારે મહારાષ્ટ્રમાં 46,723 નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં એક જ દિવસમાં કોરોનાને કારણે 32 લોકોના મોત પણ થયા છે. રાજ્યમાં 28,041 દર્દીઓ કોરોનામાંથી મુક્ત થયા છે. મંગળવારે રાજ્યમાં 34,424 કેસ નોંધાયા હતા. તેની તુલનામાં 12,000 કેસ વધ્યા છે. રાજ્યમાં ઓમિક્રોને પણ ફરી એકવાર વેગ પકડ્યો છે.

બુધવારે રાજ્યમાં ઓમિક્રોનના 86 નવા કેસ નોંધાયા હતા. પૂણેમાં સૌથી વધુ 54 નવા કેસ નોંધાયા છે. મુંબઈમાં 21, પિંપરી ચિંચવાડમાં 6, સાતારામાં 3, નાસિકમાં 2 કેસ નોંધાયા છે. પૂણે ગ્રામીણ ભાગમાં પણ એક ઓમિક્રોન કેસ સામે આવ્યો છે. આ રીતે રાજ્યમાં અત્યાર સુધીમાં 1,367 ઓમિક્રોન કેસ નોંધાયા છે. આ સાથે 734 ઓમિક્રોન દર્દીઓ પણ સાજા થયા છે.

બુધવારે નવા આંકડા સામે આવ્યા બાદ મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં 66,49,111 દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. આ રીતે રાજ્યમાં કોરોના રિકવરી રેટ 94.52 ટકા છે. મૃત્યુદર 2.01 ટકા છે. રાજ્યમાં હાલમાં 15, 29,452 લોકો હોમ ક્વોરેન્ટાઈનમાં છે. આ સિવાય 6,951 લોકો સંસ્થાકીય ક્વોરેન્ટાઈનમાં છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં 07,11 ,42,569 લોકોએ કોરોના ટેસ્ટ કરાવ્યો છે.

આ રીતે છેલ્લા સાત દિવસમાં કોરોનાના આંકડા વધતા-ઘટતા રહ્યા

જો છેલ્લા સાત દિવસની વાત કરીએ તો 11 જાન્યુઆરીએ 34,424 કેસ નોંધાયા હતા. 10 જાન્યુઆરીએ આ સંખ્યા એક હજારથી ઓછી એટલે કે 33,470 હતી. પરંતુ 11 જાન્યુઆરીએ કોરોનાથી મૃત્યુઆંક અચાનક 8થી વધીને 22 થઈ ગયો. આ પહેલા પ્રથમ ત્રણ દિવસમાં કોરોનાના કેસ 40 હજારથી વધુ હતા. પરંતુ તેમ છતાં બુધવાર કરતાં ઓછા હતા.

9 જાન્યુઆરીએ 44,388 નવા કેસ નોંધાયા હતા. 8 જાન્યુઆરીએ 41,134 નવા કેસ નોંધાયા હતા. એ જ રીતે 7 જાન્યુઆરીએ દર્દીઓની સંખ્યા 40,925 હતી. 6 જાન્યુઆરીએ 36,265 કેસ અને 5 જાન્યુઆરીએ 26,538 લોકો કોરોના પોઝિટીવ હોવાનું જાણવા મળ્યું હતું.

કોરોનાના મામલે દિલ્હી અને મુંબઈની તુલના

જો આપણે દિલ્હી અને મુંબઈમાં કોરોના સંક્રમણની તુલના કરીએ તો મુંબઈમાં 16,420 કોરોના પોઝિટીવ કેસ નોંધાયા હતા, જ્યારે બુધવારે દિલ્હીમાં 27,500થી વધુ કેસ નોંધાયા હતા. મુંબઈમાં કોરોનાને કારણે 7 લોકોના મોત થયા છે, જ્યારે દિલ્હીમાં 40 લોકોના મોત થયા છે.

આ પણ વાંચો : Maharashtra Corona New Rules: ‘હવે લક્ષણ નહીં તો ટેસ્ટ નહીં’, મુંબઈના સંરક્ષક મંત્રીએ જણાવ્યા મહારાષ્ટ્રમાં કોરોનાના નવા નિયમો

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં થયો જુતાકાંડ, ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે
Breaking News: જામનગરમાં થયો જુતાકાંડ, ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">