Maharashtra Cabinet List : મહારાષ્ટ્ર કેબિનેટનું વિસ્તરણ, કોણ બન્યા મંત્રી, કોનું કપાયું પત્તું ?

|

Dec 15, 2024 | 8:47 PM

મહારાષ્ટ્ર કેબિનેટનું આજે વિસ્તરણ કરવામાં આવ્યું. જેમાં કુલ 39 નેતાઓએ મંત્રી તરીકે શપથ લીધા. આ વખતે ભાજપના સૌથી વધુ 19 મંત્રીઓએ શપથ લીધા, જ્યારે શિવસેના શિંદે જૂથના 11 અને NCP અજિત પવાર જૂથના 9 મંત્રીઓએ શપથ લીધા છે.

Maharashtra Cabinet List : મહારાષ્ટ્ર કેબિનેટનું વિસ્તરણ, કોણ બન્યા મંત્રી, કોનું કપાયું પત્તું ?
Devendra Fadnavis, Eknath Shinde, Ajit Pawar

Follow us on

મહારાષ્ટ્રમાં દેવેન્દ્ર ફડણવીસ સરકારનું પ્રથમ કેબિનેટ વિસ્તરણ થયું છે. નાગપુર રાજભવનમાં કુલ 39 નેતાઓએ મંત્રી તરીકે શપથ લીધા. આ વખતે ભાજપના સૌથી વધુ 19 મંત્રીઓએ શપથ લીધા, જ્યારે શિવસેના શિંદે જૂથના 11 અને NCP અજિત પવાર જૂથના 9 મંત્રીઓએ શપથ લીધા. આ વખતે મહાયુતિના કેબિનેટ વિસ્તરણમાં ઘણા નવા ચહેરાઓને સામેલ કરવામાં આવ્યા છે અને ઘણા જૂના મંત્રીઓને પણ પડતા મૂકવામાં આવ્યા છે.

વિધાનસભા ચૂંટણીમાં સૌથી વધુ બેઠકો જીતીને ભાજપ નંબર વન પક્ષ તરીકે ઉભરી આવ્યો, ભાજપે વિધાનસભામાં 132 બેઠકો જીતી, જ્યારે રાષ્ટ્રવાદી અજિત પવાર જૂથે 41 બેઠકો જીતી અને શિવસેના શિંદે જૂથે 57 બેઠકો જીતી છે. ચૂંટણીમાં વધુ બેઠકો મેળવ્યા બાદ દેવેન્દ્ર ફડણવીસ મુખ્યમંત્રી બન્યા જ્યારે એકનાથ શિંદેને નાયબ મુખ્યમંત્રી બનવું પડ્યું. તો અજિત પવાર અગાઉ ડેપ્યુટી સીએમ હતા અને હવે પણ ડેપ્યુટી સીએમ છે.

કોનું કપાયું પત્તું ?

નવી કેબિનેટની ખાસ વાત એ છે કે તેમાં ઘણા નવા ચહેરાઓને તક આપવામાં આવી છે, જેના કારણે કેટલાક અનુભવી નેતાઓની હકાલપટ્ટી કરવામાં આવી છે. જેમાં રાષ્ટ્રવાદી અજિત પવાર જૂથના નેતાઓ છગન ભુજબળ અને દિલીપ વાલસે પાટીલને કેબિનેટમાં સ્થાન આપવામાં આવ્યું નથી. બીજી તરફ શિવસેના શિંદે જૂથના નેતા દીપક કેસરકરે પણ મંત્રી પદની તક ગુમાવી દીધી છે. તો રવિન્દ્ર ચવ્હાણનું સ્થાન પણ બીજેપીએ લઈ લીધું છે.

આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી
જલદી લગ્ન કરવા અહીં રાત્રે મહિલાઓનો માર ખાવા આવે છે કુંવારા છોકરાઓ !
શરીરમાં આવે છે વારંવાર સોજા ? તો આ 5 ટેસ્ટ કરાવો
પનોતી હોય તો લોકોમાં દેખાય છે આ 5 લક્ષણો
Refrigerator Tips: ફ્રિજમાંથી આવે છે કટ-કટનો અવાજ? તો આ રીતે મીનિટોમાં કરો ઠીક

મંત્રી તરીકે કોણે લીધા શપથ ?

ભાજપના ક્વોટામાંથી ચંદ્રશેખર બાવનકુળે, રાધાકૃષ્ણ વિખે પાટીલ, ચંદ્રકાંત પાટીલ, ગિરીશ મહાજન, ગણેશ નાઈક, મંગલ પ્રભાત લોઢા, જયકુમાર રાવલ, પંકજા મુંડે, અતુલ અશોક ઉઇકે, આશિષ શેલાર, સંજય સાવકરે, નિલેશ રાણે, આકાશ ફુંડકર, માધુરી મિસાલ. જ્યારે રાજ્ય મંત્રી તરીકે પંકજ ભોઈર, મેઘના બોર્ડીકર, શિવેન્દ્ર સિંહ, રાજે ભોસલેએ શપથ લીધા છે.

શિવસેના શિંદે જૂથમાંથી કોણ ?

ગુલાબરાવ પાટીલ, દાદા ભુસે, સંજય રાઠોડ, ઉદય સામંત, શંભુરાજ દેસાઈ, સંજય શિરસાટ, પ્રતાપ સરનાઈક, ભરત ગોગાવલે, પ્રકાશ અબીટકર, જ્યારે રાજ્ય મંત્રી તરીકે આશિષ જયસ્વાલ અને યોગેશ કદમે શપથ લીધા છે.

NCP અજીત જૂથમાંથી કોણ ?

હસન મુશ્રીફ, ધનંજય મુંડે, દત્તાત્રેય ભરને, અદિતિ તટકરે, માણિકરાવ કોકાટે, નરહરિ જીરવાલ, મકરંદ જાધવ, બાબાસાહેબ પાટીલ, ઈન્દ્રનીલ નાઈકે શપથ લીધા છે.

Next Article