Maharashtra : કેબિનેટનું વિસ્તૃતીકરણ આજે, મંત્રીમંડળમાં સંભવિતોના નામ આ રહ્યા

|

Aug 09, 2022 | 11:07 AM

એકનાથ શિંદેએ (Eknath Shinde )મુખ્યમંત્રી અને ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસે નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધાના લગભગ 40 દિવસ બાદ આજે મંત્રીમંડળનું વિસ્તરણ થવા જઈ રહ્યું છે.

Maharashtra : કેબિનેટનું વિસ્તૃતીકરણ આજે, મંત્રીમંડળમાં સંભવિતોના નામ આ રહ્યા
Cabinet expansion Today, here are the names of possible cabinet members(File Image )

Follow us on

લગભગ દોઢ મહિનાના લાંબા ઇંતેજાર બાદ આખરે આજે મહારાષ્ટ્રમાં(Maharashtra ) શિંદે કેબિનેટનું વિસ્તરણ થવા જઈ રહ્યું છે. કેબિનેટ(Cabinet ) વિસ્તરણનો સમય સવારે 11 વાગ્યાનો રાખવામાં આવ્યો છે. અગાઉની ઉદ્ધવ ઠાકરે સરકારમાં મંત્રી રહેલા શિવસેનાના બળવાખોર ધારાસભ્યોને પણ શિંદે કેબિનેટમાં સ્થાન મળશે. એવી માહિતી સામે આવી રહી છે કે કેબિનેટમાં ભાજપ અને શિંદે જૂથના 9-9 મંત્રીઓને સામેલ કરવામાં આવશે. મોટી વાત એ છે કે સંભવિત મંત્રીઓની યાદીમાં સંજય રાઠોડનું નામ પણ સામેલ છે. ટિકટોક સ્ટાર પૂજા ચવ્હાણ આત્મહત્યા કેસમાં સંજય રાઠોડ આરોપી હતો.

આજે ભાજપમાંથી શપથ લેનાર 9 મંત્રીઓના નામ-

ચંદ્રકાંત પાટીલ – મરાઠા, પશ્ચિમ મહારાષ્ટ્ર
ગિરીશ મહાજન- ગુર્જર ઓબીસી, ઉત્તર મહારાષ્ટ્ર
રાધાકૃષ્ણ વિખે પાટીલ- મરાઠા, પશ્ચિમ મહારાષ્ટ્ર
સુધીર મુનગંટીવાર – વૈશ્ય, વિદર્ભ
વિજયકુમાર ગાવિત – આદિવાસી, નંદુરબાર ઉત્તર મહારાષ્ટ્ર
સુરેશ ખાડે – શેડ્યૂલ કાસ્ટ, પશ્ચિમ મહારાષ્ટ્ર
અતુલ સાવે- ઓબીસી, મરાઠવાડા
મંગલ પ્રભાત લોઢા- જૈન મારવાડી, મુંબઈ
રવિન્દ્ર ચવ્હાણ- મરાઠા, ડોમ્બિવલી
જેમાં શિંદે જૂથમાં વિવાદાસ્પદ બનેલા સંજય રાઠોડનું નામ પણ સામેલ હતું.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

સૂત્રોના જણાવ્યા અનુસાર વિવાદાસ્પદ બનેલા સંજય રાઠોડનું નામ પણ શિંદે જૂથના મંત્રીઓની યાદીમાં સામેલ છે.ટીકટોક સ્ટાર પૂજા ચવ્હાણ આત્મહત્યા કેસમાં સંજય રાઠોડ આરોપી હતા.રાઠોડે ઉદ્ધવ સરકારમાં મંત્રી પદ પરથી રાજીનામું આપ્યું હતું. ભાજપના દબાણ હેઠળ એ જ સંજય રાઠોડને હવે શિંદે સરકારમાં ફરી મંત્રી બનવાની તક મળી શકે છે. યવતમાળના દેગ્રાસ વિધાનસભા મતવિસ્તારના શિવસેનાના ધારાસભ્ય રાઠોડ પૂર્વ મહાવિકાસ આઘાડી સરકારમાં વન મંત્રી હતા.

શિંદે જૂથમાંથી આજે શપથ લેનારા 9 મંત્રીઓના નામ-

દાદા ભુસે- મરાઠા, ઉત્તર મહારાષ્ટ્ર
સંદીપન ભુમરે- મરાઠા, મરાઠવાડા
ગુલાબરાવ પાટીલ- ઓબીસી, ઉત્તર મહારાષ્ટ્ર
ઉદય સામંત- મરાઠા, કોંકણ
શભુરાજે દેસાઈ – મરાઠા, પશ્ચિમ મહારાષ્ટ્ર
તાનાજી સાવંત – સોલાપુર
અબ્દુલ સત્તાર
દીપક કેસરકર
સંજય રાઠોડ – VJNT, પશ્ચિમ વિદર્ભ
ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની મહા વિકાસ આઘાડી સરકાર જૂનમાં પડી ગઈ હતી

શિંદે જૂથના ધારાસભ્યોએ કહ્યું કે શપથ ગ્રહણ સમારોહનો સમય સવારે 11 વાગ્યે નક્કી કરવામાં આવ્યો છે. આ સમારોહ રાજભવન ખાતે યોજાશે. એકનાથ શિંદેએ મુખ્યમંત્રી અને ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસે નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધાના લગભગ 40 દિવસ બાદ આજે મંત્રીમંડળનું વિસ્તરણ થવા જઈ રહ્યું છે. શિંદેએ 30 જૂને મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા હતા, જ્યારે વરિષ્ઠ ભાજપના નેતા અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ફડણવીસને નાયબ મુખ્ય પ્રધાન બનાવવામાં આવ્યા હતા. ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની મહા વિકાસ આઘાડી સરકાર જૂનમાં પડી ભાંગી હતી જ્યારે શિવસેનાના 55માંથી 40 ધારાસભ્યોએ શિંદેના નેતૃત્વમાં પક્ષ સામે બળવો કર્યો હતો.

Next Article