AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: રાયગઢમાં ગંભીર અકસ્માત, બસ ખાઈમાં પડતાં 12નાં મોત, 25થી વધુ મુસાફરો ઘાયલ

બસમાં 40 થી 45 લોકો સવાર હતા, જેમાંથી 12 લોકોના મોત થયા છે, જ્યારે 25થી વધુ લોકો ઘાયલ છે. બચાવ કાર્ય હજુ ચાલુ છે. બસને હટાવવા માટે ક્રેન બોલાવવામાં આવી છે

Breaking News: રાયગઢમાં ગંભીર અકસ્માત, બસ ખાઈમાં પડતાં 12નાં મોત, 25થી વધુ મુસાફરો ઘાયલ
Accident in Raigad, 7 dead, more than 25 passengers injured as bus falls into ditch
| Updated on: Apr 15, 2023 | 9:55 AM
Share

Maharashtra Bus Accident: મુંબઈ-પુણે ઓલ્ડ હાઈવે પર એક દર્દનાક અકસ્માત સર્જાયો હતો. ખોપોલી વિસ્તારમાં શિંગરોબા મંદિર પાછળ હાઈવે પરથી જઈ રહેલી ખાનગી બસ ખાડામાં પડી ગઈ હતી. રાયગઢ એસપીના જણાવ્યા અનુસાર બસમાં 40 થી 45 લોકો સવાર હતા, જેમાંથી 12 લોકોના મોત થયા છે, જ્યારે 25થી વધુ લોકો ઘાયલ છે. બચાવ કાર્ય હજુ ચાલુ છે. બસને હટાવવા માટે ક્રેન બોલાવવામાં આવી છે. બસમાં ગોરેગાંવ વિસ્તારના એક સંગઠન સાથે સંકળાયેલા લોકો હતા, જેઓ એક કાર્યક્રમ માટે પૂણે ગયા હતા અને પુણેથી પરત ફરી રહ્યા હતા.

રાયગઢ જિલ્લાના એસપીએ જણાવ્યું કે બસમાં 40 થી 45 મુસાફરો હતા, જેમાંથી 12 મુસાફરોના મોત થયા છે, જ્યારે 25થી વધુ મુસાફરો ઘાયલ છે. રેસ્ક્યુ ઓપરેશન હજુ ચાલુ છે. બસને હટાવવા માટે ક્રેન બોલાવવામાં આવી છે. બસમાં ગોરેગાંવ વિસ્તારના એક સંગઠનના લોકો મુસાફરી કરી રહ્યા હતા. આ તમામ પૂણેમાં એક કાર્યક્રમમાં હાજરી આપવા માટે ગયા હતા. પુણેથી પરત ફરતી વખતે તેમની બસને અકસ્માત નડ્યો હતો.

એસપીના જણાવ્યા અનુસાર બસ લગભગ 200 ફૂટ ઊંડી ખીણમાં પડી હતી. અકસ્માતનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી કે અકસ્માત ડ્રાઇવરની બેદરકારીને કારણે થયો છે કે અન્ય કોઇ કારણ હોઇ શકે છે, તેની તપાસ કરવામાં આવશે.

બીજી તરફ રાહત અને બચાવ કાર્યમાં લાગેલા લોકોના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં માત્ર 20 થી 25 લોકોને જ બચાવી શકાયા છે. ક્રેન સાથે દોરડું બાંધીને બચાવ કરવામાં આવી રહ્યો છે. બસ ઉંડી ખાઈમાં પડી જવાને કારણે બચાવ કાર્યમાં મુશ્કેલી પડી રહી છે. પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ સાથે સ્થાનિક ટ્રેકર્સની ટીમ બચાવ કાર્યમાં લાગેલી છે.

અમદાવાદ લાલ દરવાજા વિસ્તારમાં વાગી 'ઈમરજન્સી સાયરન'
અમદાવાદ લાલ દરવાજા વિસ્તારમાં વાગી 'ઈમરજન્સી સાયરન'
આજનો દિવસ ફાયદાકારક સાબિત થશે, ઘરેલું મોરચે સમસ્યાઓ ઊભી થઇ શકે છે
આજનો દિવસ ફાયદાકારક સાબિત થશે, ઘરેલું મોરચે સમસ્યાઓ ઊભી થઇ શકે છે
આણંદ જિલ્લાના ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદ પરમારનું અવસાન
આણંદ જિલ્લાના ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદ પરમારનું અવસાન
અજીત કોન્ટ્રાક્ટરે બાવળિયા સામે સમાજમાં ભાગલા પાડવાનો કર્યો આક્ષેપ
અજીત કોન્ટ્રાક્ટરે બાવળિયા સામે સમાજમાં ભાગલા પાડવાનો કર્યો આક્ષેપ
ઈરાનના ડૂબતા નૌસૈનિકો માટે દેવદૂત બની આ દેશની નૌસેના- Video
ઈરાનના ડૂબતા નૌસૈનિકો માટે દેવદૂત બની આ દેશની નૌસેના- Video
મેચ પહેલા અરિજીત સિંહ, ફાલ્ગુની પાઠક, રિકી માર્ટિન ગજવશે મોદી સ્ટેડિયમ
મેચ પહેલા અરિજીત સિંહ, ફાલ્ગુની પાઠક, રિકી માર્ટિન ગજવશે મોદી સ્ટેડિયમ
બરોડા ડેરીની ચૂંટણી અંગે ધારાસભ્ય કેતન ઈનામદારનો દાવો- Video
બરોડા ડેરીની ચૂંટણી અંગે ધારાસભ્ય કેતન ઈનામદારનો દાવો- Video
કાલુપુર સ્વામિનારાયણ સંપ્રદાયના આચાર્યનું વિવાદાસ્પદ નિવેદન, જુઓ video
કાલુપુર સ્વામિનારાયણ સંપ્રદાયના આચાર્યનું વિવાદાસ્પદ નિવેદન, જુઓ video
અમદાવાદમાં 7 અને 8 માર્ચે હોટલોનું ભાડું રૂ.75 હજાર
અમદાવાદમાં 7 અને 8 માર્ચે હોટલોનું ભાડું રૂ.75 હજાર
સુરતમાં મોટી માત્રામાં શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો
સુરતમાં મોટી માત્રામાં શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો
g clip-path="url(#clip0_868_265)">