Maharashtra Breaking: મહારાષ્ટ્રમાં EDનો સપાટો, NCPના કદાવર નેતા હસન મુશ્રીફના ઘર પર દરોડા

|

Jan 11, 2023 | 1:12 PM

હસન મુશ્રીફે એક વીડિયો જાહેર કરીને ભાજપ પર મોટો આરોપ લગાવ્યો છે કે ચોક્કસ જાતિ-ધર્મના લોકોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું કે મારા પછી મુંબઈના કોંગ્રેસી નેતા અસલમ શેખ પર કાર્યવાહીની વાત થઈ રહી છે. મારા પહેલા નવાબ મલિક સામે કાર્યવાહી કરવામાં આવી હતી.

Maharashtra Breaking: મહારાષ્ટ્રમાં EDનો સપાટો, NCPના કદાવર નેતા હસન મુશ્રીફના ઘર પર દરોડા

Follow us on

મહારાષ્ટ્રમાં મહાવિકાસ આઘાડી સરકારની વિદાય અને શિંદે-ફડણવીસ સરકારની રચના બાદ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની પ્રથમ મોટી કાર્યવાહી થઈ છે. ઈડીએ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના ત્રીજા સૌથી શક્તિશાળી નેતા અને પૂર્વ મંત્રી હસન મુશરફના ઘરે દરોડા પાડ્યા છે. કોલ્હાપુરના કાગલમાં મુશ્રીફના ઘર અને પુણેમાં બ્રિક્સ ઈન્ડિયા કંપનીની ઓફિસ પર દરોડા પાડવામાં આવ્યા હતા. બીજેપી નેતા કિરીટ સોમૈયાએ અપ્પાસાહેબ નલાવડે સુગર મિલ સંબંધિત કેસમાં 100 કરોડના કૌભાંડનો આરોપ લગાવ્યો હતો.

આ દરોડા સવારે 6.30 વાગ્યાથી શરૂ થયા છે. EDની ટીમમાં 20 અધિકારીઓનો સમાવેશ થાય છે જેઓ કાગલમાં હસન મુશ્રીફના ઘરની અંદર છે. ઘરની બહાર કામદારોની ભીડ એકઠી થઈ ગઈ છે અને લોકો સૂત્રોચ્ચાર કરી રહ્યા છે.

ભાજપ ખાસ જાતિ-ધર્મના લોકોને ટાર્ગેટ કરી રહી છે- મુશ્રીફ

આ દરમિયાન હસન મુશ્રીફે એક વીડિયો જાહેર કરીને ભાજપ પર મોટો આરોપ લગાવ્યો છે કે ચોક્કસ જાતિ-ધર્મના લોકોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું કે મારા પછી મુંબઈના કોંગ્રેસી નેતા અસલમ શેખ પર કાર્યવાહીની વાત થઈ રહી છે. મારા પહેલા નવાબ મલિક સામે કાર્યવાહી કરવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે EDએ બીજી વખત મુશ્રીફના ઘર પર દરોડા પાડ્યા છે. મુશ્રીફે આક્ષેપ કર્યો છે કે ગત વખતના દરોડામાં કંઈ મળ્યું ન હતું, તેમ છતાં આ દરોડો બીજી વખત હેરાન કરવા અને રાજકીય હેતુસર કરવામાં આવ્યો છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

શું છે સમગ્ર મામલો?

ભાજપના નેતા કિરીટ સોમૈયાએ આરોપ લગાવ્યો હતો કે હસન મુશ્રીફ અને તેમના જમાઈ મતિન મંગોલીએ 100 કરોડ રૂપિયાના કૌભાંડમાં કાવતરું ઘડ્યું હતું. વર્ષ 2020 માં, અપ્પાસાહેબ નલાવડે સુગર મિલને છેતરપિંડીથી બ્રિક્સ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડને વેચવામાં આવી હતી. એટલે કે મુશ્રીફના જમાઈની કંપનીને ફાયદો થયો, જ્યારે બ્રિક્સ ઈન્ડિયા કંપનીને સુગર મિલો ચલાવવાનો કોઈ અનુભવ નથી.

Published On - 1:12 pm, Wed, 11 January 23

Next Article