Maharashtra: BMCએ બકરીઈદ માટે કુરબાનીની નક્કી કરી મર્યાદા, આ મુદ્દે હસ્તક્ષેપનો ઈનકાર કરતા મુંબઈ હાઈકોર્ટે કહ્યું, તહેવારો કરતાં જીવન મહત્ત્વનું

|

Jul 21, 2021 | 4:03 PM

મુંબઈ હાઈકોર્ટે કહ્યું હતું કે કેટલા બકરાની કુર્બાની આપી  શકાય તે અંગે નિર્ણય લેવો એ વહીવટીતંત્રનો અધિકાર છે. કોરોનાનું સંકટ હજી પૂરું ટળ્યું નથી.આ વાતને દરેક વ્યક્તિએ ધ્યાનમાં રાખવી જોઈએ. સરકાર અને વહીવટીતંત્ર લોકોના જીવનની સલામતી માટે તેમનું કામ કરી રહ્યા છે. આવા સમયે ધાર્મિક હિતોને બદલે જાહેર હિતોને પ્રાધાન્ય આપવાની જરૂર છે.

Maharashtra:  BMCએ બકરીઈદ માટે કુરબાનીની નક્કી કરી મર્યાદા, આ મુદ્દે હસ્તક્ષેપનો ઈનકાર કરતા મુંબઈ હાઈકોર્ટે કહ્યું, તહેવારો કરતાં જીવન મહત્ત્વનું
બકરી ઈદ પર 300થી વધારે બકરાઓની કુર્બાની પર BMCની રોક, મુંબઈ હાઈકોર્ટનો હસ્તક્ષેપ માટે ઈનકાર

Follow us on

ઇસ્લામમાં માનનારા લોકોનો મુખ્ય તહેવાર ઈદ-ઉલ-અઝહા એટલે કે બકરી ઈદ છે. બકરી ઇદ પર પહેલાં નમાજ પઢવામાં આવે છે. આ પછી, બકરી અથવા ઘેટાંની બલિ ચડાવવામાં આવે છે. તેને કુરબાની પણ કહેવાય છે.

આ બકરી ઇદ(Bakra Eid) નિમિત્તે, BMC એ મુંબઇના દેવનાર કતલખાનામાં 300 થી વધુ બકરીઓના બલિદાન પર પ્રતિબંધ મૂક્યો છે. બોમ્બે હાઈકોર્ટે (Bombay High Court) આ નીણર્ય સામે દખલગીરી કરવાનો ઇનકાર કર્યો છે. હાઈકોર્ટે કહ્યું છે કે જીવન કરતાં તહેવાર વધારે મહત્વપૂર્ણ નથી.

મુંબઈ હાઈકોર્ટે કહ્યું, ‘રાજ્ય સરકારે કોરોના સંકટને ધ્યાનમાં રાખીને પ્રતિબંધો અને નિયંત્રણો લાગુ કર્યા છે. તેને નાગરિકોની જીવનની ઇચ્છાઓને આધારે બદલી શકાય નહી. આનાથી સરકારી સંસ્થાઓ દ્વારા કોરોના સંકટને નિયંત્રિત કરવામાં મુશ્કેલી આવશે. અત્યાંરે લોકોના જીવનની સલામતી મહત્વની છે. તહેવારો જીવન કરતાં વધુ મહત્વપૂર્ણ નથી. ” મુંબઈ હાઈકોર્ટે મંગળવારે આ ટિપ્પણી કરી હતી.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

1000 બકરાની કુરબાનીની માંગ સામે આપવામાં આવી  300 કુરબાનીની છૂટ 

મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) એ 21 થી 23 જુલાઇની વચ્ચે બકરી ઈદ પર્વ નિમિત્તે મુંબઇના દેવનાર કતલખાનામાં વધુમાં વધુ 300 બકરાની બલિ ચડાવવાની પરવાનગી આપવામાં આવી છે. આ આદેશ સામે ‘અલ-કુરેશ હ્યુમન વેલ્ફેર એસોસિએશન’ અને ‘ઓલ ઈન્ડિયા જમૈતુલ કુરેશ’ દ્વારા અરજી કરવામાં આવી હતી.

અરજદારોએ ચીફ જસ્ટિસ દીપંકર દત્તા અને ન્યાયાધીશ ગિરીશ કુલકર્ણીની ખંડપીઠને અપીલ કરી હતી કે, દેવનાર કતલખાના માટે 300 બકરાની કુરબાનીની મર્યાદા ઓછી છે, તેના બદલે, મુંબઈ મહાનગરપાલિકાએ બકરી ઇદના તહેવારને ધ્યાનમાં રાખીને 700 થી 1000 બકરીઓની કુરબાનીની મંજૂરી આપવી જોઈએ.

આ અંગે પાલિકા વતી એડવોકેટ અનિલ સાખરેએ દલીલ કરી હતી કે ગત વખતે માત્ર 50 બકરાઓનાં બચ્ચાંઓની કુરબાની આપવાની છૂટ આપવામાં આવી હતી કારણ કે કોરોનાનું સંક્રમણ વધારે હતું. આ વખતે પરિસ્થિતિની ચિંતાજનક ન હોવાથી આ સંખ્યાની મર્યાદા વધારીને 300 કરવામાં આવી છે. હવે આનાથી વધુ મંજૂરી આપવી શક્ય નથી. કોરોનાની ત્રીજી લહેર(Third Wave)ની આગાહીઓને ધ્યાનમાં રાખીને, સાવચેતીઓ રાખવી જરૂરી છે.

બોમ્બે હાઈકોર્ટે આ અરજી ફગાવી 

પરંતુ આ અંગે હાઈકોર્ટે કહ્યું હતું કે કેટલા બકરાની કુરબાની આપી  શકાય તે અંગે નિર્ણય લેવો એ વહીવટીતંત્રનો અધિકાર છે. કોરોનાનું સંકટ હજી પૂરું ટળ્યું નથી.આ વાતને દરેક વ્યક્તિએ ધ્યાનમાં રાખવી જોઈએ. સરકાર અને વહીવટીતંત્ર લોકોના જીવનની સલામતી માટે તેમનું કામ કરી રહ્યા છે. આવા સમયે ધાર્મિક હિતોને બદલે જાહેર હિતોને પ્રાધાન્ય આપવાની જરૂર છે. એમ કહીને બોમ્બે હાઈકોર્ટે આ અરજી ફગાવી દીધી હતી.

આ પણ વાંચો :  Corona Vaccination: ગુજરાતમાં કોરોનાની રસી લેનારા લોકોની સંખ્યા વધી, વેક્સિનેશનમાં ગુજરાત દેશભરમાં અગ્રેસર

 

Next Article