Maharashtra Bank Fraud: મોજશોખ માટે નકલી ચેક બનાવી કરતા હતા બેંકો સાથે છેતરપિંડી, થાણે પોલીસે આઠની કરી ધરપકડ

|

Feb 06, 2022 | 12:06 AM

છેતરપિંડી કરવા માટે, આરોપીઓ પહેલા તે કંપનીઓને શોધી કાઢતા, જેનું સંબંધિત બેંકમાં ખાતું હોય. આ પછી તે લોકો કંપનીમાં કામ કરતા કર્મચારીઓ અને તેમની ગતિવિધિઓ પર સતત નજર રાખતા હતા.

Maharashtra Bank Fraud: મોજશોખ માટે નકલી ચેક બનાવી કરતા હતા બેંકો સાથે છેતરપિંડી, થાણે પોલીસે આઠની કરી ધરપકડ
Maharashtra Bank Fraud (Symbolic Image)

Follow us on

મહારાષ્ટ્રના થાણેની ડોમ્બિવલી માનપાડા પોલીસે (Maharashtra Police) અલગ-અલગ કંપનીઓના નામે નકલી ચેક આપીને બેંકો સાથે છેતરપિંડી કરવા બદલ આઠ લોકોની ધરપકડ કરી છે. પોલીસનું કહેવું છે કે આ લોકો મોજશોખ માટે છેતરપિંડી કરતા હતા અને તેમણે મહારાષ્ટ્ર ઉપરાંત અન્ય રાજ્યોમાં પણ છેતરપિંડી કરી છે. છેતરપિંડી કરવા માટે, આરોપીઓ પહેલા તે કંપનીઓને શોધી કાઢતા, જેનું સંબંધિત બેંકમાં ખાતું હોય. આ પછી તે લોકો કંપનીમાં કામ કરતા કર્મચારીઓ અને તેમની ગતિવિધિઓ પર સતત નજર રાખતા હતા. આ રીતે તેઓ ચેકની વિગતો એકઠી કરી લેતા અને પછી તે જ કંપનીના નામે નકલી ચેક તૈયાર કરીને બેંકમાંથી પૈસા ઉપાડી લેતા હતા. પોલીસે આરોપીઓ સામે છેતરપિંડીના આવા પાંચ કેસનો પર્દાફાશ કર્યો છે.

માનપાડા પોલીસના જણાવ્યા અનુસાર, ગયા અઠવાડિયે તેને બેંકમાંથી એક ફોન આવ્યો, જેમાં બેંકરે તેને કહ્યું કે એક વ્યક્તિ પાસે એક કંપનીના નામે 21 કરોડ રૂપિયાનો ચેક છે અને તે વ્યક્તિ પર તેમને શંકા છે. આ માહિતી મળતા જ પોલીસ તાત્કાલિક ત્યાં પહોંચી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી.

તપાસ દરમિયાન, પોલીસે રેકોર્ડની તપાસ કરી અને ચેકની વિગતોમાં કેટલાક તફાવતો જોવા મળ્યા. આ પછી પોલીસે તે વ્યક્તિની ધરપકડ કરી હતી. આ વ્યક્તિએ કંઈ જ જાહેર કર્યું ન હતું, પરંતુ પોલીસે ટેકનિકલ વિગતો દ્વારા તેના સહયોગીઓને પણ પકડી પાડ્યા હતા.

Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ
જયા કિશોરીએ તેની નાની બહેન ચેતના શર્મા સાથે થતા ઝઘડા વિશે કર્યો ખુલાસો, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-05-2024
તાપમાં કાળી પડી ગઈ છે હાથ અને મોંની ત્વચા? અપનાવો આ ઘરેલુ ઉપચાર
અમિત શાહે આપી શેરબજારની મોટી ટીપ, લોકસભામાં ભાજપની જીત બાદ આ 5 સ્ટોક થશે શૂટ અપ
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ

મોજશોખ માટે કરતા હતા છેતરપિંડી

આરોપીઓ આર્થિક રીતે સારી એવી કંપનીઓના બેંક ખાતાઓ પર નજર રાખતા હતા. આ સાથે તેની નજર એવા લોકો પર પણ હતી જેમણે છેલ્લા કેટલાક વર્ષો દરમિયાન પૈસા ઉપાડ્યા ન હતા. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આરોપીઓને કથિત રીતે બેંકની અંદરથી મદદ મળી હતી અને ત્યારબાદ તેમની ઈન્ટેલિજન્સ ટીમે કંપનીની વિગતો, તેમના વ્યવહારો, ખાતાઓ અને રોકાણોની વિગતો, ચેક બુકની માહિતીની સાથે સાથે ખાતાધારકની સહીનો ફોટો પણ બહાર કાઢી લેતી હતી. આ પછી, તે બીજા ચેક કાઢતો, તેની વિગતો બદલતા અને પછી પ્રિન્ટ કાઢીને બેંકમાં જમા કરી દેતા હતા.

હિન્દુસ્તાન ટાઈમ્સના અહેવાલ મુજબ, માનપાડા પોલીસના એક વરિષ્ઠ અધિકારીના હવાલાથી કહેવામાં આવ્યું છે કે, આરોપીઓ મોજશોખ માટે આ કામ કરતા હતા. તેઓએ ગુજરાત, કર્ણાટક અને તમિલનાડુમાં પણ આવી જ છેતરપિંડી કરી છે. તેની સામે 9 કેસ નોંધાયા છે. અમારી ટીમ બેંકમાંથી એવા લોકોની શોધમાં છે જેઓ તેમને અંદરથી વિગતો અને મદદ આપતા હતા.

 

આ પણ વાંચો : Maharashtra Corona Cases: મહારાષ્ટ્રમાં અટકી રહી છે કોરોનાની રફ્તાર, કોરોનાના 11 હજાર કેસ આવ્યા, ઓમીક્રોનનો એક પણ કેસ નહી

Published On - 11:58 pm, Sat, 5 February 22

Next Article