Pakistan Terrorist Module: મુંબઈ લોકલ પણ હતી આતંકીઓની રડાર પર, શું 26/11ના પુનરાવર્તનનું હતુ કાવતરુ?

|

Sep 15, 2021 | 11:43 PM

માહિતી સામે આવી રહી છે કે પકડાયેલા કેટલાક આતંકવાદીઓએ મુંબઈ લોકલ ટ્રેનની રેકી કરી હતી અને મુંબઈ લોકલને ટાર્ગેટ કરવાનો ઈરાદો હતો.

Pakistan Terrorist Module: મુંબઈ લોકલ પણ હતી આતંકીઓની રડાર પર, શું 26/11ના પુનરાવર્તનનું હતુ કાવતરુ?
File Image

Follow us on

ગઈકાલે (મંગળવાર, 15 સપ્ટેમ્બર) દિલ્હી પોલીસે 6 આતંકવાદીઓની ધરપકડ કરી જેઓ દિલ્હી અને મુંબઈ સહિત દેશના ઘણા ભાગોમાં આતંકવાદી ઘટનાઓને અંજામ આપવાનું કાવતરું ઘડી રહ્યા હતા.

 

ચોકાવનારો ખુલાસો એ પણ થયો હતો કે આમાંના બે આતંકવાદીઓને પાકિસ્તાનમાં તાલીમ આપવામાં આવી હતી અને કાવતરાંને પાર પાડવા માટે દાઉદ ઈબ્રાહિમના ભાઈ અનીસ ઈબ્રાહિમ દ્વારા ફંડીંગ કરવામાં આવ્યું હતું. એટલું જ નહીં, એક મોટી માહિતી બહાર આવી રહી છે કે પકડાયેલા કેટલાક આતંકવાદીઓએ મુંબઈ લોકલ ટ્રેનની (Mumbai Local Train) રેકી પણ કરી હતી અને તેઓ મુંબઈ લોકલને ટાર્ગેટ કરવાનો ઈરાદો ધરાવતા હતા.

 

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

દિલ્હીમાં પકડાયેલા આતંકવાદીઓની પૂછપરછમાં કેટલીક મોટી માહિતી બહાર આવ્યા બાદ દિલ્હી પોલીસ કમિશ્નર રાકેશ અસ્થાના (Rakesh Asthana, Delhi Police Commissioner) પોતે મુંબઈ પહોંચી ગયા છે. તેઓની મુંબઈ પોલીસ કમિશ્નર હેમંત નાગરાલે (Hemant Nagrale, Mumbai Police Commissioner) સાથે વાતચીત ચાલુ છે.

 

પ્રાથમિક તપાસમાં વધુ એક મોટો ખુલાસો થયો છે. દેશમાં બીજા પણ સ્લીપર સેલ છે જે સ્થળે સ્થળે કાવતરાઓને પાર પાડવાનો મોકો શોધી રહ્યા છે, આવી તપાસ કરી રહેલી ટીમને આશંકા છે. આ દરમિયાન એટીએસ  (Anti Terrorism Squad- ATS) ચીફ વિનીત અગ્રવાલે (Vineet Agarwal) આજે પત્રકાર પરિષદ યોજીને આ મામલે પોતાની જાણકારી શેર કરી હતી.

 

જાન મોહમ્મદ શેખનું ડી કંપની સાથે કનેક્શન, એટીએસ ચીફે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું 

આ સમગ્ર મામલે મહારાષ્ટ્ર એટીએસએ આજે ​​પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું. એટીએસ ચીફે જણાવ્યું હતું કે ગઈકાલે દિલ્હી પોલીસે જે છ આતંકીઓને પકડ્યા હતા, તેમાંથી એક જાન મોહમ્મદ શેખ છે, જે મુંબઈના ધારાવીનો રહેવાસી છે.

 

જાન મોહમ્મદ ઉપર 20 વર્ષ જૂનો ગુનો નોંધાયેલો છે. તેની સામે પાયધુની પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો. એટલે કે જાન શેખ મારપીટ અને ગોળીબાર સંબંધિત જૂની ગુનાહિત પૃષ્ઠભૂમિ ધરાવે છે. અમને આ બાબતે  જાણકારી છે. પરંતુ અમને દિલ્હી પોલીસ તરફથી આ કાવતરાની સંપૂર્ણ માહિતી મળી છે.

 

મહારાષ્ટ્ર એટીએસ ચીફે કહ્યું કે પાકિસ્તાનમાં ડી કંપની સાથે તેનો 20 વર્ષ જૂનો સંબંધ છે. પરંતુ અત્યારે ખાસ કરીને આ ચોક્કસ કિસ્સામાં અમે અન્ડરવર્લ્ડ કનેક્શન વિશે ચોક્કસપણે કંઈપણ કહેવાની સ્થિતિમાં નથી. કારણ કે છેલ્લા કેટલાક વર્ષોમાં અંડરવર્લ્ડનો પ્રભાવ અહીં લગભગ શૂન્ય થઈ ગયો છે.

 

 મુંબઈ લોકલ અથવા મુંબઈના અન્ય સ્થળોની રેકી વિશે એટીએસ ચીફે આ જણાવ્યું

જાન શેખ પાસેથી કોઈ વિસ્ફોટક કે હથિયાર મળ્યું નથી. જે માહિતી ઉપલબ્ધ છે તે દિલ્હી પોલીસ પાસે છે. દિલ્હી પોલીસને આ માહિતી સેન્ટ્રલ એજન્સી પાસેથી મળી છે. અમે દિલ્હી પોલીસ પાસેથી માહિતી માગી રહ્યા છીએ. મહારાષ્ટ્ર એટીએસની ટીમ આ માટે દિલ્હી જઈ રહી છે. એટીએસ ચીફે કહ્યું કે અમારી પાસે જે પણ માહિતી હશે, અમે તે દિલ્હી પોલીસને આપીશું.

 

અમે તેમની પાસેથી માહિતી પણ મેળવીશું કે મુંબઈ લોકલ અથવા મુંબઈમાં ક્યા સ્થળોએ આતંકી ષડયંત્રો પાર પાડવાના હતા. દિલ્હી પોલીસે હજુ સુધી અમને કોઈ ચોક્કસ માહિતી આપી નથી. અમે સંપૂર્ણ માહિતી મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.

 

પરંતુ દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર આતંકવાદીઓ મુંબઈ લોકલ, દાદર, ગિરગાંવ ચોપાટી જેવા ગીચ વિસ્તારોમાં આતંકવાદી હુમલા કરવાની યોજના બનાવી રહ્યા હતા. તેણે કેટલીક જગ્યાએ રેકી પણ કરી હતી. દરમિયાન મુંબઈ લોકલ અને મુંબઈમાં અન્ય સ્થળોએ સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. મહારાષ્ટ્રના ગૃહમંત્રી દિલીપ વાલસે પાટીલે આ અંગે મહત્વની બેઠક યોજી હતી અને તે પછી આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

 

દિલ્હી પોલીસ કમિશનર કોઈ બીજા કારણોસર મુંબઈમાં છે

એટીએસ ચીફે એમ પણ કહ્યું કે તેમને ગૃહ મંત્રાલય દ્વારા કાર્યવાહી માટે સંપૂર્ણ સ્વતંત્રતા આપવામાં આવી છે. એટીએસ ચીફે એમ પણ કહ્યું કે જ્યાં સુધી અમને ખબર છે ત્યાં સુધી, દિલ્હી પોલીસ કમિશનર બીજા કોઈ કેસને લઈને મુંબઈમાં છે, તેમનો આ કેસ સાથે કોઈ સંબંધ નથી.

 

મુંબઈના જાન મોહમ્મદ શેખની કોટામાં આ રીતે ધરપકડ કરવામાં આવી 

મહારાષ્ટ્ર એટીએસએ કહ્યું કે મોહમ્મદ શેખને નિઝામુદ્દીન જવા માટેની ટિકિટ કન્ફર્મ થઈ ગઈ. તે મુંબઈ સેન્ટ્રલ સ્ટેશન પર ટ્રેનમાં બેઠો હતો. તે એકલો ગોલ્ડન ટેમ્પલ એક્સપ્રેસ ટ્રેન દ્વારા નિઝામુદ્દીન જઈ રહ્યો હતો. ટ્રેન રાજસ્થાનના કોટા સ્ટેશન પર પહોંચી, ત્યારે તેની ધરપકડ કરવામાં આવી હતી. દિલ્હી પોલીસની આ કાર્યવાહી અમારી નિષ્ફળતા નથી. જાન મોહમ્મદ શેખને ટિકિટ આપનાર ટ્રાવેલ એજન્ટની પણ ધરપકડ કરવામાં આવી છે.

 

જાન મોહમ્મદ શેખ ઉર્ફે સમીર કાલિયા (47) મુંબઈના સાયન વિસ્તારનો રહેવાસી છે. તે વ્યવસાયે ટેક્સી ડ્રાઈવર છે. એટીએસની ટીમ તેના પરિવારની પૂછપરછ કરી રહી છે. શેખ સાયનમાં કેલાબખારના ખોલી નંબર 185માં બે દીકરીઓ અને પત્ની સાથે રહે છે. તેની એક પુત્રીએ કોલેજનું શિક્ષણ પૂર્ણ કર્યું છે. બીજી પુત્રી શાળામાં અભ્યાસ કરે છે.

 

આ પણ વાંચો :  Pakistan Terrorist Module: ખુલાસો! જાન મોહમ્મદનું અંડરવર્લ્ડ કનેક્શન, દાઉદના ભાઈ અનીસ ઈબ્રાહિમ માટે કરે છે કામ

Next Article