મહારાષ્ટ્ર: ઉદ્ધવ સરકારમાં મંત્રી જીતેન્દ્ર આવ્હડની ધરપકડ, જાણો શું છે સમગ્ર મામલો?
મહારાષ્ટ્રના એક સામાન્ય નાગરિક અનંત કરમુસેએ આરોપ લગાવ્યો છે કે જીતેન્દ્ર આવ્હડના લોકોએ તેનું અપહરણ કર્યું હતું. આ પછી તેને જીતેન્દ્ર આવ્હડના બંગલામાં લઈ જવામાં આવ્યો. અને માર મારવામાં આવ્યો.
મહારાષ્ટ્રની ઉદ્ધવ સરકારમાં મંત્રી જિતેન્દ્ર આવ્હાડની ગુરુવારે અનંત કરમુસે અપહરણ અને હુમલો કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. જીતેન્દ્ર આવ્હાડ મહારાષ્ટ્રના હાઉસિંગ મિનિસ્ટર છે. બાદ માં થાણેની એક અદાલતે તેમને 10,000 રૂપિયાના વ્યક્તિગત જાતિના બોન્ડ પર જામીન આપ્યા હતા.
બનેલી ઘટનામાં સામે આવ્યું છે કે એક સામાન્ય એન્જીનિયર અનંત કરમુસ નામના વ્યક્તિ પર હુમલો કરવા બદલ જિતેન્દ્ર આવ્હાડની ધરપકડ કરવામાં આવી હતી. અનંત કરમુસનું કહેવું છે કે તેણે મંત્રીનો એક ફોટો મોર્ફ્ડ કરીને સોશિયલ મીડિયામાં મુક્યો હતો. જેને લઈને તેનું અપહરણ કરીને માર મારવામાં આવ્યો. અનંત કરમુસેએ આરોપ લગાવ્યો હતો કે જીતેન્દ્ર આવ્હાડના લોકોએ તેનું અપહરણ કર્યું હતું. આ પછી તેને જીતેન્દ્ર આવ્હાડના બંગલામાં લઈ જવામાં આવ્યો. જ્યાં તેના પર હુમલો કરવામાં આવ્યો હતો.
સમગ્ર ઘટનાને લઈને કરમુસેએ જીતેન્દ્ર આવ્હાડ સામે ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે આવ્હાડની ધરપકડ કરવામાં આવી હતી. આ બાદ મંત્રી જિતેન્દ્ર આવ્હાડ ગુરુવારે વર્તક નગર પોલીસ સ્ટેશનમાં હાજર થયા હતા. ત્યાં મંત્રીની ધરપકડ કરવામાં આવી હતી. સાથે જ પોલીસે આવ્હાડનું નિવેદન પણ નોંધ્યું હતું. આ પછી તેમને થાણે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. થાણેની એક અદાલતે તેમને 10,000 રૂપિયાના વ્યક્તિગત જાતિના બોન્ડ પર જામીન આપ્યા હતા.
શું હતો સમગ્ર મામલો?
ઘોડબંદર રોડ પર આનંદનગર વિસ્તારમાં રહેતા અનંત કરમુસેએ મંત્રી જીતેન્દ્ર આવ્હાડ વિશે એક પોસ્ટ મૂકી હતી. જે મંત્રી માટે વાંધાજનક હતી. આ પોસ્ટને પગલે 5 એપ્રિલ, 2020 ની રાત્રે કરમુસેને પોલીસ જ મંત્રીના બંગલામાં લઇ ગઈ હતી. જ્યાં કથિત રીતે 15 થી 20 લોકોએ તેની સાથે મારપીટ કરી હતી. કરમુસેએ આ બાબતે ફરિયાદ કરી છે. તેમાં જણાવાયું છે કે તેના પર હુમલો થયો અને માર મારવામાં આવ્યો ત્યારે મંત્રી બંગલા પર પણ હાજર હતા. મંત્રીએ આરોપોને નકાર્યા હતા. ત્યારે ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના નેતા અને ભૂતપૂર્વ સાંસદ કિરીટ સોમૈયાએ માંગ કરી હતી કે આવ્હાડને મંત્રીમંડળમાંથી હટાવવામાં આવે.
આ કેસમાં ત્રણ પોલીસકર્મીઓની ધરપકડ પણ કરવામાં આવી હતી. આ સાથે કરમુસેએ એક ફોટો પણ શેર કર્યો છે. જેમાં તેની પીઠ પર હુમલાના નિશાન દેખાય છે. તેણે આરોપ લગાવ્યો હતો કે આવ્હડના લોકોએ તેને ખરાબ રીતે માર્યો હતો.
આ પણ વાંચો: Shocking: ગાયક રાહુલ જૈન વિરુધ્ધ કરી મહિલાએ FIR, બે વાર કરાવ્યો ગર્ભપાત, જાણો શું છે સમગ્ર મામલો